Gold Silver Price Today: આજે સોનાના ભાવમાં ઉછાળો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો છે ?
દિલ્હીના બુલિયન માર્કેટમાં 22 કેરેટ શુદ્ધ સોનું 150 રૂપિયાના ઉછાળા સાથે 47800 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે છે.
Gold Silver Price Today: આજે સોના અને ચાંદી બંને કીમતી ધાતુઓમાં વધારો જોવા મળી રહ્યો છે અને તે ઉપરની રેન્જમાં કારોબાર કરી રહ્યા છે. જો કે વાયદા બજારમાં સોનામાં નજીવો ઘટાડો થયો છે, પરંતુ છૂટક બજારમાં ગઈકાલની જેમ આજે પણ સોનામાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવ
વાયદા બજારમાં સોનાનો ભાવ રૂ.52 ઘટીને રૂ.52,113 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થયો હતો. આ ભાવ ઓક્ટોબર વાયદા માટે છે. બીજી તરફ ચાંદીનો સપ્ટેમ્બર વાયદો રૂ. 118ના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે અને રૂ. 58,100 પ્રતિ કિલો પર રહ્યો છે.
દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનું ચમક્યું
દિલ્હીના બુલિયન માર્કેટમાં 22 કેરેટ શુદ્ધ સોનું 150 રૂપિયાના ઉછાળા સાથે 47800 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે છે. બીજી તરફ 24 કેરેટ શુદ્ધતાનું સોનું 160 રૂપિયાના વધારા સાથે 52140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું છે.
ઝવેરી બજાર, મુંબઈમાં સોનાનો રેટ
મુંબઈના ઝવેરી બજારમાં 22 કેરેટ શુદ્ધ સોનું રૂ. 150ના ઉછાળા સાથે રૂ. 47650 પ્રતિ 10 ગ્રામ પર છે. બીજી તરફ 24 કેરેટ શુદ્ધતાનું સોનું 160 રૂપિયાના વધારા સાથે 51980 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે.
તમે ઘરે બેઠા રેટ ચેક કરી શકો છો ભાવ
તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો.
સોનાની શુદ્ધતા કેવી રીતે તપાસવી
સોનાની શુદ્ધતા તપાસવા માટે તમે સરકારી એપનો પણ ઉપયોગ કરી શકો છો. 'BIS કેર એપ' દ્વારા તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો કે તે અસલી છે કે નકલી. આ સિવાય તમે આ એપ દ્વારા પણ ફરિયાદ કરી શકો છો.