સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્કને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ લાવવા જાહેરનામું બહાર પાડ્યું
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક (GSTN) ને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ લાવવા માટે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક (GSTN) ને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ લાવવા માટે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. GSTN પર સંગ્રહિત માહિતી હવે PMLA એક્ટ હેઠળ શેર કરી શકાય છે. નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ, નકલી ઇન્વોઇસ જેવા GST ગુનાઓ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટમાં આવરી લેવામાં આવશે.
Government-issued a notification to bring the Goods & Services Tax Network (GSTN) under the Prevention of Money Laundering Act (PMLA). Information stored on GSTN can be now shared under PMLA Act. pic.twitter.com/VrhUq3vuCY
— ANI (@ANI) July 8, 2023
ભારત સરકારે શુક્રવારે એક નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સૂચના મુજબ સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક (GSTN) ને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ લાવવાનો નિર્ણય કર્યો છે. GSTN માહિતી હવે PMLA હેઠળ શેર કરી શકાશે. બ્લેક મનીને વ્હાઈટમાં ગેરકાયદે બદલતા અટકાવવા માટે PMLA કાયદો વર્ષ 2005માં અસ્તિત્વમાં આવ્યો હતો. કરચોરી અટકાવવા માટે સરકારની તમામ કવાયત પછી પણ આ મોટા અંશે શક્ય બન્યું ન હતું. તેથી ભારત સરકારે GST નેટવર્કને PMLA એક્ટ હેઠળ લાવવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે જુલાઈ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશ માટે 'એક રાષ્ટ્ર-એક કર'ના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને સંસદના સેન્ટ્રલ હોલમાંથી GST લાગુ કર્યો હતો. આ પછી GSTને કારણે આગામી વર્ષોમાં આવકમાં નોંધપાત્ર વધારો થયો હતો. સરકારના તમામ પ્રયાસો પછી પણ જ્યારે GSTની અનિયમિતતા અટકાવવી શક્ય ન હતી ત્યારે આ દિશામાં મોટો નિર્ણય લેતા ભારત સરકારે GST નેટવર્કને PMLA એક્ટ હેઠળ લાવવાનો નિર્ણય કર્યો હતો.