શોધખોળ કરો

નાણાકીય સેવાઓ માટે ફાઇનોલ્યુશનએ ગિફ્ટ સિટીમાં સ્થાપ્યું યુનિટ, MPCSએ આપી સોલ્યૂશન ફોર ઓફિસ સેટઅપની સુવિધા

29મી જુલાઈ 2022ના રોજ ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં પ્રથમ બુલિયન એક્સચેન્જનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

29મી જુલાઈ 2022ના રોજ ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં પ્રથમ બુલિયન એક્સચેન્જનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. ગિફ્ટ સિટીમાં શરૂ થયેલી નાણાકીય સંસ્થાઓ અને વિવિધ પ્લેટફોર્મ 130 કરોડ ભારતીયોને આધુનિક વૈશ્વિક અર્થતંત્ર સાથે જોડવામાં મદદ કરશે. આ વાતને ધ્યાનમાં રાખીને MPCS અને Finolutionsએ ગિફ્ટ સિટીમાં પોતાની સેવા શરૂ કરી છે. MPCS એ અમદાવાદ સ્થિત ઉત્તમ કન્સલ્ટિંગ ફર્મ છે અને ગિફ્ટ સિટીમાં તેમના યુનિટની સ્થાપના અને સંચાલન માટે કોર્પોરેટ્સને જરૂરી નાણાંકીય અને નિયમનકારી સેવાઓ માટે વન-સ્ટોપ-સોલ્યુશન પ્રદાન કરવાનો હેતુ ધરાવે છે. MPCSનું નેતૃત્વ યુવા અને અનુભવી ટીમ કરી રહી છે. તે IFSCA નોંધણી, SEZ નોંધણી, વ્યાપાર પુનઃરચના, પ્રત્યક્ષ કર, પરોક્ષ કર, વૈધાનિક અનુપાલન વગેરે જેવી સેવાઓ આપે છે.

મુંબઈ સ્થિત વેલ્થ મેનેજમેન્ટ ફર્મ, Finolutions LLP એ તાજેતરમાં ગિફ્ટ સિટીમાં કામગીરી શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય એવા વૈશ્વિક ખેલાડીઓને મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડવાનો છે. જેઓ ફાઇનાન્સિયલ સર્વિસિસ ફર્મ્સ અને AIFs કે ગિફ્ટ સિટીથી સંચાલન કરવા માગે છે. MPCS એ GIFT સિટી ખાતે Finolutions LLP ના યુનિટની સ્થાપના કરવા અને નાણાકીય સેવાઓ ના લાઇસન્સ  જેવા કે IFSC અને SEZ મેળવવા માટે ફાઇનોલ્યુશનને એન્ડ-ટુ-એન્ડ સેવાઓ પ્રદાન કરી હતી. ફાઇનોલ્યુશનના સ્થાપક અપૂર્વ વોરાએ કહ્યું કે તેઓ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય નાણાકીય કંપનીઓને ગિફ્ટ સિટીમાં લાવવા માંગે છે. ભારતમાંથી ઘણી AIFs છે અને કેટલીક વૈશ્વિક કંપનીઓ પણ છે. જેમને ડોમેનની સારી સમજ છે. પરંતુ ગો ટુ માર્કેટ, પ્રોડક્ટ ડિઝાઇન અને સ્ટ્રક્ચરિંગ તેમજ કિંમતો પર ઇનપુટ્સ અને વ્યૂહરચનાઓની માટે માર્ગદર્શનની જરૂર છે, ખાસ કરીને ક્રોસ બોર્ડર સફળતા માટે. ફાઇનોલ્યુશન સાથે મળીને MPCS કોર્પોરેટને આવા વ્યૂહાત્મક આયોજનમાં તેમ જ ગિફ્ટ સિટીમાં યુનિટ શરૂ કરવા માટે તેના અમલીકરણમાં મદદ કરશે. ફાઇનાન્સિયલ, ઇન્સ્યોરન્સ. રીઅલ એસ્ટેટ, સ્ટાર્ટ અપ સહિતના બિઝનેસને MPCS અને ફાઇનોલ્યુશન વન-સ્ટોપ-સોલ્યુશન પ્રદાન કરશે તેવો CA હર્ષ મેહતા, CA મલય ડેલીવાળા અને અપૂર્વ વોરાનો ઉદેશ્ય છે.

MPCS અને Finolutions LLP GIFT IFSCમાં બિઝનેસ યુનિટ રાખવાના લાભો અને વિશેષાધિકારો વિશે મોટા નાણાકીય કોર્પોરેટને પરિચિત કરાવે છે. ગિફ્ટ સિટી નાણાકીય કોર્પોરેટ અને રાષ્ટ્ર બંને માટે તકોની ભૂમિ છે. તે કોર્પોરેટને પુષ્કળ કર લાભો, નિયમનકારી છૂટછાટો અને વ્યવસાય કરવાની સરળતા પ્રદાન કરે છે. બીજી બાજુ, તે રોજગારીની વિશાળ તકો પણ પેદા કરશે, મોટા ખેલાડીઓ અને વિદેશી રોકાણોને આમંત્રિત કરશે, જેનાથી ભારત વૈશ્વિક નાણાકીય ખેલાડી બનશે અને તેની અર્થવ્યવસ્થામાં સુધારો થશે, જેના લીધે સાથે INR વિનિમય દરમાં પણ સુધારો થશે એ સહજ સમજી શકાય તેવી વાત છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ
SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ

વિડિઓઝ

Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Embed widget