Gold Silver Price Today: સોના ફરી મોંઘુ થવાનું શરૂ, ચાંદીમાં મંદી, જાણો આજના લેટેસ્ટ ભાવ
ભારતમાં હાલમાં સોનાની માગમાં ઉછાળો આવી શેક છે. ઘરેલુ માર્કેટમાં તહેવાર અને લગ્નની સીઝનને કારણે સોનાની કિંમતમાં ઉછાળો આવી શેક છે.
અમેરિકામાં 2 ટ્રિલિયન ડોલરના સ્ટિમુયલસ પેકેજની ધારણા વધવાથી મોંઘવારી વધાની ચિંતા વધી ઈ છે. માટે સોના (Gold)માં ફરી રોકાણ આવી રહ્યું છે. આ જ કારણે ગુરુવારે વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે. તેની અસર ઘરેલુ બજાર પર પણ જોવા મળી છે. એમસેક્સ પર સોનું 0.11 ટકા ઉછળીને 44984 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું જ્યારે ચાંદી (Silver)માં 0.31 ટકાનો ઘટાડો આવ્યો અને તે ઘટીને 63617 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ.
વૈશ્વિક બજારમાં સોના પર દબાણ
વૈશ્વિક બજારમાં સોનાના ભાવો પર જેની અસર જોવા મળી રહી છે તેમાં અમેરિકાની અર્થવ્યવસ્થામાં સ્ટિમ્યુલસ પેકેજની વધતી આશા, કોરોના રસીકરણની ગતિ, બોન્ડ યીલ્ડમાં ઉછાળો અને ગોલ્ડ ઈટીએફમાં રોકાણ ન આવતા અને ડોલર નબળો પડવાનું સામેલ છે. તેની અસર ઘરેલુ બજારમાં પણ જોવા મળી રહી છે. જોકે ભારતમાં હાલમાં સોનાની માગમાં ઉછાળો આવી શેક છે. ઘરેલુ માર્કેટમાં તહેવાર અને લગ્નની સીઝનને કારણે સોનાની કિંમતમાં ઉછાળો આવી શેક છે.
દિલ્હી માર્કેટમાં સોનામાં સામાન્ય ઘટાડો
દિલ્હી માર્કેટમાં બુધવારે સોનાની કિંમતમાં 49 રૂપિયાનો ઘટાડો આવ્યો હતો અ તે 43925 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું હતું. ચાંદીમાં પણ 331 રૂપિયાનો ઘટાડો આવ્યો અને તે 62441 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ. અમદાવાદમાં હાજરમાં સોનું 43994 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાઈ રહ્યું છે જ્યારે ગોલ્ડ ફ્યૂચર 44637 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાઈ રહી છે. બુધવારે વૈશ્વિક બજારમાં સોનું 0.2 ટકા વધીને 1710.28 ડોલર પ્રતિ ઔંસ પર વેચાઈ રહ્યું છે. જ્યારે ગોલ્ડ ફ્યૂચર 1709.80 પ્રતિ ઔંસ પર વેચાઈ રહ્યું છે. જ્યારે ચાંદી 0.1 ટકાના ઘટાડા સાથે 24.36 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. ચાંદી 0.1 ટકા ઘટીને 24.36 ડોલર પ્રતિ ઔંસ પર વેચાઈ રહી છે.
FD Interest Rates: એફડી કરાવવી છે તો જાણો પોસ્ટ ઓફિસ કે બેંક, ક્યાં ઓછા સમયમાં તમારા રૂપિયા ડબલ થશે