શોધખોળ કરો

FASTag નો નિયમ બદલાયો, હવે Toll Plaza પર નહીં લાગે લાંબી લાઇનો, RBIની નવી ગાઇડલાઇન

New FASTag Rules: ફાસ્ટેગના નિયમોને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. લોકોની સુવિધા માટે ભારતીય રિઝર્વ બેંકે ફાસ્ટેગ એકાઉન્ટને ઈ-મેન્ડેટ ફ્રેમવર્કમાં સામેલ કર્યું છે

New FASTag Rules: ફાસ્ટેગના નિયમોને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. લોકોની સુવિધા માટે ભારતીય રિઝર્વ બેંકે ફાસ્ટેગ એકાઉન્ટને ઈ-મેન્ડેટ ફ્રેમવર્કમાં સામેલ કર્યું છે. આ સાથે લોકોને હવે તેમના ફાસ્ટેગ ખાતામાં પૈસા ખતમ થઈ જશે તો પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં, કારણ કે ફાસ્ટેગ ખાતામાં પૈસા તમારા બેંક ખાતામાંથી આપમેળે ટ્રાન્સફર થઈ જશે.

શું છે ફાસ્ટેગનો નવો નિયમ ? 
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવાર, 22 જાન્યુઆરીએ ઈ-મેન્ડેટ ફ્રેમવર્કમાં કેટલાક ફેરફારો કર્યા છે. આ ફેરફાર સાથે ફાસ્ટેગ અને નેશનલ કૉમન મૉબિલિટી કાર્ડ (NCMC)માં ઓટોમેટિક રિચાર્જનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ આ ઈ-મેન્ડેટ ફ્રેમવર્કમાં આપવામાં આવ્યો છે, યૂઝરને જે એકાઉન્ટમાંથી ફાસ્ટેગ એકાઉન્ટમાં પૈસા ઉમેરવામાં આવશે તેના માટે 24 કલાક પહેલા નોટિફિકેશન મળશે. આ પછી જ ગ્રાહકના ખાતામાંથી પૈસા કપાશે.

આ નવા નિયમ હેઠળ તમારે તમારા ફાસ્ટેગ એકાઉન્ટમાં રકમની ન્યૂનતમ મર્યાદા નક્કી કરવી પડશે. તમે આ મર્યાદા પર પહોંચતા જ તમારા બેંક ખાતામાંથી પૈસા કપાઈ જશે અને તમારા ફાસ્ટેગ એકાઉન્ટમાં આપોઆપ ઉમેરાઈ જશે. આ સાથે રિચાર્જ ન કરાવ્યા પછી પણ લોકોના ફાસ્ટેગ એકાઉન્ટમાં પૈસા રહેશે.

ટોલ પ્લાઝા પર નહીં લાગે લાંબી લાઇનો 
જે લોકો ટોલ પ્લાઝા પર પહોંચ્યા પછી તેમના ફાસ્ટેગ એકાઉન્ટમાં પૈસા ન હતા અથવા તે લોકો રિચાર્જ કરવાનું ભૂલી ગયા હતા, તો તેઓએ પૈસા ભરવા માટે ટૉલ પ્લાઝા પર કતારમાં ઉભા રહેવું પડ્યું હતું. પરંતુ હવે આરબીઆઈના આ નવા ફાસ્ટેગ નિયમને કારણે લોકોને આ સમસ્યામાંથી રાહત મળશે. આ સાથે યુઝરને ફાસ્ટેગ એકાઉન્ટ રિચાર્જ કરવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળી છે.

KYC કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 
અગાઉ પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા એક નવું અપડેટ જાહેર કરવામાં આવ્યું હતું. આ નિયમ હેઠળ, જો કોઈ ફાસ્ટેગ યૂઝર્સ તેના ખાતામાં પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી છે, તો તેણે તેનું એકાઉન્ટ બદલવું પડશે.

આ સિવાય જો કોઈ ફાસ્ટેગ યૂઝર પોતાના ખાતામાં ત્રણ વર્ષ પૂરા કરી લે છે, તો તેણે ફરીથી KYC કરાવવું પડશે. જો આમ નહીં કરવામાં આવે તો યૂઝરનું એકાઉન્ટ બ્લેકલિસ્ટ કરવામાં આવશે. સરકારે 31મી ઓક્ટોબર સુધી KYC કરાવવાની સમયમર્યાદા નક્કી કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Punjab bandh: ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, બસ-ટ્રેન સેવા રહેશે પ્રભાવિત
Punjab bandh: ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, બસ-ટ્રેન સેવા રહેશે પ્રભાવિત
EPFO Rules: નવા વર્ષમાં બદલાઇ જશે EPF સંબંધિત અનેક નિયમો, સભ્યોને મળી મોટી રાહત
EPFO Rules: નવા વર્ષમાં બદલાઇ જશે EPF સંબંધિત અનેક નિયમો, સભ્યોને મળી મોટી રાહત
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
Car Insurance Tips: કાર માટે ઇન્શ્યોરન્સ કેમ હોય છે જરૂરી, એડ ઓનથી શું થાય છે ફાયદાઓ?
Car Insurance Tips: કાર માટે ઇન્શ્યોરન્સ કેમ હોય છે જરૂરી, એડ ઓનથી શું થાય છે ફાયદાઓ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધ્યેય સત્તાનો કે સેવાનો?Hun To Bolish : હું તો બોલીશ : ICUમાં આરોગ્ય કેન્દ્રJetpur Pipeline Project: જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટને લઈ પોરબંદરમાં જોરદાર આક્રોશRetired Brigadier Nirav Raizada: ગુજરાતને ગૌરવ અપાવનાર નિવૃત્ત બ્રિગેડિયર રાયજાદાનું કેશોદમાં ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Punjab bandh: ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, બસ-ટ્રેન સેવા રહેશે પ્રભાવિત
Punjab bandh: ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, બસ-ટ્રેન સેવા રહેશે પ્રભાવિત
EPFO Rules: નવા વર્ષમાં બદલાઇ જશે EPF સંબંધિત અનેક નિયમો, સભ્યોને મળી મોટી રાહત
EPFO Rules: નવા વર્ષમાં બદલાઇ જશે EPF સંબંધિત અનેક નિયમો, સભ્યોને મળી મોટી રાહત
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
Car Insurance Tips: કાર માટે ઇન્શ્યોરન્સ કેમ હોય છે જરૂરી, એડ ઓનથી શું થાય છે ફાયદાઓ?
Car Insurance Tips: કાર માટે ઇન્શ્યોરન્સ કેમ હોય છે જરૂરી, એડ ઓનથી શું થાય છે ફાયદાઓ?
Jimmy Carter: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરનું નિધન, 100 વર્ષની ઉંમરમાં લીધા અંતિમ શ્વાસ
Jimmy Carter: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરનું નિધન, 100 વર્ષની ઉંમરમાં લીધા અંતિમ શ્વાસ
Sim Cards: તમારા આધાર નંબર પર કેટલા સિમ કાર્ડ છે એક્ટિવ, આ રીતે કરી શકશો ચેક
Sim Cards: તમારા આધાર નંબર પર કેટલા સિમ કાર્ડ છે એક્ટિવ, આ રીતે કરી શકશો ચેક
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
Embed widget