Gold Silver Price Today: સોનામાં ઘટાડો તો ચાંદીમા તેજી, જાણો આજના લેટેસ્ટ ભાવ
રૂપિયાની સામે ફરી એક વખત ડોલર મજબૂત થયો છ જેના કારણે ભારતમાં સોનાના ભાવમાં ફરી એક વખત ઘટાડો જોવા મળી રહ્યો છે.
Gold Silver Price Today: આજે ફરી એક વખત સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં સામાન્ય તેજી જોવા મળી છે. મોનેટરી પોલિસીને લઈને અમેરિકાના ફેડરલ રિઝર્વની આગામી બેઠક પહેલા રૂપિયાની સામે ફરી એક વખત ડોલર મજબૂત થયો છ જેના કારણે ભારતમાં સોનાના ભાવમાં ફરી એક વખત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુડ રિટર્ન્સ વેબસાઈટ અનુસાર સોમવારે 22 કેરેટ સોનાની કિંમત 47730 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી. શુક્રવારે દસ ગ્રામ સોનાની કિંમત 47880 રૂપિયા હતી.
જ્યારે સોમવારે ચાંદીની કિંમતમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે. આજે તેના ભાવ 900 રૂપિયા વધીને 72300 રૂપિયા પ્રતિ કિલો નંધાયા છે. જ્યારે શુક્રવારે બજારમાં ચાંદીની કિંમત 71400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.
દેશમાં મોટા શહેરમાં આ છે સોના-ચાંદીની કિંમત
ગુડ રિટર્ન્સ વેબસાઈટ અનુસાર રાજધાની દિલ્હીમાં આજે 22 કેરેટ સોનાની કિંમત 47890 રૂપિયા પ્રતિ દસ ગ્રામ નોંધાયી છે. જ્યારે ચેન્નઈમાં તેની કિંમત 46060 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહી. મુંબઈમાં આજે 22 કેરેટ સોનાની કિંમત 47730 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહી છે.
જ્યારે આજે 24 કેરેટ સોનાની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. 150 રૂપિયાના નુકસાન સાથે આજે તેની કિંમત 48730 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહી છે. શુક્રવારે 24 કેરેટ ગોલ્ડની કિંમત 48880 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી.
વૈશ્વિક બજારમાં પણ સોનામાં કડાકો
વૈશ્વિક બજારમાં પણ શુક્રવારે સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો. આ દરમિયાન અહીં હાજરમાં સોનામાં 1.2 ટકાના ઘટાડો નોંધાયો હતો અને તે 1875.31 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું હતુ. જ્યારે યૂએસ ગોલ્ડ ફ્યૂચર 0.9 ટકા ઘઠીને 1879.6 ડોલર પ્રતિ ઔંસ પર વેચાયું હતું.
અમદાવાદમાં આજે આ રેટ સોના-ચાંદીમાં કારોબાર શરૂ થયો.
22ct Gold : Rs. 48230, 24ct Gold : Rs. 50230, Silver Price : Rs. 71900
બેંગલુરુમાં આજે આ રેટ સોના-ચાંદીમાં કારોબાર શરૂ થયો.
22ct Gold : Rs. 45500, 24ct Gold : Rs. 49640, Silver Price : Rs. 71900
ભુવનેશ્વરમાં આજે આ રેટ સોના-ચાંદીમાં કારોબાર શરૂ થયો.
22ct Gold : Rs. 45500, 24ct Gold : Rs. 49640, Silver Price : Rs. 76500
ચંદીગઢમાં આજે આ રેટ સોના-ચાંદીમાં કારોબાર શરૂ થયો.
22ct Gold : Rs. 47880, 24ct Gold : Rs. 52180, Silver Price : Rs. 71900
ચેન્નઈમાં આજે આ રેટ સોના-ચાંદીમાં કારોબાર શરૂ થયો.
22ct Gold : Rs. 45750, 24ct Gold : Rs. 49900, Silver Price : Rs. 76500
કોયંબતુરમાં આજે આ રેટ સોના-ચાંદીમાં કારોબાર શરૂ થયો.
22ct Gold : Rs. 45750, 24ct Gold : Rs. 49900, Silver Price : Rs. 76500