શોધખોળ કરો
Advertisement
સોના-ચાંદીમાં આગ ઝરતી તેજી, જાણો કેટલા રૂપિયા પહોંચ્યો ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં સતત ચાર દિવસથી અને ચાંદીના ભાવમાં ત્રણ દિવસથી તેજી જોવા મળી રહી છે.
અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં સતત ચાર દિવસથી અને ચાંદીના ભાવમાં ત્રણ દિવસથી તેજી જોવા મળી રહી છે. મજબૂત વિદેશી સંકેત અને ઘરેલુ બજારમાં આવેલી તેજીના કારણે બુધવારે બુલિયન માર્કેટમાં સોનાના 10 ગ્રામનો ભાવ 38,000 રૂપિયાને વટાવી ગયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 1500 ડોલર પ્રતિ ઔંસને પાર કરી ગયો છે, જે ઓગસ્ટ 2013 પછીની સૌથી સર્વોચ્ચ સપાટી છે.
વિદેશી બજારમાંથી મળી રહેલા નબળા સંકેતો અને ડોલર સામે રૂપિયો નબળો પડતા ભારતમાં પણ સોના અને ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. બંને ધાતુઓ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 38,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 38,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યો હતો. જ્યારે ચાંદીનો ભાવ 43,930 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો છે.
2019ના બીજા ત્રિમાસિકમાં રિઝર્વ બેંકે 224.4 ટન સોનાની ખરીદી કરી છે. આ ઉપરાંત ઈટીએફની ખરીદીમાં પણ વધારો થયોછે. ઈટીએફ હોલ્ડિંગ 2019ના ત્રીજા માસિકમાં 67.2 ટન વધીને 2,548 ટન થઈ ગયું છે, જે છ વર્ષનું સર્વોચ્ચ સ્તર છે.
ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ કલમ 370 રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો, જાણો વિગત
આ રાજ્યના મુખ્યમંત્રીની પત્નીએ અજાણ્યા વ્યક્તિને આપ્યો OTP ને લાગ્યો 23 લાખનો ચુનો, જાણો વિગત
‘હવે તું મારા બનેવી સાથે ઘર કરીને રહેજે’, આડાસંબંધની શંકામાં પતિએ પત્નીને કહ્યું આમને પછી......
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગાંધીનગર
લાઇફસ્ટાઇલ
અમદાવાદ
Advertisement