Gautam Adani: FPO પછી અદાણી જૂથની વધુ એક પીછેહઠ, 10 અબજ રૂપિયા એકત્ર કરવાની યોજના માંડી વાળી
ગૌતમ અદાણીની (Gautam Adani) ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના (Adani Enterprises) શેરમાં એક સપ્તાહમાં 46 ટકાથી વધુનો ઘટાડો થયો છે.
Gautam Adani News: અદાણી ગ્રુપની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હિન્ડેનબર્ગના રિપોર્ટ પછી 20 હજાર કરોડનો પહેલો FPO રદ કરવામાં આવ્યો હતો અને નવીનતમ અપડેટ અનુસાર, 10 અબજ રૂપિયા ($ 122 મિલિયન)ના બોન્ડ પણ રદ કરવામાં આવ્યા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, બજારમાં ભારે નુકસાન બાદ કંપનીએ બોન્ડ પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે.
બ્લૂમબર્ગે તેના ડિસેમ્બરના અહેવાલમાં જણાવ્યું હતું કે ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની ફ્લેગશિપ ફર્મે જાન્યુઆરીમાં જાહેર નોટ જારી કરવાની યોજના બનાવી હતી, જેના માટે એડલવાઇસ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિ., એકે કેપિટલ, જેએમ ફાઇનાન્સિયલ અને ટ્રસ્ટ કેપિટલ સાથે મળીને કામ કરી રહી હતી, હવે તે રદ જાહેર કરવામાં આવી છે.
અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં તીવ્ર ઘટાડો
ગૌતમ અદાણીની (Gautam Adani) ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના (Adani Enterprises) શેરમાં એક સપ્તાહમાં 46 ટકાથી વધુનો ઘટાડો થયો છે. શુક્રવારે જ તેનો સ્ટોક 35 ટકા ઘટ્યો હતો. જોકે, બાદમાં કંપની રિકવર થઈ અને તે રૂ. 1,531 પર બંધ થયો. અદાણી ગ્રૂપ મેટ્રકેટ કેપમાં (Adani Group Matrket Cap) પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. તે 24 જાન્યુઆરીના રોજ 19.4 લાખ કરોડ રૂપિયા હતો જે શુક્રવારે ઘટીને 9.4 લાખ કરોડ રૂપિયા પર આવી ગયો હતો.
હિંડનબર્ગે શું આરોપ લગાવ્યો
અમેરિકાની શોર્ટ સેલર ફર્મે અદાણી ગ્રુપ પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે અદાણી ગ્રુપ પર ઘણું દેવું છે. આ સાથે ગૌતમ અદાણીની મોટાભાગની કંપનીઓના શેર 85 ટકા ઓવરવેલ્યુડ છે. આ રિપોર્ટ આવ્યા બાદ શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં ભારે ઘટાડા બાદ તેની કિંમત FPO કિંમતથી નીચે ગઈ હતી, જેને જોતા અદાણી ગ્રુપે 20 હજાર કરોડના FPO પાછા ખેંચી લીધા હતા.
ગૌતમ અદાણી ટોપ 20માંથી બહાર
વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં એક સમયે બીજા અને ત્રીજા સ્થાને રહેલા ગૌતમ અદાણી હવે ટોપ 20 ધનિકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ મુજબ ગૌતમ અદાણી 21મા નંબરે છે અને તેમની કુલ સંપત્તિ $59 બિલિયન છે. આ વર્ષે તેમની સંપત્તિમાં $61.6 બિલિયનનો ઘટાડો થયો છે.