શોધખોળ કરો
Advertisement
ફોર્ચ્યુનના 40 અંડર 40 લિસ્ટમાં ઈશા અને આકાશ અંબાણીને સ્થાન, મેગેઝિને કહી આ મોટી વાત
ફોર્ચ્યુન મુજબ, ઈશા અને આકાશે જિયોને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
નવી દિલ્હીઃ ફોર્ચ્યુનના વિશ્વના પ્રભાવશાળી લોકોના લિસ્ટ ‘40 અંડર 40’માં ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને પુત્રી ઈશા અંબાણીને પણ સ્થાન મળ્યું છે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ બાયઝૂસના સંસ્થાપ બાઇઝૂ રવીંદ્રનને પણ સ્થાન મળ્યું છે.
ફોર્ચ્યુન મુજબ, ઈશા અને આકાશે જિયોને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. જિયોમાર્ટને લોન્ચ કરવામાં આકાશ અને ઈશાની મહત્વની ભૂમિરા રહી છે. મેં મહિનામાં રિલાયન્સે જિયોમાર્ટ લોન્ચ કર્યુ હતું. ભારતમાં ઝડપથી વધી રહેલા ઈ-કોમર્સ બજારમાં રિલાયન્સ હવે દિગ્ગજ એમેઝોન અને ફિલપકાર્ટને પડકાર આપી રહી છે.
આકાશ અને ઈશા બંને મુકેશ અંબાણીના જોડિયા બાળકો છે. આ બંનેએ ફેસબુક સાથે 9.99 ટકા હિસ્સા માટે 7.5 અબજ ડોલરની મેગા ડીલ સફળતાપૂર્વક કરી હતી. આ ઉપરાંત ગૂગલ, ક્વાલકોમ અને ઈન્ટેલ જેવી કંપનીઓને રિલાયન્સમાં જોડવા તથા રોકાણ પ્રાપ્ત કરવાનું કામ પણ તેમની લીડરશિપમાં થયું હતું. આકાશે બ્રાઉન યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સની ડિગ્રી લીધા બાદ 2014માં ફેમિલી બિઝનેસમાં સામેલ થયો હતો. જેના એક વર્ષ બાદ ઈશાએ જિયો જોઈન કર્યું હતું. ઈશાએ યેલ સ્ટેનફોર્ડ જેવી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.
મેગેઝીને કહ્યું, કોરોના વાયરસ મહામારીએ લોકોની કામ કરવાની અને હળવા-મળવાની રીત બદલી દીધી છે. આ સ્થિતિમાં કેટલાક લોકોએ તેમના વ્યવસાયમાં નુકસાન ગયા બાદ પણ કર્મચારીઓને સશક્ત બનાવવાની દિશામાં પગલું ભર્યુ છે.
ચાલુ વર્ષના આ લિસ્ટમાં 40 વર્ષ સુધીના 40 લોકો સામેલ કરવામાં આવ્યા છે. આ લોકોને પાંચ શ્રેણી નાણા, ટેકનોલોજી, સ્વાસ્થ્ય સેવા, સરકાર તથા રાજનીતિ અને મીડિયા તથા મનોરંજનમાંથી છે. ટેક્નોલોજીના આ લિસ્ટમાં ઈશા અંબાણી, આકાશ અંબાણી અને રવીન્દ્ર સામેલ છે. આ લિસ્ટમાં શ્યાઓમી ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર મનુ કુમાર જૈનને સામેલ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
સ્પોર્ટ્સ
Advertisement