સોનું અત્યારે ખરીદવું કે હજું થોડી રાહ જોવી? નિષ્ણાંતોએ સોનાના ભાવને લઈને કરી મોટી આગાહી
નિષ્ણાતોના અંદાજ મુજબ, અક્ષય તૃતીયા સુધીમાં દેશમાં સોનાનો ભાવ 85 હજાર રૂપિયાને પાર કરી શકે છે.

Gold rate forecast India: જાન્યુઆરી મહિનામાં સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. MCX ડેટા અનુસાર, 31 ડિસેમ્બર, 2024ના રોજ સોનાની કિંમત 77,456 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી, જે 31 જાન્યુઆરીએ રૂ. 82,233 પર પહોંચી ગઈ છે. એટલે કે, સોનાની કિંમતમાં પ્રતિ દસ ગ્રામ રૂપિયા 4,777નો વધારો થયો છે.
શા માટે વધી રહ્યા છે સોનાના ભાવ?
નિષ્ણાતોના મતે, ટ્રમ્પની ટેરિફની ધમકીને કારણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા છે. બીજી તરફ, ફેડ અત્યારે કોઈ દરની જાહેરાત કરવા જઈ રહ્યું નથી. જેના કારણે સોનાના ભાવને સમર્થન મળી રહ્યું છે. આ ઉપરાંત, વિશ્વભરની સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની ખરીદીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેની અસર પણ સોનાના ભાવ પર જોવા મળી રહી છે.
સોનું રૂ.85 હજારને પાર કરશે?
નિષ્ણાતોના અંદાજ મુજબ, અક્ષય તૃતીયા સુધીમાં દેશમાં સોનાનો ભાવ 85 હજાર રૂપિયાને પાર કરી શકે છે. સોનાના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે. તેમણે કહ્યું કે સોનાના ભાવ વધવાના તમામ કારણો આંતરરાષ્ટ્રીય છે. ઘરેલું કારણો અત્યારે નહિવત છે. ખાસ કરીને ટ્રમ્પના નિર્ણયો સોના પર વધુ અસર કરશે.
સોનાની વર્તમાન કિંમત
હાલમાં સોનાના ભાવમાં સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સાંજે 4.05 વાગ્યે સોનું રૂ. 421ના વધારા સાથે રૂ. 82,725 પર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે આજે સવારે સોનું રૂ.81,900 પર ખુલ્યું હતું. ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાની કિંમત 82,865 રૂપિયાની દિવસની ટોચે પહોંચી હતી. એક દિવસ અગાઉ સોલા રૂ. 82,304 પર બંધ હતો. જો કે છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ રૂ.2,144 સુધીનો વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોનું માનીએ તો સોનાની કિંમતમાં 2000 રૂપિયા સુધીનો વધુ વધારો જોવા મળી શકે છે. એટલે કે, સોનાની કિંમત 85 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે. આ આંકડો આગામી બે મહિનામાં એટલે કે અક્ષય તૃતીયા સુધીમાં પહોંચી શકે છે.
શું રોકાણ કરવું યોગ્ય છે?
સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે રોકાણકારો માટે સોનું એક આકર્ષક વિકલ્પ બની શકે છે. જોકે, રોકાણ કરતા પહેલા બજારની સ્થિતિનો અભ્યાસ કરવો જરૂરી છે.
આ પણ વાંચો....





















