શોધખોળ કરો

Uniform And Garments Manufacturers Fair 2022 : હૈદરાબાદમાં યોજાશે યુનિફોર્મ એન્ડ ગારમેન્ટ્સ મેન્યુફેક્ચરર્સ ફેર, 200થી વધુ યુનિફોર્મ ઉત્પાદકો લેશે ભાગ

Uniform And Garments Manufacturers Fair : આ પાંચમી આવૃત્તિ હાયટેક્સ કન્વેન્શન સેન્ટર, ઈઝ્ઝત નગર, હૈદરાબાદ, તેલંગાણામાં 7, 8, 9 ડિસેમ્બર, 2022ના રોજ યોજાશે.

Uniform And Garments Manufacturers Fair 2022 : કોવિડને કારણે બે વર્ષના પછી 5મો યુનિફોર્મ એન્ડ ગારમેન્ટ્સ મેન્યુફેક્ચરર્સ ફેર 2022 યોજાશે. સોલાપુર ગારમેન્ટ્સ મેન્યફેક્ચરર્સ એસોસિયેશન (એસજીએમએ) વતી માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરી દ્વારા તેની વિધિસર ઘોષણા કરવામાં આવી હતી. આ પાંચમી આવૃત્તિ હાયટેક્સ કન્વેન્શન સેન્ટર, ઈઝ્ઝત નગર, હૈદરાબાદ, તેલંગાણામાં 7, 8, 9 ડિસેમ્બર, 2022ના રોજ યોજાશે.

200થી વધુ યુનિફોર્મ ઉત્પાદકો લેશે ભાગ

કોવિડ-19 મહામારી પૂર્વે લાગલગાટ ચાર સફળ આવૃત્તિ પછી યુનિફોર્મ એન્ડ ગારમેન્ટ્સ મેન્યુફેક્ચરર્સ ફેર 2022ની પહેલી આવૃત્તિ 15થી વધુ દેશોમાં વિસ્તરી છે. 200થી વધુ યુનિફોર્મ ઉત્પાદકો તેમાં ભાગ લે છે. 4000 ફેબ્રિક ડિઝાઈન અને 20,000થી વધુ યુનિફોર્મની ડિઝાઈનો તેનો હિસ્સો છે. ભારતના ઉત્તમ યુનિફોર્મ અને ગારમેન્ટ સોર્સિંગ મંચ તરીકે પ્રદર્શનની ઘોષણા ભારત સરકારના એમએસએમઈ મંત્રાલય અને મહારાષ્ટ્રના ટેક્સટાઈલ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. આ પ્રદર્શનને મહાવીર ટેક્સટાઈલ્સ ગ્રુપ, સોલાપુરે ટેકો આપ્યો છે. આ પ્રદર્શન યુનિફોર્મ અને ગારમેન્ટ સોર્સિંગ માટે એક છત હેઠળનું એકમાત્ર અસલ મંચ છે.

ગડકરીએ શું કહ્યું

શોના ટીઝરના લોન્ચ પછી ઘોષણા કરતાં ગડકરીએ જણાવ્યું કે આ મેળો દેશનું અત્યંત અસલ મંચ છે. સર્વ યુનિફોર્મ ગારમેન્ટ ઉત્પાદકો, યુનિફોર્મ ફેબ્રિક ઉત્પાદકો અને યુનિફોર્મ એસેસરીઝ ઉત્પાદકો શોનો હિસ્સો રહેશે. દેશમાં આનાથી વધુ સારું કોઈ મંચ હોય તેવું મને લાગતું નથી. હું સોલાપુર ગારમેન્ટ એસોસિયેશનને યુનિફોર્મ્સ માટે સમર્પિત મંચના આ ભવ્ય શો માટે અભિનંદન આપું છું. દેશ સાથે વિશ્વનું પણ આ સૌથી વિશાળ મંચ હશે, એમ જણાવ્યું હતું.

દેશ સાથે દુનિયાભરના હિસ્સાધારકોએ આ પ્રદર્શનમાં ભાગ લેવો જોઈએ. વિવિધ અન્ય દેશના હિસ્સાધારકો પણ ભાગ લે તેની ખાતરી રાખવા માટે હું વિવિધ દેશનાં રાજદૂતાલયોને તેમના સક્રિય સહભાગ માટે પત્ર લખીશ. મને લાગે છે કે યુનિફોર્મ ક્ષેત્રમાં કામ કરતા અને ક્ષેત્રમાં પ્રવેશ કરવા માગતા બધા રિટેઈલરોએ પ્રદર્શનની મુલાકાત લેવી જોઈએ. તેમના ભાવિ નિયોજન અને પ્રગતિમાં હું તેમને મદદરૂપ થઈશ.

