શોધખોળ કરો

SBI FD Rates: કરોડો ગ્રાહકો માટે ખુશખબર, જો તમે પણ કરાવી છે FD તો હવે મળશે મોટો ફાયદો, બેંકે આપી જાણકારી

SBI FD Calculator: જો તમારું પણ એસબીઆઈમાં એકાઉન્ટ છે તો હવે એફડી કરાવવા પર વધારે વ્યાજ મળશે.

SBI FD Rates:  સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ખાતું ધરાવતા લોકો માટે મોટા સમાચાર છે. જો તમારું પણ SBIમાં ખાતું છે, તો હવે તમને FD પર વધુ વ્યાજનો લાભ મળશે. SBIએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કર્યો છે. ગ્રાહકોને બેંકમાંથી 7 દિવસથી 10 વર્ષ સુધીની FDની સુવિધા મળે છે, પછી તમારે નવા દર તપાસવા પડશે.

ગ્રાહકોને વધુ ફાયદો થશે

SBI ગ્રાહકોએ 7 થી 45 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર 2.90 ટકાથી વધારીને 3 ટકા કર્યો છે એટલે કે હવે તમને 10 બેસિસ પોઈન્ટનો વધુ ફાયદો મળશે. વરિષ્ઠ નાગરિકોની વાત કરીએ તો, તેમને હવે 3.40 ટકાના બદલે 3.50 ટકા વ્યાજનો લાભ મળશે.

210 દિવસની FD પર તમને કેટલું વ્યાજ મળશે

આ સિવાય જો 180 થી 210 દિવસની FDની વાત કરીએ તો પહેલા ગ્રાહકોને 3 ટકાના દરે વ્યાજ મળતું હતું. હવે તેને વધારીને 3.10 ટકા કરવામાં આવ્યો છે.

1 થી 2 વર્ષની FD

આ સિવાય બેંક પહેલા 1 વર્ષથી 2 વર્ષ સુધીની FD પર ગ્રાહકોને 4.90 ટકાના દરે વ્યાજ આપતી હતી, પરંતુ હવે તેને વધારીને 5 ટકા કરી દેવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકોને હવે 5.40 ટકાના બદલે 5.50 ટકાના દરે વ્યાજ મળશે.

2 થી 3 વર્ષની FDમાં કોઈ ફેરફાર નથી

જો તમે 2 થી 3 વર્ષ માટે FD કરાવો છો તો તમને 5.10 ટકા જ વ્યાજ મળશે, એટલે કે આ સમયગાળા માટે બેંક FDના વ્યાજમાં કોઈ ફેરફાર નથી. વરિષ્ઠ નાગરિકોને આ સમયગાળા દરમિયાન 5.60 ટકાના દરે વ્યાજ મળશે.

SBIના ATMમાંથી 9999 થી વધુ ઉપાડવા આપવો પડશે OTp

એસબીઆઇએ એટીએમ ફ્રોડ રોકવા માટે નવું અપડેટ કર્યુ છે. આ અપડેટ મુજબ એસબીઆઇ ખાતાધારકોએ દસ હજારથી વધારે રોકડ રકમ ઉપાડવા માટે ઓટીપી પણ એટીએમ મશીન પર એન્ટર કરવો પડશે. તેના પછી જ તેઓ 9999થી વધારે રકમ ઉપાડી શકશે પછી ભલેને તેમના ડેબિટ કાર્ડની લિમિટ ગમે તેટલી કેમ ન હોય. બેન્ક દ્વારા મોકલવામાં આવનારો આ ઓટીપી ખાતાધારકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવશે. આ ઓટીપી એટીએમ મશીન પર એન્ટર કર્યા પછી જ ગ્રાહક એટીએમમાંથી રૂપિયા કાઢી શકશે. બેન્કનો દાવો છે કે આના લીધે એટીએમથી થતી છેતરપિંડી અટકાવી શકાશે. એસબીઆઇએ એટીએમ છેતરપિંડીમાં થયેલા વધારાના લીધે આ પગલું ઉઠાવ્યું છે. દસ હજાર કે તેનાથી વધારે રકમ ઉપાડવા માટે ગ્રાહકોએ એટીએમ પર ઓટીપી એન્ટર કરવો પડશે. તેનાથી ઓછી રકમ ઉપાડવા માટે તેની જરૃર નહીં પડે. રજિસ્ટર્ડ ફોન નંબર પરઆવનારો ઓટીપી ફક્ત એક જ વખતના નાણાકીય વ્યવહાર માટે અધિકૃત હશે. જો કે આ સગવડ એસબીઆઇના જ એટીએમમાં છે. બીજા એટીએમમાં આ પ્રકારની સગવડ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Embed widget