શોધખોળ કરો

EPFO Update: EPF ખાતાધારકો અને EPS પેન્શનર્સ માટે ગુડ ન્યૂઝ! મોદી સરકારે આ નિયમોમાં આપી મોટી રાહત

EPFO News Update: EPFOએ તેના સબ્સક્રાઇબર્સ માટે એડવાન્સ ક્લેઇમની લિમિટ વધારવાથી લઈને EPF ક્લેઇમ સેટલમેન્ટના નિયમોને સરળ બનાવીને મોટી રાહત આપી છે.

EPFO Update: કર્મચારીઓના એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ (EPF) હેન્ડલ કરતી EPFO એ છેલ્લા કેટલાક દિવસોમાં એવા ઘણા નિર્ણયો લીધા છે જેનાથી EPF ખાતાધારકો અને EPS પેન્શનર્સનું જીવન સરળ થવાનું છે. EPFOએ 1 જાન્યુઆરી 2025થી દેશમાં કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી પેન્શન ઉપાડવાની મંજૂરી આપી દીધી છે જેનાથી પેન્શનર્સને લાભ થશે તો EPFOએ એડવાન્સ ક્લેઇમ માટે ઓટો ક્લેઇમની લિમિટ વધારી દીધી છે.

પેન્શનર્સ ક્યાંય પણ પેન્શન ઉપાડી શકશે

શ્રમ મંત્રાલયે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રમાં સતત ત્રીજી વખત સરકાર બનવા બાદ, EPFOએ એવા ઘણા નિર્ણયો લીધા છે જેનાથી EPF ખાતાધારકો અને EPS પેન્શનર્સને રાહત મળવાની છે. 4 સપ્ટેમ્બર 2024ના રોજ EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે જે 1 જાન્યુઆરી 2025ના રોજ લોન્ચ કરવામાં આવશે. સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમની લોન્ચિંગ બાદ EPFOના 77 લાખ પેન્શનર્સ સમગ્ર દેશમાં કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી પેન્શન ઉપાડી શકશે. EPFOની આ સુવિધાથી એ લોકોને સૌથી વધુ ફાયદો થશે જે નિવૃત્તિ બાદ પોતાના હોમટાઉનમાં શિફ્ટ થઈ જાય છે.

એડવાન્સ ક્લેઇમની લિમિટ થઈ 1 લાખ રૂપિયા

EPFOએ EPF ખાતાધારકો માટે પાર્શિયલ વિથડ્રોઅલ એટલે કે એડવાન્સ ક્લેઇમ માટે ઓટો ક્લેઇમની લિમિટ પણ વધારી દીધી છે આ લિમિટને 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. હાઉસિંગ, એજ્યુકેશન, લગ્ન ઉપરાંત બીમારીના કેસમાં EPF સબ્સક્રાઇબર્સ માટે આ સુવિધા એક્સટેન્ડ કરવામાં આવી છે. EPFOએ જણાવ્યું કે પાર્શિયલ વિથડ્રોઅલ જેની ટોટલ ક્લેઇમ્સમાં 60 ટકા હિસ્સેદારી છે ક્લેઇમના સેટલમેન્ટનો સમયગાળો હવે 10 દિવસથી ઘટીને 3 4 દિવસ રહી ગયો છે. ઓટો ક્લેઇમની લિમિટ વધારવાથી 7.5 કરોડ EPF ખાતાધારકોને ફાયદો થશે.

ચેક લીફ કે બેંક પાસબુક કોપી અપલોડ કરવામાંથી મુક્તિ મળી

EPFOએ ક્લેઇમના નિયમોમાં ફેરફાર કરીને પોતાના કરોડો સબ્સક્રાઇબર્સને મોટી રાહત આપી છે. EPFOએ EPF ક્લેઇમ સેટલમેન્ટ માટે કેન્સલ ચેક કે બેંક પાસબુકના ઈમેજ અપલોડ કરવાની અનિવાર્યતા સમાપ્ત કરી દીધી છે. જો કોઈ સબ્સક્રાઇબર વેલિડેશનની બધી શરતોને પૂરી કરે છે તો આવી સ્થિતિમાં તેમને ક્લેઇમ સેટલમેન્ટ માટે ચેક બુક કે બેંક પાસબુક અપલોડ કરવાની જરૂર નહીં પડે. આનાથી ઓનલાઇન ક્લેઇમ સેટલમેન્ટમાં ઝડપ આવશે અને ઈઝ ઓફ લિવિંગને પ્રોત્સાહન મળશે. ચેક લીફ કે એટેસ્ટેડ બેંક પાસબુકની કોપીનું ઈમેજ અપલોડ ન કરવાને કારણે EPFO લગભગ 10 ટકા ક્લેઇમને નામંજૂર કરી દેતું હતું.

વિથડ્રોઅલના નિયમોને બનાવ્યા સરળ

EPFOએ ફેમિલી પેન્શન સ્કીમમાં પોતાના ટેબલ B અને ટેબલ D માં સંશોધન કરીને નાના સમયગાળામાં વિથડ્રોઅલના નિયમોને સરળ બનાવ્યા છે. આ નિયમ હેઠળ એવા EPF સભ્યો જે 6 મહિનાથી ઓછા સમયગાળા માટે EPFOમાં યોગદાન આપે છે તેમને પણ વિથડ્રોઅલ બેનિફિટનો લાભ મળશે. આનાથી એવા 7 લાખ EPS સબ્સક્રાઇબર્સને લાભ થશે જે છ મહિનાથી ઓછા સમયગાળા માટે યોગદાન આપતા પહેલા જ સ્કીમ છોડી દે છે. ટેબલ D માં સંશોધનથી 23 લાખ સભ્યોને લાભ થશે.

આ પણ વાંચોઃ

Stock Market Today: શેરબજારમાં શાનદાર તેજી, એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ 6500000000000 વધી

ટોપ સ્ટોરી

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
બજારમાં કડાકો છતાં SIP નો નવો ઓલ-ટાઇમ રેકોર્ડ, સપ્ટેમ્બરમાં ₹32,490 કરોડનું જંગી રોકાણ
બજારમાં કડાકો છતાં SIP નો નવો ઓલ-ટાઇમ રેકોર્ડ, સપ્ટેમ્બરમાં ₹32,490 કરોડનું જંગી રોકાણ
Post Office: પોસ્ટની આ સ્કીમમાં દર મહિને રોકાણ કરો ₹6,000, 5 વર્ષ બાદ મળશે આટલા લાખ 
Post Office: પોસ્ટની આ સ્કીમમાં દર મહિને રોકાણ કરો ₹6,000, 5 વર્ષ બાદ મળશે આટલા લાખ 
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Embed widget