Gold Silver Price Today : સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ
હાજર બજારનો સવાલ છે તો દિલ્હી માર્કેટમાં મંગળવારે સોનું 81 રૂપિયા ઘટીને 46976 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું.
યૂએસમાં બોન્ડ યીલ્ડમાં થોડો સુધારો થતા સોના (Gold)ની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. 15 એપ્રિલ બાદ બોન્ડ યીલ્ડ (Bond Yield) ટોચ પર પહોંચી જતા રોકાણકારો તેના તરફ વળ્યા હતા. આ જ કારણે સોનામાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ઘરેલુ માર્કેટમાં એમસીએક્સમાં સોનું 0.39 ટકા એટલે કે 186 રૂપિયા ઘટીને 47,117 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ જ્યારે સિલ્વર ફ્યૂચર 1.04 ટકા ઘટીને 69470 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ.
દિલ્હી માર્કેટમાં સોનાના ભાવમાં ઘટાડો
જ્યાં સુધી હાજર બજારનો સવાલ છે તો દિલ્હી માર્કેટમાં મંગળવારે સોનું 81 રૂપિયા ઘટીને 46976 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે. રૂપિયાની કિંમતમાં ઉછાળો આવતા સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદી (Silver) 984 રૂપિયા ઘટીને 67987 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે. અમદાવાદમાં બુધવારે હાજરમાં સોનું 47569 રૂપિયા પ્રતિ દસ ગ્રામ બોલાતું હતું. જ્યારે ગોલ્ડ ફ્યૂચર (Gold Future)ની કિંમત 47080 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહી હતી. આંતિરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડમાં 1755 ડોલર પર સપોર્ટ છે જ્યારે 1795 ડોલર પ્રતિકારક સપાટી છે. જ્યારે ઘરેલુ બજારમાં એમસીએક્સમાં સોનું 46800 રૂપિયા પર સપોર્ટ છે અને 47600 રૂપિયા પર પ્રતિકારક સપાટી છે. વૈશ્વિક બજારમાં હજારમાં સોનું 0.5 ટકા ઘટીને 1767.76 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે.
સોનાની માગમાં સુધારો નહીં
જ્યાં સુધી ભારતીય બજારમાં સોનાની માગનો સવાલ છે, કિંમત ઘટવા છતાં માગ વધી નથી રહી. કોરોનાને કારણે અનેક રાજ્યોમાં કામચલાઉ લોકડાઉન અને પ્રતિબંધોને કારણે સોનાની રિટેલ માગમાં ઘટાડો જોવા મળ્યો છે. હાલના દિવસોમાં દેશમાં સોનાની આયાતમાં વધારો થયો છે. પરંતુ જ્વેલર્સ સ્ટોરમાં જઈને સોનું ખરીદનારાઓની સંખ્યા ઘટી છે. લગ્ન અને તહેવારની સીઝન હોવા છતાં સોનાની માગમાં ઉછાળો નથી આવ્યો.
Google પર ભૂલથી પણ સર્ચ ન કરો આ વસ્તુ, થઈ શકે છે ભારે આર્થિક નુકસાન