શોધખોળ કરો

ટોઇલેટ સીટ પર 10 મિનિટથી વધુ કેમ ના બેસવું જોઇએ?, નિષ્ણાંતોએ આપી ચેતવણી

નિષ્ણાતોના મતે, વ્યક્તિએ 10 મિનિટથી વધુ સમય સુધી ટોઇલેટ સીટ પર ન બેસવું જોઈએ.

મોટાભાગના લોકો ટોઇલેટમાં જઇને ફોનનો ઉપયોગ કરે છે અથવા અખબાર વાંચતા હોય છે. વિશ્વમાં આવા ઘણા લોકો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી આ આદત તમને ઘણી બીમારીઓના શિકાર બનાવી શકે છે. નિષ્ણાતોના મતે, વ્યક્તિએ 10 મિનિટથી વધુ સમય સુધી ટોઇલેટ સીટ પર ન બેસવું જોઈએ.

યુનિવર્સિટી ઓફ ટેક્સાસ સાઉથવેસ્ટર્ન મેડિકલ સેન્ટરના કોલોરેક્ટલ સર્જન ડૉક્ટર લાઈ ઝૂએ જણાવ્યું હતું કે આ આદત હેમોરહોઇડ્સ અને નબળા પેલ્વિક સ્નાયુઓનું જોખમ વધારે છે. ડૉક્ટરે કહ્યું કે જ્યારે દર્દીઓ મારી પાસે ફરિયાદ લઈને આવે છે, ત્યારે તેમના બીમાર થવાનું મુખ્ય કારણ ટોઇલેટ સીટ પર વધુ સમય સુધી બેસી રહેવાનું હોય છે.

વધુ સમય સુધી બેસી રહેવાથી ખતરનાક બીમારીઓ થઈ શકે છે

સ્ટોની બ્રુક મેડિસિનમાં મેડિસિનના આસિસ્ટન્ટ પ્રોફેસર અને ઈન્ફ્લેમેટરી બાઉલ ડિસીઝ સેન્ટરના ડાયરેક્ટર ડૉક્ટર ફરાહ મોંઝૂરે ભાર મૂક્યો હતો કે લોકોએ ટોઈલેટમાં 5 થી 10 મિનિટથી વધુ સમય પસાર કરવો જોઈએ નહીં. ફરાહે વધુમાં કહ્યું કે લાંબા સમય સુધી બેસી રહેવાથી પેલ્વિક એરિયા પર વધુ દબાણ આવે છે, જેનાથી એનલના સ્નાયુઓ નબળા પડવા અને પેલ્વિક ફ્લોર ડિસફંક્શન જેવી બીમારીઓ થઈ શકે છે.

ટોઇલેટ સીટ ઓવલ શેપની હોય છે જેના કારણે બટ કમ્પ્રેસ થઈ જાય છે અને રેક્ટમની પોઝિશન ખૂબ નીચી થઈ જાય છે. ગ્રેવિટી શરીરના નીચેના ભાગને નીચેની તરફ ખેંચે છે. જેનાથી નસો પર દબાણ આવે છે. "આ એક તરફી વાલ્વ બની જાય છે જ્યાં બ્લડ આવે છે પરંતુ બ્લડ પાછું થઇ શકતું નથી. તેના કારણે એનસ અને લોઅર રેક્ટમની આસપાસની નસો અને રક્તવાહિનીઓ મોટી થઈ જાય છે અને લોહીથી ભરાઈ જાય છે.  

બળપૂર્વકના દબાણને કારણે જોખમ

મોંઝૂરે કહ્યું કે જોરદાર દબાણ લગાવવાથી પાઈલ્સનું જોખમ વધી જાય છે.  ટોઇલેટમાં પોતાના ફોનનો વધુ પડતો ઉપયોગ કરનારા લોકોને સમયનો ખ્યાલ રહેતો નથી બેસીને તેમના સ્નાયુઓ પર દબાણ લાવે છે. ડૉ. લાઇ ઝૂએ કહ્યું, "આજકાલ આપણે ટોઇલેટ સીટ પર વધુ સમય વિતાવતા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો જોઈ રહ્યા છીએ અને આ એનોરેક્ટલ ઓર્ગન્સ અને પેલ્વિક ફ્લોર માટે ખૂબ જ અનિચ્છનીય છે."

ટોઇલેટ સીટ પર વધુ સમય પસાર કરવાથી બચવા માટે કેલિફોર્નિયામાં સિટી ઓફ હોપ ઓરેન્જ કાઉન્ટીના ઇન્ટરવેન્શનલ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. લાન્સ ઉરાદોમોના ફોન, મેગેઝિન અને પુસ્તકોને બાથરૂમની બહાર રાખવાની ભલામણ કરી છે. મોંઝૂરે કહ્યું કે તમે લાંબા સમય સુધી ત્યાં બેસશો એવું માનીને વોશરૂમ ન જાવ.

