Gold-silver prices today: આજે સસ્તામાં સોનું ખરીદવાની તક, એક જ દિવસમાં 850 રૂપિયા ઘટ્યા ભાવ, જાણો 10 ગ્રામની કિંમત
રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધના ભણકારાની વચ્ચે સોનામાં ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો.
નવી દિલ્હીઃ આ સમયે સોનાના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. ગઈકાલે સોનાના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો, ત્યારબાદ સોનાનો ભાવ 50,000ને પાર કરી ગયો હતો. બીજી તરફ એક જ દિવસમાં સોનાના ભાવમાં સીધો રૂ. 850નો ઘટાડો નોંધાયો હતો. જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે એક સારી તક છે.
રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધના ભણકારાની વચ્ચે સોનામાં ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો પરંતુ ગઈકાલે રશિયા દ્વારા પોતાની સેનાને પરત બેસ કેમ્પ પર બોલાવી લેવાતા સોનામાં વધ્યા મથાળેથી ભાવમાં કડાકો બોલી ગયો છે અને આજે સોનામાં પ્રતિ 10 ગ્રામ 850 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.07 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. તે જ સમયે, ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે.
સોના ચાંદીના ભાવ
એપ્રિલ ડિલિવરી માટે સોનાનો ભાવ આજે 0.07 ટકા ઘટીને રૂ. 49,350 પ્રતિ 10 ગ્રામ છે. બીજી તરફ, ચાંદી આજના કારોબારમાં 0.15 ટકાના ઘટાડા સાથે રૂ. 62,892 પ્રતિ કિલોગ્રામના સ્તરે કારોબાર કરી રહી છે.
તમારા શહેરની સોનાની કિંમત જાણવા માટે આ નંબર પર કોલ કરો
તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો. આ રીતે તમે ઘરે બેઠા જ જાણી શકશો સોનાના લેટેસ્ટ રેટ.
જાણો કે સોનું સાચું છે કે નકલી
આ સિવાય, તમે સોનું ખરીદતી વખતે એપ દ્વારા તેની શુદ્ધતા પણ ચકાસી શકો છો. સરકારે સોનાની શુદ્ધતા તપાસવા માટે એક એપ બનાવી છે. આ એપનું નામ 'બીઆઈએસ કેર એપ' છે. આમાં, ગ્રાહકો શુદ્ધતા ચકાસી શકે છે. આ સિવાય જો સોનાની શુદ્ધતામાં કોઈ ઉણપ હોય તો તમે તેના માટે ફરિયાદ પણ કરી શકો છો. ઉપરાંત, જો તમારા માલનું હોલમાર્ક અથવા લાયસન્સ ખોટું જણાય છે, તો તમે તેના વિશે ફરિયાદ પણ કરી શકો છો.