મોદી સરકાર તમને દર મહિને આપશે 5000 રૂપિયા, જાણો સ્કીમનો લાભ લેવા શું કરવુ પડશે તમારે..........
આ સરકારી સ્કીમનુ નામ અટલ પેન્શન યોજના (Atal Pension Yojana) છે. આમાં સરકાર તરફથી તમને દર મહિને ફિક્સ્ડ પેન્શન આપવામાં આવે છે.
Atal Pension Yojana: કેન્દ્ર સરકાર (Central Government scheme) તરફથી કેટલીય ખાસ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આજે અમે તમને આવી જ એક ખાસ સ્કીમ વિશે બતાવી રહ્યાં છીએ, જેમાં સરકાર તમને દરમહિને 5000 રૂપિયા આપે છે. આ તમારી વૃદ્ધાવસ્થાને સિક્યૉર કરશે. સરકાર કેટલીય સ્કીમો મારફતે તમને આર્થિક સહાયતા આપશે. જાણો આના વિશે.......
શું છે એટલ પેન્શન યોજના -
આ સરકારી સ્કીમનુ નામ અટલ પેન્શન યોજના (Atal Pension Yojana) છે. આમાં સરકાર તરફથી તમને દર મહિને ફિક્સ્ડ પેન્શન આપવામાં આવે છે. આમાં સરકાર નાગરિકોને 1000 રૂપિયાથી લઇને 5000 રૂપિયા સુધીની રકમ દર મહિને આપે છે. 18 થી 40 વર્ષની ઉંમરના કોઇપણ ભારતીય નાગરિક ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રાના કામદાર શ્રમિક આ યોજનામા રોકાણ કરીને પેન્સનનો લાભ ઉઠાવી શકે છે. પેન્શન કોષ નિયામક તથા વિકાસ પ્રાધિકરણ તરફથી આ યોજનાનુ સંચાલન કરવામા આવે છે.
પેન્શન યોજનામાં રોકાણ વિશે -
આ સ્કીમમાં નાગરિકોને દર મહિને પ્રીમિયમની રકમ આપવાની હોય છે. જો આવેદકની ઉંમર 18 વર્ષ છે તો દર મહિને 210 રૂપિયાનુ પ્રીમિયમ આપવુ પડશે. આ ઉપરાંત દર મહિને 1000 રૂપિયા પેન્શન મેળવવા માટે 18 વર્ષની ઉંમરમાં માત્ર 42 રૂપિયા આપવા પડશે.
જો કોઇ કારણથી નાગરિકનુ મૃત્યુ 60 વર્ષની ઉંમરથી પહેલા થઇ જાય છે, તો આ અટલ પેન્શન યોજનાના પૈસા નાગરિકના નામાંકિત નાગરિકને આપવામાં આવશે.
કઇ રીતે ફરી શકાશે ફોર્મ -
અટલ પેન્શન યોજનામાં પોતાનુ એકાઉન્ટ ખોલાવવા માટે, તમારે જે બેન્કમાં તમારુ સેવિંગ એકાઉન્ટ છે, ત્યાં જઇને APY રજિસ્ટ્રેશન ફોર્મ ભરવુ પડશે. આની સાથે જ આધાર અને મોબાઇલ નંબર પણ આપવો પડશે. આ પછી તે જ બેન્કમાં તમારુ ઇન્સ્ટૉલમેન્ટ દર મહિને ઓટોમેટિક કપાઇ જશે.
આમાં તમે મન્થલી, ત્રિમાસિક અને છમાસિક રોકાણ કરી શકો છો. તમારે 42 વર્ષની ઉંમર સુધી રોકાણ કરવુ પડશે. ત્યારબાદ 42 વર્ષમાં તમારુ કુલ રોકાણ 1.04 લાખ રૂપિયા હશે અને 60 વર્ષ બાદ તમને મન્થલી 5000 રૂપિયા પેન્શન મળશે.
ઇન્કમ ટેક્ષમાં પણ થશે ફાયદો -
આ સ્કીમમાં એક સભ્યના નામે માત્ર એક જ ખાતુ ઓપન થશે. ઇન્કમ ટેક્સના સેક્શન 80CCD અંતર્ગત આમાં ટેક્સ છૂટનો ફાયદો મળે છે. શરૂના 5 વર્ષ સરકાર તરફથી પણ યોગદાન રકમ આપવામાં આવશે.
આ પણ વાંચો.......
Astro:નિ:સંતાન દંપતી આ જ્યોતિષી ઉપાય કરીને કરી શકે છે કુંડલીના દોષ દૂર, જાણી લો ઉપાય
Jan Samarth Portal: જન સમર્થ પોર્ટલ શું છે અને તે તમને કેવી રીતે મદદ કરે છે, જાણો સરકારની પહેલ
Vastu Tips: વાસ્તુ અનુસાર આ નિયમથી સાવરણીને આ રીતે રાખવાથી કયારેય નથી થતી સમૃદ્ધિમાં કમી
Aaj nu panchag: કન્યા રાશિમાં ચંદ્રનું ગોચર, આ છે આજની તિથિ, નક્ષત્ર અને રાહુકાલ
સાવધાન! કોરોનાએ ફરી ઉંચક્યું માથું, અમદાવાદમાં 94 દિવસ બાદ 48 કેસ નોંધાયા, અઠવાડિયામાં 265 કેસ
Gujarat Monsoon : ગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદ, બોટાદના બરવાળામાં એક ઇંચથી વધુ વરસાદ