EPFO Rule Change: EPFOએ કર્યો મોટો ફેરફાર, હવે UANને લઈને બદલ્યો આ નિયમ
EPFO Rule Change: હવે UAN ફક્ત આધાર ફેસ ઓથેન્ટિકેશન દ્ધારા ઉમંગ એપથી એક્ટિવ કરી શકાય છે

EPFO Rule Change: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EFPO) એ તેના સભ્યો માટે ઉમંગ મોબાઇલ એપ દ્વારા યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) એક્ટિવ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. તે 7 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યું છે. EPFO એ સ્પષ્ટપણે કહ્યું છે કે હવે UAN ફક્ત આધાર ફેસ ઓથેન્ટિકેશન દ્ધારા ઉમંગ એપથી એક્ટિવ કરી શકાય છે અને જે સભ્યો આમ નથી કરતા તેમના માટે સેવાઓ બંધ કરવામાં આવી શકે છે.
ઉમંગ એપથી UAN બનાવવાનું શક્ય છે
EPFO એ તેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. 30 જૂલાઈના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને આ અંગે અપડેટ આપવામાં આવ્યું હતું. આ મુજબ હવે સભ્યો માટે આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશન દ્વારા તેમનો UAN જનરેટ કરવો ફરજિયાત છે. જો કે, કેટલાક ખાસ કિસ્સાઓમાં (જેમ કે આંતરરાષ્ટ્રીય કર્મચારીઓ માટે) એમ્પ્લોયર દ્વારા યુનિવર્સલ એકાઉન્ટ નંબર જનરેટ કરવાની જૂની પદ્ધતિ પણ માન્ય રહેશે. અન્ય તમામ નવા UAN ફક્ત આધાર ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીથી જ જનરેટ કરવામાં આવશે. આ માટે સમગ્ર પ્રક્રિયા UMANG એપ દ્વારા કરવામાં આવશે અને એમ્પ્લોયરનો સંપર્ક કરવાની જરૂર રહેશે નહીં.
EPFO ના નવા નિયમનો સૌથી મોટો ફાયદો એ છે કે કર્મચારીઓ હવે પોતે UAN જનરેટ અને એક્ટિવેટ કરી શકશે. આ માટે તેઓએ ફક્ત તેમના મોબાઇલના પ્લે સ્ટોર પર જઈને UMANG એપ અને Aadhaar Face RD એપ ડાઉનલોડ કરવાની રહેશે. તેના એક્ટિવેશન પછી યુઝર્સ અહીંથી E_UAN કાર્ડની ડિજિટલ કોપી પણ ડાઉનલોડ કરી શકે છે અને તેને સીધા EPFO સાથે કનેક્ટ કરવા માટે એમ્પ્લોયર સાથે શેર કરી શકે છે.
નવી ટેકનોલોજી સાથે UAN જનરેટ કરવા માટે યુઝર્સ પાસે માન્ય આધાર કાર્ડ નંબર, તેની સાથે નોંધાયેલ મોબાઇલ નંબર હોવો આવશ્યક છે. આ ઉપરાંત ફેસના સ્કેનિંગ માટે Aadhaar Face RD એપ હોવી જરૂરી છે. એકવાર આ તૈયાર થઈ જાય પછી આ પ્રક્રિયા તમારા ફોનનો ઉપયોગ કરીને થોડીવારમાં પૂર્ણ કરી શકાય છે.
તમે આ રીતે મિનિટોમાં તમારું UAN બનાવી શકો છો
સૌ પ્રથમ તમારા મોબાઇલ ફોનમાં UMANG એપ ખોલો અને EPFO પર જાવ.
હવે UAN allotment and activation સિલેક્ટ કરો.
આખા આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરો અને આધાર વેરિફિકેશન માટે બોક્સ પર ક્લિક કરો.
'Send OTP' પર ક્લિક કરો અને મોબાઇલ પર પ્રાપ્ત OTP દ્વારા વેરિફિકેશન પૂર્ણ કરો.
હવે ફેસ ઓથેન્ટિકેશન પૂર્ણ કરવું પડશે આ માટે Aadhaar Face ID App ઇન્સ્ટોલ કરો.
જો સિસ્ટમ હાલનું UAN શોધી શકતી નથી તો એક નવું UAN બનાવવામાં આવશે.
ચકાસણી પછી તમારો UAN અને એક કામચલાઉ પાસવર્ડ SMS દ્વારા મોકલવામાં આવશે.
આ પહેલી વાર UAN કાર્ડ યુઝર્સ અને હાલના યુઝર્સ બંને માટે છે, જે એક્ટિવેટ નથી.
આ ફેરફાર શા માટે કરવામાં આવ્યો?
નોંધનીય છે કે EPFO એ આ નવો ફેરફાર શા માટે કર્યો છે? તો નવી પદ્ધતિ ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી (FAT) નો ઉપયોગ કરે છે, જે UAN એક્ટિવેશનની પ્રક્રિયાને પહેલા કરતા સરળ અને વધુ સુરક્ષિત બનાવે છે, કારણ કે આમાં યુઝરની સંપૂર્ણ માહિતી સીધી આધાર ડેટાબેઝમાંથી આવે છે અને મેન્યુઅલી વ્યક્તિગત વિગતો દાખલ કરવાની જરૂરિયાત દૂર થાય છે. અત્યાર સુધી ઘણા કર્મચારીઓ તેમના UAN સેટઅપ અને એક્ટિવેશન માટે સીધા એમ્પ્લોયર પર નિર્ભર હતા. આના કારણે વિલંબ, ખોટી માહિતી અને સભ્યો માટે EPFO લાભોનો અભાવ જેવી સમસ્યાઓ ઊભી થઈ. નવી પદ્ધતિ આ શક્યતાને દૂર કરશે. જો કે, આંતરરાષ્ટ્રીય કર્મચારીઓ, નેપાળ અથવા ભૂટાનના નાગરિકો માટે જૂની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે.





















