(Source: ECI/ABP News/ABP Majha)
મીડિયાએ બજેટમાં કર્યો બફાટ, આ ટેકસ ઘટાડ્યો હોવાના સમાચાર ચલાવાતાં મોદી સરકારે શું કરવી પડી સ્પષ્ટતા ?
1લી ફેબ્રુઆરીના રોજ નિર્મલા સીતરમણે કેન્દ્રિય સામાન્ય બજેટ રજૂ કર્યું હતું.
નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટ 2022-23માં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડા અંગે ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. વાસ્તવિકતા એ છે કે સહકારી સંસ્થાઓ માટે AMT 18.5% થી ઘટાડીને 15% કરવામાં આવ્યો છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ કોર્પોરેટ ટેક્સ કાપના સમાચારને ખોટા ગણાવ્યા છે.
PIB દ્વારા શેર કરવામાં આવેલા સ્ક્રીનશોટમાં જોઈ શકીએ છીએ કે બજેટની રજૂઆત દરમિયાન NDTV એ સ્ક્રીન પર કેવી રીતે ચલાવ્યું હતું કે કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો છે, જે ખોટા સમાચાર છે. હકીકતમાં, સરકારે સહકારી મંડળીઓ માટે વૈકલ્પિક લઘુત્તમ કર દર હાલના 18.5 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
Fake news is being spread about reduction of Corporate tax in the Budget. #PIBFactCheck
▶️ Government has proposed to reduce the Alternate Minimum Tax rate for co-operative societies to 15% from the current 18.5%. pic.twitter.com/FVvUjU2zaD— PIB Fact Check (@PIBFactCheck) February 1, 2022
PIB ફેક્ટ ચેક શું છે?
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
CBSEની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 4 મેથી શરૂ થશે ? જાણો મોદી સરકારે શું કહ્યું ?
CBSE Board Exam: કોરોના વાયરસની મહામારી દરમિયાન જો કોઈને સૌથી વધુ તકલીફ થઈ હોય તો તે વિદ્યાર્થી છે. મોટાભાગના સમય માટે શાળાઓ બંધ હોવાને કારણે, લાંબા સમયથી ઓનલાઈન વર્ગો અને પરીક્ષાઓ હોય કે ન હોવાને કારણે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં, સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક સૂચના ખૂબ જ ઝડપથી ફરતી થઈ રહી છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) 4 મે, 2022થી 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓ લેવા જઈ રહી છે.
હાલમાં, આ સૂચના અફવા સિવાય બીજું કંઈ નથી. PIB ફેક્ટ ચેક દ્વારા આ વાતનો ખુલાસો થયો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 4 મે, 2022થી 10મી અને 12મી બોર્ડની પરીક્ષાઓ હોવાનો દાવો કરી રહેલા સોશિયલ મીડિયા માધ્યમો ફેસબુક, વોટ્સએપ અને ટ્વિટર પર શેર કરવામાં આવી રહેલી CBSEની સૂચના સંપૂર્ણપણે નકલી છે.
હાલમાં, PIB ફેક્ટ ચેકના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી એક ટ્વિટ કરવામાં આવી છે, જેમાં તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલા CBSE નોટિફિકેશનનો સ્ક્રીનશોટ પણ જોઈ શકો છો. જેને શેર કરીને PIB ફેક્ટ ચેક દ્વારા કેપ્શનમાં જણાવવામાં આવ્યું છે કે 'CBSEના નામે જારી કરાયેલ નોટિફિકેશનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 4 મે, 2022થી શરૂ થશે. હાલ માટે, આ દાવો નકલી છે. CBSEએ આવી કોઈ સૂચના બહાર પાડી નથી.