શોધખોળ કરો

Google એ ફરી ભારતમાં 453 કર્મચારીઓની છટણી કરી, સુંદર પિચાઇએ લીધી નિર્ણયની જવાબદારી

રિપોર્ટ અનુસાર, ઘણા કારણોસર છટણી કરવાનો નિર્ણય ગૂગલમાં લેવામાં આવ્યો છે

વિશ્વમાં મંદીના પડછાયા વચ્ચે છટણીની પ્રક્રિયા ચાલુ છે અને ફેસબુક, ટ્વિટર, અમેઝોન સહિતની ઘણી મોટી કંપનીઓમાંથી કર્મચારીઓની છટણી કરી થઇ છે. તાજેતરમાં ગૂગલ પણ આ રેસમાં જોડાઈ છે. હવે ફરી એકવાર કંપનીએ કર્મચારીઓની છટણી શરૂ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૂગલે ભારતમાં તેના 453 કર્મચારીઓને નોકરમાંથી કાઢી મુક્યા છે.

મેઇલ દ્વારા કર્મચારીઓને સૂચના

બિઝનેસ ટુડે પર પ્રકાશિત બિઝનેસલાઈન રિપોર્ટ અનુસાર, આ 453 ભારતીય કર્મચારીઓને  હટાવવાની કાર્યવાહી ગુરુવારે રાત્રે કરવામાં આવી હતી અને તેની માહિતી મેઈલ દ્વારા આપવામાં આવી છે. આ મેઈલ ગુગલ ઈન્ડિયાના કન્ટ્રી હેડ અને વાઈસ પ્રેસિડેન્ટ સંજય ગુપ્તાએ મોકલ્યો છે. આ મેલમાં ભારતીય મૂળના સુંદર પિચાઈ, ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટના CEOની સંમતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સીઈઓ સુંદર પિચાઈએ જવાબદારી લીધી

રિપોર્ટ અનુસાર, ઘણા કારણોસર છટણી કરવાનો નિર્ણય ગૂગલમાં લેવામાં આવ્યો છે અને સુંદર પિચાઈ આ તમામ નિર્ણયોની સંપૂર્ણ જવાબદારી લેવા માટે સહમત થયા છે. વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી 2023માં જ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ દ્વારા મોકલવામાં આવેલી નોટમાં તેમણે દાવો કર્યો હતો કે યુએસની બહાર ગૂગલના બરતરફ કરાયેલા કર્મચારીઓને સ્થાનિક નિયમો અનુસાર સપોર્ટ મળશે. જ્યારે ગૂગલે ભારતમાં 453 કર્મચારીઓની છટણી કરી છે, તે હજુ સુધી સ્પષ્ટ નથી કે વૈશ્વિક સ્તરે કેટલા કર્મચારીઓને અસર થશે અથવા ટેક જાયન્ટમાં વધુ છટણી થશે કે કેમ.

12000 કર્મચારીઓની છટણીની જાહેરાત

નોંધનીય છે કે ગયા મહિને જ ગૂગલની પેરન્ટ કંપની Alphabet Inc એ જાહેરાત કરી હતી કે લગભગ 12,000 કર્મચારીઓની છટણી કરવામાં આવશે. આ છટણીઓ વૈશ્વિક સ્તરે કંપનીના કુલ હેડકાઉન્ટના લગભગ 6 ટકા હિસ્સો ધરાવે છે. ભારતમાં કરવામાં આવેલી છટણીનો પણ આ આંકડામાં સમાવેશ કરવામાં આવ્યો છે કે પછી કંપનીએ દેશમાં છટણીનો નવો તબક્કો શરૂ કર્યો છે તે સ્પષ્ટ નથી.

મંદીના ખતરા વચ્ચે વિશ્વની અગ્રણી કંપનીઓમાં કોસ્ટ કટિંગનું કારણ આપીને છટણી કરવામાં આવી રહી છે અને તેમાં ટેક કંપનીઓ મોખરે જોવા મળી રહી છે. ગૂગલ સિવાય, એમેઝોને તેના વર્ક ફોર્સમાં 18,000 કર્મચારીઓને કાપવાનો નિર્ણય કર્યો છે, જ્યારે ફેસબુકે પ્રથમ 11,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે અને હજારો કર્મચારીઓ પર છટણીની તલવાર લટકી રહી છે. છટણીની રેસમાં સામેલ અન્ય કંપનીઓમાં ટ્વિટર, અલીબાબા, વોલમાર્ટ અને અન્ય ઘણા નામો સામેલ છે.

ટોપ સ્ટોરી

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget