શોધખોળ કરો
Advertisement
સોનું મોઘું થતા જ્વેલર્સે અપનાવી નવી રણનીતિ, હવે 14 અને 18 કેરેટના આભૂષણના વેચાણ.....
ચીન અને અમેરિકાની વચ્ચે તણાવની અસર પણ સોનાની કિંમત પર જોવા મળી શકે છે. વિતેલા વર્ષે ગોલ્ડમાં ભારે ઉછાળો આવ્યા બાદ ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ ત્યાર બાદ ફરીથી ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
સોનાની કિંમત સતત વધવાને કારણે સામાન્ય લોકો ખરીદી કરવાથી દૂર ભાગી રહ્યા છે. વિતેલા વર્ષે સોનાની કિંમતમાં 30 ટકાનો ઉછાળો આવ્યો અને તેની અસર આભૂષણોની કિંમત પર પણ જોવા મળી છે. જ્વેલરીની માગ ઘટવાથી જ્વેલર્સે ડિજિટલ ગોલ્ડ કારોબારને પ્રોત્સાહન આપવાથી લઈને વેચાણની નવી નવી રણનીતિ પણ અજમાવી રહ્યા છે. પરંતુ વૈશ્વિક અને ઘરેલુ અર્થવ્યવસ્થામાં સંકટ રહેવાને કારણે સોનાની કિંમતમાં ઘટાડાની કોઈ શક્યતા દેખાતી નથી. સોનાનો ભાવ વધારો રોકાણકારો માટે ચોક્કસ સારો છે પરંતુ જ્વેલરી ખરીદનારાઓ માટે મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે.
આભૂષણોની માગ ઘટવાથી જ્વેલર્સ પરેશાન
આભૂષણોની માગ ઘટવાથી પરેશાન જ્વેલર્સ આ સમસ્યાનો સામનો કરવા માટે નવી નવી રણનીતિ અપનાવી રહ્યા છે. જ્વેલર્સને લાગે છે કે આગામી વર્ષે પણ સોનાની કિંમતમાં ઉછાળો આવશે. માટે સામાન્ય ગ્રાહકો માટે આભૂષણો પણ મોંઘા થશે. એવામાં જ્વેલર્સ હવે 22 કેરેટની જગ્યાએ 14 અને 18 કેરેટના સોના અને ડાયમંડ લાગેલ ગોલ્ડ જ્વેલરીને પ્રમોટ કરી રહ્યા છે. વિતેલા વર્ષે ઓગસ્ટ (2020)માં સોનું 56 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું હતું.
રસીકરણી સફળતા પર નજર
વિશ્લેષકોના એક વર્ગનું કહેવું છે કે, જો કોરાના રસીકરણ યોગ્ય રીતે નહીં થાય અને વૈશ્વિક અર્થવ્યવસ્થાની સ્થઇતિ આવી જ નબળી રહી તો સોનું 65 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પણ આવી શેક છે. ચીન અને અમેરિકાની વચ્ચે તણાવની અસર પણ સોનાની કિંમત પર જોવા મળી શકે છે. વિતેલા વર્ષે ગોલ્ડમાં ભારે ઉછાળો આવ્યા બાદ ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ ત્યાર બાદ ફરીથી ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ઘણાં વિશ્લેષકોનું માનવું છે કે, સોનામાં આગળ પણ તેજી જોવા મળી શકે છે અને વર્ષના મધ્ય સુધીમાં કિંમતમાં 25 ટકા જેટલો વધારો જોવા મળી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion