FD Rates Hikes: બે મોટી ખાનગી બેંકોના ગ્રાહકો માટે સારા સમાચાર! FDના વ્યાજ દરમાં થયો વધારો, જાણો કેટલો ફાયદો થશે
બેંક તેના ગ્રાહકોને 7 દિવસથી 10 વર્ષ સુધીની FD પર 3.25 ટકાથી 6.75 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે. આ નવા દર ગઈકાલથી એટલે કે 10 ઓગસ્ટ 2022થી અમલમાં આવ્યા છે.
Fixed Deposit Rates: કોટક મહિન્દ્રા બેંક અને યસ બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર છે. બંને બેંકોએ તેમની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ પર વ્યાજ દર વધારવાનો નિર્ણય કર્યો છે. કોટક મહિન્દ્રા બેંકે તેની વિવિધ મુદતની FD પર વ્યાજ દર વધારવાનો નિર્ણય કર્યો છે. બેંકે તેની 2 કરોડથી ઓછી ડિપોઝીટ સ્કીમ પર વ્યાજ દર વધારવાનો નિર્ણય કર્યો છે. બેંક 7 થી 10 વર્ષ સુધીની FD પર 2.50 ટકાથી 5.90 ટકા સુધીનો વ્યાજ દર ઓફર કરી રહી છે. આ નવા દરો 10 ઓગસ્ટ 2022થી અમલમાં આવ્યા છે.
તે જ સમયે, દેશની અન્ય એક મોટી ખાનગી ક્ષેત્રની બેંક એટલે કે યસ બેંકે પણ તેની 2 કરોડ રૂપિયાથી ઓછીની FD પર વ્યાજ દર વધારવાનો નિર્ણય કર્યો છે. બેંક તેના ગ્રાહકોને 7 દિવસથી 10 વર્ષ સુધીની FD પર 3.25 ટકાથી 6.75 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે. આ નવા દર ગઈકાલથી એટલે કે 10 ઓગસ્ટ 2022થી અમલમાં આવ્યા છે. ચાલો જાણીએ આ નવા દરો વિશે-
કોટક મહિન્દ્રા બેંક એફડી દરો- (2 કરોડથી નીચે)
7-14 દિવસ- 2.50%
15-30 દિવસ- 2.65%
31-45 દિવસ- 3.25%
46-90 દિવસ- 3.25%
91-120 દિવસ- 3.75%
121-179 દિવસ- 3.75%
180 દિવસ - 5.00%
181-269 દિવસ - 5.00%
270 દિવસ - 5.00%
271-363 દિવસ - 5.00%
364 દિવસ-5.25%
365-389 દિવસ-5.75%
391 દિવસથી 23 મહિના - 5.85%
23 મહિના - 5.85%
23 મહિનાથી 2 વર્ષ - 5.85%
2 થી 3- 5.85%
3 થી 4- 5.90%
4 થી 5- 5.90%
5 થી 10- 5.90%
યસ બેંકના FD દર- (2 કરોડથી ઓછા)
7 થી 14 દિવસની FD - 3.25%
15 થી 45 દિવસની FD - 3.70%
46 થી 90 દિવસની FD - 4.10%
3 થી 6 મહિના - 4.75%
6 થી 9 મહિના - 5.50%
9 થી 12 મહિના - 5.75%
1 થી 18 મહિના - 6.25%
18 મહિનાથી 3 વર્ષ - 6.75%
3 થી 10 વર્ષ - 6.75%
ઘણી બેંકોએ FDના વ્યાજ દરમાં વધારો કર્યો છે
આરબીઆઈના રેપો રેટમાં વધારો થયો ત્યારથી, ઘણી બેંકોએ તેમના એફડીના વ્યાજ દરોમાં સતત વધારો કર્યો છે. RBIની 5 ઓગસ્ટે મળેલી સમીક્ષા બેઠકમાં દેશમાં વધતી જતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે તેમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ, આરબીઆઈએ મે અને જૂન મહિનામાં પણ રેપો રેટમાં વધારો કર્યો હતો. હાલમાં રેપો રેટ 5.40% છે. આરબીઆઈના આ નિર્ણય બાદથી બંધન બેંક, કેનેરા બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક જેવી ઘણી બેંકોના FD વ્યાજ દરોમાં સતત વધારો કરવામાં આવ્યો છે.