શોધખોળ કરો

EPFO Update: 40 વર્ષની ઉંમરે નોકરી છોડ્યા પછી પણ શું PF પર વ્યાજ મળશે? જાણો નિયમ

EPF Interest After Quitting Job: EPFO ના નિયમ મુજબ નોકરી છોડ્યા બાદ પણ ખાતામાં જમા રકમ પર 58 વર્ષની ઉંમર સુધી વ્યાજ મળતું રહે છે, જાણો ફંડ ઉપાડવા અને ટ્રાન્સફર કરવાના નિયમો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નોકરી છોડ્યા બાદ PF વ્યાજ 58 વર્ષ સુધી ચાલુ.
  • 58 વર્ષ પછી PF ખાતા પર વ્યાજ મળતું નથી.
  • જરૂરિયાત મુજબ ઉપાડ અથવા નવા ખાતામાં ટ્રાન્સફર સંભવ.

EPF Interest After Quitting Job: આજના સમયમાં ઘણા લોકો 40 કે 45 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી નોકરીમાંથી બ્રેક લેવાનું અથવા તો પોતાની કારકિર્દી બદલવાનું વિચારતા હોય છે. આવી સ્થિતિમાં તેમના મનમાં સૌથી મોટો સવાલ એ હોય છે કે, નોકરી છોડ્યા પછી તેમના પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતાનું શું થશે? શું તેમાં જમા રકમ પર નિવૃત્તિ સુધી વ્યાજ મળતું રહેશે કે પછી એકાઉન્ટ બંધ થઈ જશે? જો તમે પણ આવી કોઈ મૂંઝવણ અનુભવી રહ્યા છો, તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના નવા નિયમો તમને મોટી રાહત આપી શકે છે.

58 વર્ષની ઉંમર સુધી સતત મળતું રહેશે વ્યાજ

EPFO ના લેટેસ્ટ નિયમો અનુસાર, જો તમે 40 થી 45 વર્ષની ઉંમરે નોકરી છોડી દો છો, તો તમારું PF ખાતું તરત જ બંધ થતું નથી. સૌથી રાહતના સમાચાર એ છે કે, તમારી જમા રકમ પર તમને 58 વર્ષની ઉંમર સુધી સતત વ્યાજ મળતું રહેશે. આનો સીધો અર્થ એ છે કે, નોકરી છોડ્યા પછી પણ જો તમે શરતોનું પાલન કરો છો અને ખાતામાંથી પૈસા નથી ઉપાડતા, તો તમારા પીએફ ફંડમાં દર વર્ષે વ્યાજનો ઉમેરો થતો રહેશે અને તમારું ભંડોળ આપોઆપ વધતું રહેશે.

58 વર્ષ પછી વ્યાજ કેમ બંધ થઈ જાય છે?

હવે સવાલ એ થાય કે 58 વર્ષની ઉંમર પછી શું થશે? EPFO ના નિયમ મુજબ, 58 વર્ષની ઉંમરને નિવૃત્તિની ઉંમર (રિટાયરમેન્ટ એજ) માનવામાં આવે છે. તેથી, જો તમે આ ઉંમર વટાવી ચૂક્યા છો અને તેમ છતાં પીએફ ખાતામાં પૈસા જમા રાખ્યા છે, તો તે રકમ પર ભવિષ્યમાં કોઈ વધારાનું વ્યાજ ચૂકવવામાં આવશે નહીં. એટલે કે, 58 વર્ષ પૂરા થતાં જ તમારા પીએફ ખાતા પર વ્યાજ મળવાનું કાયમી ધોરણે બંધ થઈ જાય છે.

આ પણ વાંચોઃ પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ: 5 વર્ષમાં થશે ₹5.55 લાખની કમાણી, વાંચો સંપૂર્ણ વિગત

નોકરી છોડ્યા પછી PF ઉપાડવા અંગેના નિયમો

જ્યારે તમે નોકરી છોડી દો છો, ત્યારે તમને તમારી જરૂરિયાત મુજબ પીએફ ફંડનો ઉપયોગ કરવાની છૂટ મળે છે.

જો તમે નોકરી છોડ્યા બાદ બેરોજગાર છો, તો તમે તમારી જરૂરિયાત પૂરી કરવા પીએફ ખાતામાંથી અમુક ચોક્કસ હિસ્સો એડવાન્સ તરીકે ઉપાડી શકો છો અને બાકીની રકમ નિયત સમયગાળો પૂરો થયા પછી ઉપાડી શકાય છે.

આ ઉપરાંત, જો તમે કોઈ નવી નોકરીમાં જોડાવ છો, તો તમે ખૂબ જ સરળતાથી તમારા જૂના પીએફ ખાતાને નવી કંપનીના નવા ખાતા સાથે ટ્રાન્સફર કરી શકો છો.

PF એકાઉન્ટ ક્યારે નિષ્ક્રિય (Inactive) થાય છે?

જો તમે નોકરી છોડ્યા પછી લાંબા સમય સુધી પીએફ ખાતામાં કોઈ નવું રોકાણ ન કરો અને જૂના ખાતાને એમનેમ જ પડી રહેવા દો, તો તમારું ખાતું નિષ્ક્રિય (Inactive) થઈ શકે છે. તેથી નિષ્ણાતો હંમેશા એવી સલાહ આપે છે કે, નવી નોકરી મળ્યા પછી તરત જ કોઈપણ પ્રકારની મુશ્કેલીથી બચવા માટે તમારા જૂના પીએફ ખાતાને નવા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવું જોઈએ.

આ પણ વાંચોઃ NPS નિયમોમાં મોટો ફેરફાર: સરકારી કર્મચારીઓને મળશે હવે વધુ વળતર, નવો ઓપ્શન જાહેર

Frequently Asked Questions

નોકરી છોડ્યા પછી PF ખાતા પર વ્યાજ કેટલા સમય સુધી મળે છે?

EPFOના નિયમો મુજબ, જો તમે નોકરી છોડો છો તો તમારા PF ખાતામાં જમા રકમ પર 58 વર્ષની ઉંમર સુધી સતત વ્યાજ મળતું રહેશે. આનાથી તમારું ભંડોળ આપોઆપ વધતું રહેશે.

PF ખાતા પર 58 વર્ષ પછી વ્યાજ કેમ બંધ થઈ જાય છે?

EPFOના નિયમ મુજબ, 58 વર્ષની ઉંમરને નિવૃત્તિની ઉંમર માનવામાં આવે છે. તેથી, 58 વર્ષ પૂરા થતાં જ તમારા પીએફ ખાતા પર વ્યાજ મળવાનું કાયમી ધોરણે બંધ થઈ જાય છે.

નોકરી છોડ્યા પછી PF ઉપાડવા માટેના નિયમો શું છે?

જો તમે બેરોજગાર છો, તો જરૂરિયાત મુજબ અમુક હિસ્સો એડવાન્સ તરીકે ઉપાડી શકો છો. નવી નોકરીમાં જોડાઓ તો જૂના ખાતાને નવા ખાતામાં ટ્રાન્સફર કરી શકાય છે.

PF એકાઉન્ટ ક્યારે નિષ્ક્રિય (Inactive) થઈ શકે છે?

જો નોકરી છોડ્યા પછી લાંબા સમય સુધી PF ખાતામાં કોઈ નવું રોકાણ ન થાય, તો તે ખાતું નિષ્ક્રિય થઈ શકે છે. નવી નોકરી મળ્યા પછી જૂના ખાતાને ટ્રાન્સફર કરવાની સલાહ અપાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget