વીમાનું પ્રીમિયમ ભરવા માટે પૈસા નથી? ચિંતા ન કરો, EPFO આપશે પૈસા
ઘણી વખત એવી પરિસ્થિતિઓ બની જાય છે જ્યારે વ્યક્તિ પાસે પ્રીમિયમ ભરવા માટે પૂરતા પૈસા નથી હોતા. પણ જો તમે EPFOના સભ્ય છો અને સક્રિયપણે યોગદાન આપો છો, તો તમારે પ્રીમિયમ ભરવા માટે ચિંતા કરવાની જરૂર નથી.
આજના સમયમાં વીમો હોવો ખૂબ જ જરૂરી બની ગયું છે. મુશ્કેલ સમયમાં વીમો જ તમારી અને તમારા પરિવારની નાણાકીય મદદ કરે છે. વીમાને અવિરતપણે ચાલુ રાખવા માટે તમારે સમયાંતરે પ્રીમિયમ ભરવું પડે છે. પ્રીમિયમ ભરવામાં વિલંબ થાય તો વીમા કંપનીઓ ગ્રાહકો પાસેથી દંડ વસૂલે છે. પરંતુ ઘણી વખત એવી પરિસ્થિતિઓ બની જાય છે જ્યારે વ્યક્તિ પાસે પ્રીમિયમ ભરવા માટે પૂરતા પૈસા નથી હોતા. પરંતુ જો તમે EPFOના સભ્ય છો અને સક્રિયપણે યોગદાન આપો છો, તો તમારે પ્રીમિયમ ભરવા માટે ચિંતા કરવાની જરૂર નથી.
માત્ર LIC પાસેથી ખરીદેલી વીમા પોલિસી પર જ મળે છે સુવિધા
EPFO તેના સભ્યોને કટોકટીમાં વીમાનું પ્રીમિયમ ભરવા માટે ફંડ પૂરું પાડે છે. પરંતુ ધ્યાન રાખો કે તમારો વીમો LICમાં હોવો જોઈએ. જો તમારો વીમો LICમાં નથી, તો તમને આ સુવિધાનો લાભ નહીં મળે અને જો તમે LIC પાસેથી વીમા પોલિસી લીધી છે, તો તમને આ સુવિધાનો પૂરો લાભ મળશે. જો કે, આ માટે તમારે તમારું EPF ખાતું LIC સાથે લિંક કરાવવું પડશે અને કેટલાક જરૂરી નિયમોનું ધ્યાન રાખવું પડશે.
EPFOના ખાતામાંથી જ કપાશે પ્રીમિયમના પૈસા
EPF ખાતામાંથી પ્રીમિયમ ભરવા માટે તમારે પહેલા ફોર્મ 14 ભરવું પડશે. આ ફોર્મ તમને EPFOની વેબસાઇટ પર મળી જશે. આ ફોર્મમાં તમારે વિગતો ભરવી પડશે. એપ્લિકેશન મંજૂર થયા પછી ડ્યૂ ડેટ અથવા તેના પહેલાં જ તમારા EPF ખાતામાંથી LIC પોલિસીના પ્રીમિયમની રકમ કપાઈ જશે.
પોલિસીધારકોએ આ વાતોનું પણ રાખવું પડશે ખાસ ધ્યાન
ધ્યાનમાં રાખો કે EPFOની આ સુવિધા ફક્ત LIC પ્રીમિયમની ચુકવણી પર જ ઉપલબ્ધ છે. અન્ય કોઈપણ વીમા કંપની માટે પ્રીમિયમ ચૂકવવા માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી.
EPFમાંથી LIC પ્રીમિયમ ભરવાની સુવિધા મેળવવા માટે, પોલિસીધારક ઓછામાં ઓછા બે વર્ષ માટે EPFOનો સભ્ય હોવો આવશ્યક છે.
ફોર્મ સબમિટ કરતી વખતે, તમારા EPF ખાતામાંની રકમ ઓછામાં ઓછી તમારા 2 વર્ષના LIC પ્રીમિયમ જેટલી હોવી જોઈએ.
EPFO માં ફોર્મ 14 સબમિટ કર્યા પછી EPFO સભ્યને PFમાંથી માત્ર એક જ વાર LIC પ્રીમિયમ ચૂકવવાની સુવિધા આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