શોધખોળ કરો
Advertisement
સતત ચોથા દિવસે સોનાની કિંમતમાં ઘટાડો, આગામી સપ્તાહે વધી શકે છે ભાવ, જાણો શું છે કારણ
નબળી માગને કારણે વેપારીઓને સોદા કાપતા વાયદા બજારમાં સોનું ગુરુવારે 0.1 ટકા ઘટાડા સાથે 50,286 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું.
નવી દિલ્હી: માર્કેટમાં સતત ઉતાર ચડાવની અસર સોના ચાંદીની કિંમતો પર પણ જોવા મળી રહી છે. સોનાની કિંમતમાં હાલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વિતેલા પાંચ દિવસમાં સોનાની કિંમતમાં ચર વખત ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારો સોનું સામાન્ય 37 રૂપિયા વધીને 51,389 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ રહ્યું. જોકે રૂપિયાની મજબૂતીને કારણે ગોલ્ડની તેજીને થોડી બ્રેક લાગી છે. જોકે ચાંદીના ભાવ 915 રૂપિયા ઘટીને 61,423 રૂયિયા પ્રતિ કિલોગ્રામ રહી જે બુધવારે 62,338 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.
નબળી માગને કારણે વેપારીઓને સોદા કાપતા વાયદા બજારમાં સોનું ગુરુવારે 0.1 ટકા ઘટાડા સાથે 50,286 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું.
એમસીએક્સમાં ડિેસમ્બર મહિનામાં ડિલિવરીવાળા સોનાના કોન્ટ્રાક્ટની કિંમત 48 રૂપિયા એટલે કે 0.1 ટકાના ઘટાડા સાથે 50,286 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી. તેમાં 15,229 લોટનો કારોબાર થયો. જોકે, ન્યૂયોર્કમાં સોનાનો ભાવ 1.48 ટકા વધીને 1879.30 ડોલર પ્રતિ ઔંસ બોલાયો
નિષ્ણાંતોનું કહેવું છે કે, ડોલર સામે રૂપિયો મજબૂત થવાને કારણે સોનાની કિંમત પર બ્રેક લાગી છે પરંતુ તેમ છતાં દિલ્હીમાં 24 કેરેટ સોનાના હાજરમાં ભાવ 37 રૂપિયા વધ્યો હતો.
ઘરઆંગમે સ્ટોક માર્કેટમાં તેજી અને અમેરિકન ડોલર નબળો રેહતા રૂપિયો ગુરુવારે 63 પૈસાની તેજી સાથે 73.13 રૂપિયા પ્રતિ ડોલરે બંધ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બાજરમાં સોનાનો ભાવ ઉછળીને 1895 ડોલર પ્રતિ ઔંસ રહ્યો જ્યારે ચાંદીનો ભાવ 23.60 ડોલર પ્રતિ ઔંસ બોલાયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion