Gold Silver Rate Today: સોના-ચાંદીમાં મંદીની ચાલ, જાણો આજના લેટેસ્ટ ભાવ
8 જુલાઈ પહેલા સતત ત્રણ દિવસ સુધી સોના અને ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી હતી.
Gold Silver Rate Today: વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુની કિંમતમાં ઘટાડાની વચ્ચે દિલ્હી ગોલ્ડ માર્કેટમાં આજે સોનાની કિંમતમાં 218 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદીની કિંમતમાં પ્રતિ કિલોગ્રામ 168 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં આજે 10 ગ્રામ સોનાની કિંમત 47 હજાર 807 રૂપિયા છે. જ્યારે 1 કિલો ચાંદી (Silver) ની કિંમત 69 હજાર રૂપિયા રહી છે.
મલ્ટી કોમોડિટી એક્સજમાં ઓગસ્ટ મહાની ડિલિવરી માટે સોના (Gold) ની કિંમત 0.45 ટકાના ઘટાડા સાથે 47807 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. બજાર નિષ્ણાંતોનું કહેવું છે કે કારોબારીઓ દ્વારા લેવાલી નીકળતા સોનાના વાયદામાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
દેશના મોટા શહેરમાં કેટલી છે કિંમત ?
દિલ્હી
22 કેરેટ સોનાનો ભાવ 47 હજાર 807 રૂપિયા પ્રતિ 10 ગ્રામ.
ચાંદીનો ભાવ 69 હજાર રૂપિયા પ્રતિ કિલો
મુંબઈ
22 કેરેટ સોનાનો ભાવ 46 હજાર 810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ.
ચાંદીનો ભાવ 69 હજાર 100 રૂપિયા પ્રતિ કિલો
ચેન્નઈ
22 કેરેટ સોનાનો ભાવ 45 હજાર 260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ.
ચાંદીનો ભાવ 73 હજાર 900 રૂપિયા પ્રતિ કિલો
કોલકાતા
22 કેરેટ સોનું 47 હજાર 370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ.
ચાંદીનો ભાવ 69 હજાર 100 રૂપિયા પ્રતિ કિલો.
જણાવીએ કે, 8 જુલાઈ પહેલા સતત ત્રણ દિવસ સુધી સોના અને ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી હતી. 9 જુલાઈના રોજ સોનાની કિંમતમાં સામાન્ય તેજી જોવા મળી અને તે 47844 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહી હતી. ચાંદી સપ્ટેમ્બર વાયદો 168 રૂપિયા એટલે કે 0.24 ટકા ઘટીને 68789 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર રહી હતી.
વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ
વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. હાજર સોનું 0.1 ટકા વધીને 1809.34 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે અમેરિકામાં સોનાનો વાયદો 0.1 ટકા ઘટીને 1809.3 ડોલ પર બંધ રહ્યો હતો. ઉપરાંત ચાંદી 0.6 ટકા વધીને 26.23 ડોલર પ્રતિ ઔંસ પર રહી, પેલેડિયમ 0.1 ટકા વધીને 2812 ડોલર અને પ્લેટિનમ 0.1 ટકા ઘટીને 1102.50 ડોલર પ્રતિ ઔંસ રહ્યા હતા.