Cooling Sector માં ગ્રીન અને ટકાઉ ટેકનીક 37 લાખ નોકરીઓનું સર્જન કરશે, World Bank નો અંદાજ
વિશ્વ બેંકના અહેવાલમાં મુખ્ય ક્ષેત્રોમાં નવા રોકાણોને ટેકો આપવા માટે એક બ્લુપ્રિન્ટ પણ રજૂ કરવામાં આવી છે.
Innovative energy efficient technologies in cooling: બદલાતી અર્થવ્યવસ્થામાં રોજગારની નવી તકો ઊભી થઈ રહી છે. જો કૂલિંગ સેક્ટરમાં વૈકલ્પિક અને નવીન ઊર્જા કાર્યક્ષમ તકનીકોનો ઉપયોગ કરવામાં આવે, તો તે 2040 સુધીમાં માત્ર $1.6 ટ્રિલિયનનું રોકાણ જ નહીં, પણ 3.7 મિલિયન નોકરીઓનું સર્જન કરશે. આ શક્યતા વિશ્વ બેંક દ્વારા 'ભારતના કુલિંગ ક્ષેત્રે ક્લાઈમેટ ઈન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ' નામના અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે.
કયા ક્ષેત્રોમાં ફેરફારની જરૂર છે
ભારતમાં બિલ્ડીંગ અને કન્સ્ટ્રક્શન, કોલ્ડ ચેઈન અને રેફ્રિજન્ટમાં કુલિંગનો વ્યાપક ઉપયોગ થાય છે. અત્યારે, જૂની ટેક્નોલોજીનો ઉપયોગ માત્ર પ્રદૂષણનું કારણ નથી, પરંતુ તે ખૂબ ખર્ચાળ પણ છે.
ભારત ગ્રીન કૂલિંગ મેન્યુફેક્ચરિંગ હબ બની શકે છે
વિશ્વ બેંકે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે કૂલીંગ સેક્ટર માટે ટકાઉ યોજના બનાવવાની જરૂર છે. આ સાથે 2040 સુધીમાં દર વર્ષે 300 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઈડમાં ઘટાડો થઈ શકે છે. ઉપરાંત, ભારતની કૂલીંગ સેક્ટર વ્યૂહરચના જીવન અને નોકરીઓ બચાવવામાં મદદ કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આનાથી માત્ર કાર્બન પ્રદૂષણમાં ઘટાડો થશે નહીં પરંતુ ગ્રીન કૂલિંગ મેન્યુફેક્ચરિંગમાં ભારત વૈશ્વિક હબ બની શકે છે.
નવા રોકાણને ટેકો આપવો પડશે
વિશ્વ બેંકના અહેવાલમાં મુખ્ય ક્ષેત્રોમાં નવા રોકાણોને ટેકો આપવા માટે એક બ્લુપ્રિન્ટ પણ રજૂ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ભારતે બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન, કોલ્ડ ચેઇન અને રેફ્રિજન્ટ્સ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. તે જ સમયે, કૂલિંગ ટેક્નોલોજીમાં ખાનગી રોકાણને પ્રોત્સાહિત કરવાની જરૂર છે, જેથી કેન્દ્રિય પ્લાન્ટ્સમાં ઠંડુ પાણી ઉત્પન્ન કરી શકાય અને ઘણી ઇમારતોમાં ભૂગર્ભ ઇન્સ્યુલેટેડ પાઈપો દ્વારા મોકલી શકાય. વર્લ્ડ બેંકના જણાવ્યા અનુસાર આનાથી એનર્જી બિલમાં 30 ટકા સુધીનો ઘટાડો થશે.
ખોરાકનો બગાડ ઓછો થશે
રિપોર્ટમાં જણાવાયું છે કે સરકારની એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે, જેનાથી 40 મિલિયન ઘરોને ફાયદો થશે. રિપોર્ટ અનુસાર, આ આગામી 2 વર્ષમાં 20 લાખ પ્રશિક્ષિત ટેકનિશિયન નોકરીઓનું સર્જન કરશે અને રેફ્રિજન્ટની માંગ લગભગ 31 ટકા ઘટશે. પ્રી-કૂલિંગ અને રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટમાં રોકાણ કરવાથી ફૂડ વેસ્ટ 76 ટકા ઘટાડી શકાય છે અને કાર્બન ઉત્સર્જન 16 ટકા ઘટાડી શકાય છે.