આંતરડાની હિલચાલ કરે છે પરેશાન

ડૉ. લાઈ ઝૂએ સલાહ આપી કે જો તમે દરરોજ આંતરડાની હિલચાલથી પરેશાન છો, તો 10 મિનિટ ચાલો. હાઇડ્રેટિંગ અને ફાઇબરયુક્ત ખોરાક ખાવાની પણ સલાહ આપવામાં આવે છે કારણ કે ફાઇબરયુક્ત ખોરાક પાચનમાં મદદ કરે છે. ક્યારેક ગેસના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ration Card; લગ્ન બાદ રેશન કાર્ડમાં પત્નીનું નામ ઘરે બેઠાં જ કરી શકો છો એડ, આ છે આસાન રીત
Ration Card; લગ્ન બાદ રેશન કાર્ડમાં પત્નીનું નામ ઘરે બેઠાં જ કરી શકો છો એડ, આ છે આસાન રીત
Kanpuriya Aloo Dhaniya: ઘરે આ રીતે ફટાફટ બનાવો કનપુરિયા સ્ટાઈટ આલૂ ધનિયા, લોકો આંગળા ચાટતા રહી જશે
Kanpuriya Aloo Dhaniya: ઘરે આ રીતે ફટાફટ બનાવો કનપુરિયા સ્ટાઈટ આલૂ ધનિયા, લોકો આંગળા ચાટતા રહી જશે
Relationship Tips: કોઈપણ સંજોગોમાં તમારા પાર્ટનરને ન બતાવો આ વાતો, લગ્નજીવનમાં આવી શકે છે તોફાન
Relationship Tips: કોઈપણ સંજોગોમાં તમારા પાર્ટનરને ન બતાવો આ વાતો, લગ્નજીવનમાં આવી શકે છે તોફાન
સાવધાન! કલાકો સુધી AC માં બેસવાની આદત શરીરને કરે છે ખોખલું; ડોક્ટરોએ આપી મોટી ચેતવણી
સાવધાન! કલાકો સુધી AC માં બેસવાની આદત શરીરને કરે છે ખોખલું; ડોક્ટરોએ આપી મોટી ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસને જમીનમાં રસ
Hun To Bolish : હું તો બોલીશ : સંકટમાં સાવજ?
Amit Shah On Patidar Samaj : પાટીદાર સમાજ અંગે અમિત શાહનું મોટું નિવેદન
Mansukh Vasava : 'આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરો', મનસુખ વસાવાના આક્રમક તેવર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે ગાજવીજ સાથે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા-ઈરાન ઐતિહાસિક શાંતિ કરાર માટે સહમત! હોર્મુઝ ખોલવાને લઈ શું થઈ વાત?
અમેરિકા-ઈરાન ઐતિહાસિક શાંતિ કરાર માટે સહમત! હોર્મુઝ ખોલવાને લઈ શું થઈ વાત?
GT vs RR, Qualifier 2: ગુજરાત અને રાજસ્થાનમાં કોની થશે જીત, જાણો બંનેનો હેડ ટૂ હેડ રેકોર્ડ
GT vs RR, Qualifier 2: ગુજરાત અને રાજસ્થાનમાં કોની થશે જીત, જાણો બંનેનો હેડ ટૂ હેડ રેકોર્ડ
Delhi Rain: દિલ્હીના વાતાવરણમાં આવ્યો પલટો, ભારે તોફાન સાથે વરસ્યો વરસાદ
Delhi Rain: દિલ્હીના વાતાવરણમાં આવ્યો પલટો, ભારે તોફાન સાથે વરસ્યો વરસાદ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
હવે બજેટમાં મળશે લક્ઝરી ફીલ, નવી Tata Tiago Facelift લોન્ચ, કિંમત જાણી ચોંકી જશો
હવે બજેટમાં મળશે લક્ઝરી ફીલ, નવી Tata Tiago Facelift લોન્ચ, કિંમત જાણી ચોંકી જશો
Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, દેશના આ રાજ્યોમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 
Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, દેશના આ રાજ્યોમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 
8th Pay Commission: કર્મચારીઓનો પગાર વધશે કે લાગશે ઝટકો? ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન, જાણો 
8th Pay Commission: કર્મચારીઓનો પગાર વધશે કે લાગશે ઝટકો? ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન, જાણો 
RMC Mayor News: રાજકોટના મેયર બન્યા નેહલ શુક્લ, ડે.મેયર તરીકે દક્ષાબેન વસાણીની પસંદગી
RMC Mayor News: રાજકોટના મેયર બન્યા નેહલ શુક્લ, ડે.મેયર તરીકે દક્ષાબેન વસાણીની પસંદગી
Embed widget