Cyrus Mistry: અકસ્માતમાં જાણિતા ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું નિધન, જાણો કઈ લક્ઝુરીયસ કારમાં હતા સવાર
તાતા ગ્રુપના પુર્વ ચેરમેન અને શાપૂરજી પેલોનજી ગ્રુપના માલિક સાયરસ મિસ્ત્રીનું પાલઘરમાં માર્ગ અક્સમાતમાં નિધન થયું છે. આ અક્સમાત અમદાવાદ - મુંબઈ હાઈવે પર બન્યો હતો.
![Cyrus Mistry: અકસ્માતમાં જાણિતા ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું નિધન, જાણો કઈ લક્ઝુરીયસ કારમાં હતા સવાર Former chairman of Tata Sons Cyrus Mistry killed in road accident near Mumbai Cyrus Mistry: અકસ્માતમાં જાણિતા ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું નિધન, જાણો કઈ લક્ઝુરીયસ કારમાં હતા સવાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/04/f5631e52a2bfdbd4cf4c2ad1ccd8dfae1662290277608175_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Cyrus Mistry Death: તાતા ગ્રુપના પુર્વ ચેરમેન અને શાપૂરજી પેલોનજી ગ્રુપના માલિક સાયરસ મિસ્ત્રીનું પાલઘરમાં માર્ગ અક્સમાતમાં નિધન થયું છે. આ અક્સમાત અમદાવાદ - મુંબઈ હાઈવે પર બન્યો હતો. સાયરસ મિસ્ત્રી મુળ ભારતીય આઈરીશ ઈન્ડિયન ઉદ્યોગપતિ હતા.
આ લક્ઝુરિયસ ગાડીમાં સવાર હતા સાયરસ મિસ્ત્રીઃ
સાયરસ મિસ્ત્રી મર્સિડીઝ કંપનીની કારમાં સવાર હતા એ દરમિયાન તેમનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. અકસ્માત બાદ સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, મર્સિડીઝ કંપનીની કારને ભિષણ અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ મુંબઈ - અમદાવાદ નેશનલ હાઈવે પર પાલઘર નજીક આવેલી સૂર્યા નદી પરના ચારોટી બ્રિજ નજીક આ અકસ્માત થયો હતો.
Former Chairman of Tata Sons Cyrus Mistry died in a car crash at around 3pm in Maharashtra's Palghar area. A total of 4 people were there in the vehicle; two, including Cyrus Mistry, died: Palghar Police pic.twitter.com/7sE8PgPUno
— ANI (@ANI) September 4, 2022
મુંબઈમાં અભ્યાસ
સાયરસ મિસ્ત્રીએ તેમનો પ્રારંભિક અભ્યાસ મુંબઈની કેથેડ્રલ અને એન્ડ જોન કોનન સ્કૂલમાંથી કર્યો હતો. તે પછી તે સિવિલ એન્જિનિયરિંગ માટે લંડન ગયા. લંડન બિઝનેસ સ્કૂલમાંથી મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી કરી. તેમની પાસે પિતાની જેમ આયરિશ નાગરિકત્વ છે.
1991માં પિતાનો કારોબારમાં જોડાયા
સાયરસ મિસ્ત્રીએ 1991માં તેમના પિતાના કારોબાર શાપૂરજી પેલોનજી ગ્રુપમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. સાયરસ માત્ર 3 વર્ષમાં જ 1994માં શાપૂરજી પલોનજી ગ્રુપના ડાયરેકર બન્યા હતા. તેમણે પિતાની જેમ ભારતમાં અનેક મોટા રેકોર્ડ બનાવ્યા., જેમાં સૌથી ઊંચા રહેણાંક ટાવર, સૌથી લાંબા રેલવે પુલનું નિર્માણ અને સૌથી મોટા બંદરનું નિર્માણ સામેલ છે. પલોનજી ગ્રુપનો કારોબાર કપડાથી લઈ રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને બિઝનેસ ઓટોમેશન સુધી ફેલાયેલો છે. કારોબારને લઈ ગયા નવી ઊંચાઈએ સાયરસ મિસ્ત્રી બે દાયકાના કાર્યકાળમા શાપૂરજી પલોનજી એન્ડ કંપનીને કન્સ્ટ્રક્શન, ઈન્ફ્રાસ્ટ્રકચર, રિયલ એસ્ટેટ મામલે વિશ્વમાં કાઠું કાઢ્યું છે. તેમના નેતૃત્વમાં કંપનીએ મધ્ય પૂર્વ અને આફ્રિકામાં વિકાસ કર્યો. આ ગ્રુપનો કારોબાર 50 દેશોમાં ફેલાયેલો છે. તેઓ કન્સ્ટ્રક્શન ફેડરેશન ઓફ ઈન્ડિયાના સંસ્થાપક સભ્ય પણ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)