ક્ષત્રિયો મુદ્દે ભાજપના નેતાનું વિવાદિત નિવેદન, કાર્યક્રમ દરમિયાન વચ્ચે જ સ્પીચ આપતાં અટકાવાયા, થયો હોબાળો
ભાજપના નેતા જયરાજસિંહ પરમારે માણસાની એક કાલેજના કાર્યક્રમ દરમિયાન વિવાદિત નિવેદન કરતા ચાલુ કાર્યક્રમે તેમને સ્પીચ આપતા અટકાવાયાં હતા.. જાણીશું શું છે મામલો

ભાજપના નેતા જયરાજસિંહ પરમારના નિવેદનથી વિવાદ સર્જાયો છે. ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં જ જયરાજસિંહને ચાલુ પ્રવચને અટકાવ્યાં હતા. ઉલ્લેખનિય છે કે, ભારતની ગુલામી માટે ક્ષત્રિયોને જવાબદાર હોવાનું જયરાજસિંહ બોલતા માણસાના ભૂતપુર્વ રાજવીએ જયરાજસિંહને અટકાવ્યા હતા અને ઇતિહાસને ખોટી રીતે રજૂ કરતા હોવાનો પણ દાવો કર્યો હતો. માણસાના ભૂતપૂર્વ રાજવીએ આ મામલે જણાવ્યું હતું કે, જયરાજસિંહ ઇતિહાસના તથ્યના આધાર વિના બોલી રહ્યાં છે. જયરાજસિંહના આ નિવેદનનો તેમણએ વિરોધ નોંધાવ્યો હતો અને સ્ટેજ પર જ જયરાજસિંહને બોલતા અટકાવ્યાં હતા. બાદ રાજવી કાર્યક્રમ છોડી જતાં રહ્યાં હતા. આ વિવાદ બાદ કાર્યક્રમમાં હોબાળો થતાં કાર્યક્રમ જ અધવચ્ચે જ આટોપી લીધો હતો.
જયરાજસિંહે શું કર્યો બચાવ
આ મામલે જયરાજ સિંહ ખુદનો બચાવ કરતા જણાવ્યું હતું કે, “આપણે કેમ ગુલામ બન્યા હતા તે ઈતિહાસના આધારે કહ્યું હતું. મારૂ નિવેદન તમામ સમાજને સંબોધીને હતું. આપણે વહેંચાયેલા હતા એ પણ ગુલામીનું કારણ બન્યું, ક્ષત્રિય સમાજ બલિદાનો આપી ઓછો થતો રહ્યો, યુદ્ધમાં બલિદાન આપતા ક્ષત્રિય સમાજ ઓછો થયો, અંધશ્રદ્ધા અને અસ્પૃશ્યતા પણ ગુલામી માટે જવાબદાર છે, આપણે ગુલામ હતા તેનો ઈતિહાસ સાક્ષી છે. મારે કોઈ દિવસ ખુલાસા કરવા પડ્યા નથી, હું જે પણ બોલું છું તે વિચારીને જ બોલુ છું, જાહેર જીવનના વ્યકિતઓએ સત્ય બોલવું જોઈએ. મુદ્દો માત્ર ક્ષત્રિય સમાજનો નહીં તમામ સમાજનો છે. હું અંધશ્રદ્ધા સહિતના મુદ્દે બોલ્યો હતો, હું મંચ પર જીભાજોડી કરવા તૈયાર ન હતો. મને ટોકનારા ભાઈનું કહેવું હતું કે આપણે ગુલામ હતા જ નહીં. સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બધા છૂટ્ટા પડ્યા હતા પરંતુ હું કાર્યક્રમ છોડીને ગયો ન હતો.
આ પહેલા પુરુષોત્તમ રૂપાલાએ કર્યું હતું વિવાદિત નિવેદન
આ પહેલા પુરુષોત્તમ રૂપાલાએ પણ ક્ષત્રિયો મુદે વિવાદિત નિવેદન કર્યો હતું તેના બહુ ઊંડા પ્રત્યાઘાત પડ્યાં હતા. પરશોત્તમ રૂપાલાએ ચૂંટણીપ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું હતું. રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતા તેમણે ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો વાયરલ પણ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં તેઓ ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા જોવા મળે છે. તેમણે કહ્યું હતું કે, અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું, તેમણે આગળ કહ્યું હતું.તેઓ આગળ કહે છે કે, “એ સમયે મહારાજા ય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા” આ નિવેદનને લઇને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ છે અને સમાજમાં રોષ વ્યાપી ગયો હતો જો કે આ નિવેદનને લઇને તેમણે માફી માગી ચૂક્યાં છે.





















