શોધખોળ કરો
Advertisement
સતત ચોથા મહિને એક લાખ કરોડ રૂપિયાની પાર પહોંચ્યું GST કલેક્શન
નાણામંત્રાલય તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2020માં કુલ જીએસટી કલેક્શન 1,05,366 કરોડ રૂપિયા રહ્યું છે
નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના મોરચા પર કેન્દ્ર સરકારને સતત ચોથા મહિને સફળતા હાથ લાગી છે. ફેબ્રુઆરી મહિનામાં કુલ જીએસટી કલેક્શન 1.05 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. છેલ્લા વર્ષમાં સમાન સમયગાળા કરતા આઠ ટકા વધારે છે. આ અગાઉ નવેમ્બર ડિસેમ્બર 2019 અને જાન્યુઆરી 2020માં કુલ જીએસટી કલેક્શન એક લાખ કરોડ રૂપિયાથી વધારે રહ્યું હતું. જોકે. ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન જાન્યુઆરીના1.10 લાખ કરોડ રૂપિયાથી ઓછું જ રહ્યું હતું
નાણામંત્રાલય તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2020માં કુલ જીએસટી કલેક્શન 1,05,366 કરોડ રૂપિયા રહ્યું છે જેમાં સીજીએસટી 20,569 કરોડ રૂપિયા, એસજીએસટી 27,348 કરોડ રૂપિયા, આઇજીએસટી 48,503 અને સેસ 8947 કરોડ રૂપિયા રહ્યો છે.
29 ફેબ્યુઆરી સુધી જાન્યુઆરી મહિના માટે ફાઇલ કરવામા આવેલા જીએસટીઆર 3બી રિટર્નની કુલ સંખ્યા 83 લાખ રહ્યું છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે આઇજીએસટીમાંથી 22,586 કરોડ રૂપિયાના સીજીએસટી 16553 કરોડ રૂપિયાના એસજીએસટીનું રેગ્યુલર સેટલમેન્ટ કર્યુ છે. સ્થાનિક ટ્રાજેક્શન મારફતે ફેબ્રુઆરીમાં કુલ જીએસટી રેવેન્યૂ ગયા વર્ષે સમાન સમયગાળામાં 12 ટકા વધ્યું છે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement