Bachu Khabad News: મંત્રી બચુ ખાબડની વધુ એક સરકારી કાર્યક્રમમાં બાદબાકી
ગુજરાત સરકાર દ્વારા 15મી ઓગસ્ટના રાજ્યવ્યાપી ધ્વજવંદન કાર્યક્રમો માટે મંત્રીઓને સોંપવામાં આવેલી જવાબદારીઓમાં મંત્રી બચુ ખાબડનું નામ ન હોવાથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. રાજ્યના અન્ય તમામ મંત્રીઓને અલગ-અલગ જિલ્લાઓમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે એકમાત્ર બચુ ખાબડની બાદબાકી થવી ઘણા સવાલો ઊભા કરે છે.
ગુજરાત સરકાર દ્વારા 15મી ઓગસ્ટના ધ્વજવંદન કાર્યક્રમો માટે બહાર પાડવામાં આવેલી યાદીમાં મંત્રી બચુ ખાબડનું નામ સામેલ નથી. રાજ્યના તમામ મંત્રીઓને જિલ્લાવાર જવાબદારીઓ સોંપવામાં આવી છે, પરંતુ બચુ ખાબડને કોઈ પણ જિલ્લામાં ધ્વજવંદન માટે મોકલવામાં આવ્યા નથી. આ ઘટનાથી રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ છે કે આ નિર્ણય પાછળનું કારણ શું હોઈ શકે છે.















