શોધખોળ કરો

Gold Prices: સોનાએ લગાવી મોટી છલાંગ, એક દિવસમાં તોડ્યો મહિનાનો રેકોર્ડ

થોડા દિવસો બાદ સોનાએ ફરી લાંબી છલાંગ લગાવી હતી. મંગળવારે સોનાએ રેકોર્ડબ્રેક ઉછાળો માર્યો હતો

Gold and Silver: નાણા પ્રધાન નિર્મલા સીતારમણના બજેટ 2024 રજૂ થયા પછી સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. જેના કારણે સોનું ખરીદવા માંગતા લોકોને લાગ્યું હતું કે હવે ગોલ્ડ ખરીદવાનો યોગ્ય સમય છે. પરંતુ થોડા દિવસો બાદ સોનાએ ફરી લાંબી છલાંગ લગાવી હતી. મંગળવારે સોનાએ રેકોર્ડબ્રેક ઉછાળો માર્યો હતો અને એક જ દિવસમાં 1400 રૂપિયાનો વધારો થયો હતો. સોનામાં એક મહિનામાં સૌથી વધુ વધારો નોંધાયો છે. ચાંદીના ભાવમાં પણ 3100 રૂપિયાનો જંગી વધારો નોંધાયો છે.

સોનાના ભાવમાં 1400 અને ચાંદીમાં 3150નો વધારો થયો

વૈશ્વિક માંગને કારણે મંગળવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 1400 રૂપિયા વધીને 74,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. શુક્રવારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 72,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ પણ 3,150 વધીને 87,150 રૂપિયા પ્રતિ કિલોએ બંધ રહ્યો હતો, જ્યારે તેનો અગાઉનો બંધ ભાવ 84,000 પ્રતિ કિલો હતો.

ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત બાદ કિંમતો સતત ઘટી રહી હતી

નાણાંકીય વર્ષ 2024-25ના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સોના પરની આયાત ડ્યૂટી ઘટાડવાની જાહેરાત બાદ ગોલ્ડની કિંમતો સતત ઘટી રહી હતી. 23 જૂલાઈએ સોનાની કિંમત 3,350 રૂપિયા ઘટીને 72,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. દરમિયાન દિલ્હીમાં, 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધતાનું સોનું તેના અગાઉના બંધ ભાવની સરખામણીએ 1,400 રૂપિયા વધીને 74,150 અને 73,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

જ્વેલર્સની વધતી જતી માંગને કારણે વધારો જોવા મળી રહ્યો છે.

સ્થાનિક જ્વેલર્સની વધતી માંગ સાથે વૈશ્વિક મજબૂત વલણને કારણે સોનાના ભાવમાં વધારો થવાનું કારણ વેપારીઓએ જણાવ્યું હતું. વૈશ્વિક સ્તરે સોનું 18.80 ડોલર પ્રતિ ઔંસ વધીને 2,560.10 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમત પણ વધીને 30.19 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે.                                                                  

આ પણ વાંચોઃ

હવે એકાઉન્ટ વગર થશે પેમેન્ટ, UPIમાં થયો આ મોટો ફેરફાર, માત્ર આ લોકોને મળવાનો છે લાભ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget