શોધખોળ કરો
Advertisement
1 એપ્રિલથી શેરબજારમાં થશે મોટો ફેરફાર, હવે આ રીતે જ થશે ટ્રાન્ઝેક્શન, જાણો વિગતે
મુંબઈઃ જો તમે શેરબજારમાં રોકાણ કરો છો તો તમારા માટે આ સમાચાર જાણવા જરૂરી છે. 1 એપ્રિલથી લિસ્ટ કંપનીઓના શેર ટ્રાન્સફર ઇલેક્ટ્રોનિક ફોર્મમાં જ કરી શકાશે. જે રોકાણકારો પાસે ફિઝિકલ ફોર્મમાં શેર છે તેઓ રાખી શકશે.
સેબી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રોકાણકારોને તેમની પાસે રહેલા શેરોને ફિઝિકલ ફોર્મમાં રાખવા પર કોઇ પ્રતિબંધ નહીં હોય. રોકાણકાર ફિઝિકલ રાખેલા શેરોને ટ્રાન્સફર કરવા ઇચ્છે તો 1 એપ્રિલ, 2019 બાદ આવા શેરોને ડીમેટ રૂપમાં લીધા બાદ જ કરી શકાશે.
શેરોને ફરજિયાત રીતે ડિમેટ કે ઇલેક્ટ્રોનિક રૂપમાં ટ્રાન્સફરનો નિર્ણય માર્ચ, 2018માં કરવામાં આવ્યો હતો. સેબીએ ડિસેમ્બર 2018માં ઇલેકટ્રોનિક શેર ટ્રાન્સફરની સમયમર્યાદા વધારીને 1 એપ્રિલ કરી દીધી હતી. હવે સેબીએ આ સમયમર્યાદા આગળ નહીં વધારવાનો નિર્ણય કર્યો છે. સેબીનું કહેવું છે કે ડીમેટ ફોર્મમાં શેરોના ખરીદ-વેચાણથી કંપનીઓના શેરહોલ્ડિંગનો રેકોર્ડ પારદર્શી થશે . આ ઉપરાંત કંપનીઓની માલિકીને લઈ થતા વિવાદમાં પણ ઘટાડો જોવા મળશે.
પહેલા કોઇપણ કંપનીને શેર ખરીદવા પર રોકાણકારોને શેરનું સર્ટિફિકેટ આપવામાં આવતું હતું. જેને ફિઝિકલ શેર કહેવાય છે. આ પ્રક્રિયા ઓનલાઇન થતી નથી, પરંતુ ફિઝિકલ શેરને ડીમેટ ફોર્મમાં બદલવા માટે રોકાણકારોએ પહેલા એક ડીમેટ એકાઉન્ટ ખોલાવવું પડશે. ડીમેટ એકાઉન્ટ ખોલાવતી વખતે રોકાણકારોએ તેની વિવિધ જાણકારી આપવી પડશે. ડીમેટ એકાઉન્ટ ઓપન થયા બાદ દરેક શેર માટે ડીમેટ રિકવેસ્ટ ફોર્મ ભરવું પડશે. જે બાદ ફિઝિકલ શેર ડીમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે.
લોકસભા ચૂંટણીઃ સુરત બેઠક પર શરૂ થયું પોસ્ટર વોર, જાણો વિગત
‘પ્રિયંકા ગાંધી પહેલા માર્કેટમાં આવી હોત તો તેને મારી ફિલ્મમાં હીરોઇન બનાવી દેત’, જાણો કોણે આપ્યું આવું વિવાદાસ્પદ નિવેદન
IPL 2019: કોલકાતા-પંજાબની મેચમાં બોલરની ભૂલ ન હોવા છતાં એમ્પાયરે આપ્યો નો બોલ, જાણો શું છે મામલો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement