શોધખોળ કરો

ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે

Ambani vs Adani: આ વર્ષના જાન્યુઆરીથી 4 જૂન દરમિયાન ગૌતમ અદાણીની સંપત્તિમાં આશરે 30.7 અરબ ડોલરનો વધારો થયો છે, જ્યારે મુકેશ અંબાણીને તે જ સમયગાળા દરમિયાન 21.9 અરબ ડોલરનું નુકસાન થયું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અદાણીએ દરરોજ ₹1897 કરોડ કમાયા, અંબાણીએ ₹1352 કરોડ ગુમાવ્યા.
  • અદાણી ફરી એશિયાના સૌથી ધનિક બન્યા, વૈશ્વિક સ્તરે ૧૯મા.
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જી રોકાણથી અદાણી સમૂહની કમાણી વધી.
  • મધ્ય પૂર્વ તણાવે અંબાણીના તેલ વ્યવસાયને અસર કરી.

Ambani vs Adani: વર્ષ 2026 અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માટે ખૂબ જ નફાકારક રહ્યું છે, જ્યારે મુકેશ અંબાણી માટે નુકસાનકારક રહ્યું છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના એક તાજા અહેવાલમાં ખુલાસો થયો છે કે આ વર્ષે ગૌતમ અદાણીએ દરરોજ સરેરાશ 1897 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બીજી તરફ, મુકેશ અંબાણીએ રોજ સરેરાશ 1352 કરોડ રૂપિયા ગુમાવ્યા છે.

અદાણી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ

દરેક દિવસે આટલી જબરદસ્ત મોટી રકમની કમાણીના જોરે ગૌતમ અદાણી એકવાર ફરી મુકેશ અંબાણીને પછાડીને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગ ઇન્ડેક્સમાં દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં તેઓ અત્યારે 19માં નંબર પર છે, જ્યારે મુકેશ અંબાણી તેમનાથી એક સ્થાન નીચે સરકીને 20માં નંબર પર આવી ગયા છે.

આ પણ વાંચો...RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?

કમાણીનું સાધન શું રહ્યું?

તાજેતરમાં જ જૂન 2026 ના અહેવાલ મુજબ, Adani Portfolio નો EBITDA (ઓપરેટિંગ પ્રોફિટ) ઓલ-ટાઇમ હાઈ 94834 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. અદાણી ગ્રુપે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન એનર્જી સેક્ટર પર ફોકસ કર્યું છે. આમાં અદાણી સમૂહનું વાર્ષિક રોકાણ 1.53 લાખ કરોડ રૂપિયા રહ્યું છે, જે કોઈ પણ ભારતીય કંપનીની સરખામણીએ સૌથી વધુ છે. આના કારણે રોકાણકારોનો ભરોસો તેમના શેરો પર સતત જળવાયેલો છે અને માર્કેટ કેપમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

અંબાણીને કેમ નુકસાન થયું?

મુકેશ અંબાણીની કમાણીનો એક મોટો હિસ્સો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી આવે છે, જે દુનિયાના સૌથી મોટા ઓઇલ રિફાઇનિંગ કોમ્પ્લેક્સનું સંચાલન કરે છે. મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં વધતા તણાવના કારણે અંબાણી સમૂહના આ બિઝનેસને અસર પહોંચી છે. આ જ કારણે વિદેશી રોકાણકારો પણ રિલાયન્સ જેવી મોટી અને નિફ્ટી-વેટેજ ધરાવતી કંપનીમાંથી પૈસા નિકાળીને બીજા શેરબજારો તરફ વળી રહ્યા છે, જેથી શેરોમાં ભારે કડાકો આવી રહ્યો છે.

જો કોઈ ક્વાર્ટરમાં (ત્રિમાસિક ગાળામાં) રિલાયન્સના પેટ્રોકેમિકલ્સ, તેલ કે રિટેલ સેક્ટરનું પ્રદર્શન બજારની અપેક્ષા મુજબ ન રહે, તો શેરની કિંમતમાં એક જ દિવસમાં 2-3% સુધીનો ઘટાડો આવી જાય છે. રિલાયન્સનું માર્કેટ કેપ ઘણું મોટું હોવાના કારણે, માત્ર 2% નો ઘટાડો પણ અંબાણીની નેટવર્થમાં હજારો કરોડ રૂપિયાનો ઘટાડો કરી દે છે.

Frequently Asked Questions

2026 માં ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીનું પ્રદર્શન કેવું રહ્યું?

2026 માં ગૌતમ અદાણી માટે ખૂબ જ નફાકારક રહ્યું, જ્યારે મુકેશ અંબાણી માટે નુકસાનકારક રહ્યું. અદાણીએ રોજ સરેરાશ ₹1897 કરોડ કમાયા, જ્યારે અંબાણીએ ₹1352 કરોડ ગુમાવ્યા.

ગૌતમ અદાણી હાલમાં એશિયાના સૌથી અમીર વ્યક્તિઓમાં કયા સ્થાને છે?

ગૌતમ અદાણી મુકેશ અંબાણીને પછાડીને ફરીથી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. બ્લૂમબર્ગ ઇન્ડેક્સમાં તેઓ દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં 19માં નંબર પર છે.

ગૌતમ અદાણીની કમાણીનું મુખ્ય કારણ શું રહ્યું?

અદાણી પોર્ટફોલિયોનો EBITDA ઓલ-ટાઇમ હાઈ પર પહોંચ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરવાથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો અને માર્કેટ કેપમાં ઝડપથી વધારો થયો.

મુકેશ અંબાણીને નુકસાન થવા પાછળનું કારણ શું છે?

મધ્ય પૂર્વમાં વધતા તણાવથી રિલાયન્સના ઓઇલ રિફાઇનિંગ બિઝનેસને અસર થઈ. રોકાણકારો પૈસા પાછા ખેંચતા શેરના ભાવ ઘટ્યા, જે અંબાણીના નુકસાનનું કારણ બન્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget