SBI Customers Alert: SBIએ પોતાના કરોડો ગ્રાહકોને કર્યા એલર્ટ, આ મેસેજથી રહો સાવધાન
એક મેસેજ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તમારા SBI ડેબિટ કાર્ડ પરના રિવોર્ડ પોઈન્ટ્સ સમાપ્ત થવા જઈ રહ્યા છે
જો તમને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) ના નામ પર રિવોર્ડ પોઈન્ટ્સ સંબંધિત કોઈ મેસેજ અથવા લિંક પ્રાપ્ત થઈ છે તો સાવચેત રહો. વાસ્તવમાં છેતરપિંડી કરનારાઓ SBIના ગ્રાહકોને નવી રીતે ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક મેસેજ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તમારા SBI ડેબિટ કાર્ડ પરના રિવોર્ડ પોઈન્ટ્સ સમાપ્ત થવા જઈ રહ્યા છે. તેમને રિડીમ કરવા માટે તમારે લિંક પર ક્લિક કરવું પડશે. આ લિંક સામાન્ય રીતે શંકાસ્પદ હોય છે, તેને ઓપન કરવાથી તમને નાણાકીય નુકસાન થઈ શકે છે.
— State Bank of India (@TheOfficialSBI) November 11, 2024
SBIએ આ છેતરપિંડી વિશે સ્પષ્ટ ચેતવણી આપી છે કે SBI ક્યારેય રિવોર્ડ પોઈન્ટ્સ માટે લિંક્સ અથવા APK ફાઇલો ડાઉનલોડ કરવા માટે ગ્રાહકોને મેસેજ મોકલતી નથી.
SBIએ તેના ગ્રાહકોને એલર્ટ કર્યા
આવી લિંક્સ પર ક્લિક કરવું તમારા માટે ખતરનાક બની શકે છે, કારણ કે તેનાથી તમારી અંગત માહિતી ચોરી થઈ શકે છે અથવા તમારા ફોનમાં માલવેર દાખલ થઈ શકે છે. એસબીઆઈના તમામ ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આવા પ્રકારના મેસેજથી દૂર રહે અને કોઈપણ લિંક પર ક્લિક કરતા પહેલા બે વાર વિચાર કરે. જો તમને SBI સંબંધિત કોઈ શંકાસ્પદ મેસેજ મળે,તો તેને તરત જ નજરઅંદાજ કરો અને તેની પુષ્ટી કરવા માટે બેન્કનો સંપર્ક કરો.
SBIએ વધુમાં કહ્યું કે તમારા રિવોર્ડ પોઈન્ટ્સ વિશેની માહિતી માટે હંમેશા બેન્કની ઓફિશિયલ ચેનલ્સ અને મોબાઈલ એપ્સનો ઉપયોગ કરો. તમારી સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. આ પ્રકારના કપટપૂર્ણ પ્રયાસોથી બચવા માટે સાવચેત રહો અને સુરક્ષિત રહો.
Jan Dhan Account: શું તમારી પાસે છે જન ધન એકાઉન્ટ? કેન્દ્ર સરકારે બેન્કોને શું આપ્યો આદેશ