Gold Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય ઉછાળો, જાણો આજના લેટેસ્ટ ભાવ
વૈશ્વિક માર્કેટમાં ગોલ્ડ 0.1 ટકા ઘટીને 1785.05 ડોલર પ્રિત ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું જ્યારે યૂએસ ગોલ્ડ ફ્યૂચરની કિંમત 1785.10 ડોલર પ્રતિ ઔંસ રહી હતી.
ડોલર નબળો પડવાને કારણે ગુરુવારે વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો હતો. સોનાની કિંમતમાં મોટો ફેરફાર આ સપ્તાહે અમેરિકામાં આવનાર નોન ફોર્મ પે રોલના આંકડા બાદ જોવા મળી શકે છે. આશા છે કે અમેરિકાની અર્થવ્યવસ્થામાં આવારના સમયમાં ગતિ જોવા મળી શકે છે. બેરોજગારી દરમાં પણ ભારે ઘટાડો આવી શકે છે. આવી સ્થિતિમાં સોનાની કિંમતમાં ઘટાડો આવી શકે છે.
ઘરેલુ માર્કેટમાં સોનામાં તેજી
ગુરૂવારે ઘરેલુ માર્કેટમાં એમસીએક્સમાં સોનાની કિંમત 0.20 ટકા એટલે કે 92 રૂપિયા ઉછલીને 47092 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી જ્યારે સિલ્વરની કિંમત 0.23 ટકા વધીને 6977 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. જોકે મંગળવારે સોનાના હાજરમાં ભાવ 46753 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદી 68835 રૂપિયા પ્રકિ કિલો ટ્રેડ થયા હતા. અમદાવાદમાં હાજરમાં સોનું 47569 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યુ હતું જ્યારે ગોલ્ડ ફ્યૂચરની કિંમત 47075 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહી હતી. જ્યાં સુધી એમસીએક્સમાં સોનાની કિંમતની વાત છે તો તે 46700 રૂપિયા પર સપોર્ટ છે જ્યારે 47200 રૂપિયા પ્રતિકારક સપાટી જોવા મળી રહી છે.
સોનામાં ઉતાર ચડાવ યથાવત રહેશે
વૈશ્વિક માર્કેટમાં ગોલ્ડ 0.1 ટકા ઘટીને 1785.05 ડોલર પ્રિત ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું જ્યારે યૂએસ ગોલ્ડ ફ્યૂચરની કિંમત 1785.10 ડોલર પ્રતિ ઔંસ રહી હતી. સિલ્વર 0.5 ટકા ઘટીને 26.37 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનામાં હાલમાં ઉતાર ચડાવ જોવા મળી શે છે. તે અનુસાર ઘરેલુ બજારમાં પણ ટ્રેન્ડ જોવા મળશે. કોરના સંક્રમણને કારણે અર્થવ્યવસ્થામાં આવેલ અસ્થિરતા આ માટે જવાબદાર છે.
રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરતા ઝડપાયેલા આરોપીઓ અંગે વકીલ મંડળે લીધો મોટો નિર્ણય, જાણો વિગતે
શું દારૂથી કોરોના વાયરસની સારવાર થઈ શકે ? જાણો નિષ્ણાંતો શું કહે છે