ગડકરીએ પાંચ વર્ષ પૂર્વે પ્રદર્શનની સંકલ્પના લાવનાર મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ટેક્સટાઈલ્સ મંત્રી સુભાષ દેશમુખની પણ સરાહના કરી હતી. તેમણે એસજીએમએને આ અજોડ પ્રદર્શન યોજવા માટે પ્રોત્સાહન આપ્યું હતું, જે યુનિફોર્મ ઉત્પાદક ઉદ્યોગ માટે મોટો આધાર સિદ્ધ થતો હોઈ સોલાપુરને યુનિફોર્મ ક્લોધિંગ માટે કેન્દ્ર બનાવે છે.

આ જાણીતી મિલો પણ થશે સહભાગી

આ પ્રદર્શનમાં યુનિફોર્મ અને ગારમેન્ટના ઉત્પાદકો, નિટ્સ અને વોવન શ્રેણીમાં યુનિફોર્મ ફેબ્રિકના ઉત્પાદકો, સ્કૂલ બેગ, બેલ્ટ, ટાઈ વગેરે જેવી એસેસરીઝ સહિત વિવિધ હિસ્સાધારકો પાસેથી સહભાગ જોવા મળ્યો હતો. સ્કૂલ યુનિફોર્મ, કોર્પોરેટ યુનિફોર્મ, વર્કવેર યુનિફોર્મ, હોસ્પિટલ યુનિફોર્મ, ઈન્ડસ્ટ્રિયલ યુનિફોર્મ, હોટેલ યુનિફોર્મ અને એસેસરીઝ સ્રોત કરવા માગતા બધાએ આ પ્રદર્શનની અચૂક મુલાકાત લેવી જોઈએ. આ પ્રદર્શનમાં મફતલાલ, એસ કુમાર, વાલજી, ક્યુમેક્સ, સ્પર્શ, શુભટેક્સ, ગંગોત્રી, સંગમ, વોકી ટોકી, પ્રાણેરા સહિત અગ્રણી મિલો પાસેથી સહભાગ જોવા મળશે.

સોલાપુર ગારમેન્ટ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ભારતને દુનિયાનું યુનિફોર્મ સોર્સિંગ કેન્દ્ર તરીકે પ્રમોટ કરવા છેલ્લાં 6 વર્ષથી પ્રયાસ કરી રહ્યું છે. અગ્રણી ઉત્પાદકો, ડીલરો અને હોલસેલરો મેળામાં ભાગ લેશે. સોલાપુરમાં બે સફળ આયોજન પછી 2019માં ત્રીજી આવૃત્તિ બેન્ગલુરુમાં અને 2020માં ચોથી આવૃત્તિ મુંબઈમાં યોજાઈ હતી.

યુનિફોર્મ્સ, ફેન્સી ગારમેન્ટ્સ અને યુનિફોર્મ ફેબ્રિક ઉત્પાદકો તેલંગાણાના હૈદરાબાદમાં પહેલી જ વાર એક છત હેઠળ તેમની પ્રોડક્ટોનું પ્રદર્શન કરશે. અમને મહારાષ્ટ્રની બહાર મેળાનું આયોજન કરવામાં ગૌરવની લાગણી થાય છે અને દેશભરમાંથી ટેક્સટાઈલ ઉદ્યોગનાં સર્વ ક્ષેત્રમાંથી પ્રતિસાદ મળે એવી ઉત્સુકતા છે, એમ તેમણે જણાવ્યું હતું.

સોલાપુર ગારમેન્ટ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના ડાયરેક્ટર વિજય ડાકલિયાએ જણાવ્યું હતું કે આ વર્ષે પ્રદર્શનકારીઓ સાથે રૂબરૂ થવા માગતા મુલાકાતી ખરીદદારોના લાભ માટે વિશેષ બીટુબી વ્યવસ્થા કરાઈ છે, પ્રદર્શનકારીઓને ગુણવત્તા વિશે માહિતગાર કરવા માટે બધી નામાંકિત મિલો દ્વારા ફેબ્રિક્સ પર વિશેષ સત્રનું આયોજન કરાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget