રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરતા ઝડપાયેલા આરોપીઓ અંગે વકીલ મંડળે લીધો મોટો નિર્ણય, જાણો વિગતે
સુરતમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે અને સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.
સુરતમાં રેમડેસિવિરની કાળાબજારી કરનારાઓના કેસ નહીં લડવા સુરતના વકીલોએ નિર્ણય કર્યો છે. વકીલોનું માનવું છે કે લોકોની જીંદગી સાથે ચેડાં કરાનારાઓને માફી ન અપાય. કોરોનાના કપરા કાળમાં આ પ્રકારે દર્દીઓના જીવ સાથે કાળાબજારીઓ રમત રમી રહ્યા છે. વકીલ મંડળની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે.
સુરત (Surat) માં કોરોના (Coronavirus) ની મહામારી ચાલી રહી છે. આ દરમિયાન કેટલાક શખ્સો દ્વારા રેમડેસીવીર ઈજેક્શન (Remdesivir Injection) ની કાળાબજારી કરતા ઝડપાઈ ચુક્યાં છે. એટલું જ નહી દર્દીઓના જીવના જોખમમાં મૂકીને રૂપિયા કમાઈ લેવાની લાલસામાં ડુપ્લીકેટ ઇન્જેક્શન વેચતા પણ ઝડપાઈ ચુક્યાં છે. લોકોના જીવ જોખમમાં મૂકતા આવા લોકો સામે કડક કાર્યવાહી થાય તે પણ જરૂરી છે.
સુરત (Surat) ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનના વકીલ મંડળની એક ઓનલાઈન મીટીંગ મળી હતી, જેમાં ઇન્જેક્શનના કાળા બજારી કરતા અને ડુપ્લીકેશન કરી વેચતા ઝડપાયેલા આરોપીઓના કેસ નહી લડવાનો નિણર્ય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, સુરતમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે અને સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં કોરોનાના નવા 1168 કેસ અને ગ્રામ્યમાં 298 સાથે કુલ 1 હજાર 466 કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં વધુ 2 હજાર 19 અને ગ્રામ્યમાં 418 સાથે કુલ 2 હજાર 437 દર્દીઓ સ્વસ્થ થયા છે.
જો કે મૃત્યુઆંકમાં આંશિક વધારા સાથે મંગળવારે સિટીમાં ૮ અને જીલ્લામાં 5 મળી કુલ 13 દર્દીઓના મૃત્યુ થયા છે. નવા નોંધાયેલ કેસમા સૌથી વધુ રાંદેરમાં ૨૯૮ અને અઠવામાં ૨૮૫ કેસ સામે આવ્યા છે. સુરત શહેરમાં કુલ કેસનો આંક ૯૭ હજાર ૪૨૫ પર પહોંચ્યો છે. જ્યારે ગ્રામ્યમાં કુલ કેસનો આંક ૨૬ હજાર ૪૩૫ નોંધાયા છે. જો કે રાહતની વાત તે છે કે સિટીમાંસાજા થનારા દર્દીઓનો આંક ૮૨ હજાર ૧૨૯ અને ગ્રામ્યમાં ૨૨ હજાર ૪૬૩ મળીને કુલ આંક 1 લાખ 4 હજાર 592 પર પહોંચ્યો છે.