Bajaj Pulsar NS125 હવે નવા અવતારમાં, જાણો શું છે આ બાઇકની કિંમત?
Bajaj Pulsar NS125 New Variant Price: બજાજ પલ્સર NS 125 નું નવું મોડેલ બજારમાં આવી ગયું છે. આ બાઇકમાં એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમની સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના કારણે તેના ટોપ મોડેલની કિંમતમાં વધારો થયો છે.

2025 Bajaj Pulsar NS125 Price: બજાજ પલ્સર NS125 એક નવા વેરિઅન્ટ સાથે બજારમાં આવી છે. આ બાઇકના 2025ના અપગ્રેડેડ મોડેલમાં સિંગલ-ચેનલ એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ પલ્સર ભારતીય બજારમાં વેચાતી 125 સીસી સેગમેન્ટમાં સૌથી શક્તિશાળી મોટરસાઇકલ છે. આ બજાજ બાઇકમાં 2024 માં અપડેટ પણ જોવા મળ્યું. પલ્સર NS125 માં સિંગલ-ચેનલ ABS ઉમેરાયા પછી, આ બાઇકની કિંમતમાં વધારો થયો છે. આ પલ્સર NS125 નું ટોપ-મોડેલ છે. નવી દિલ્હીમાં આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 1,06,739 રૂપિયા છે.
પલ્સર NS125 નું નવું મોડેલ
બજાજ પલ્સર NS125 માં એક નવું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે જે સૌપ્રથમ પલ્સર N160 અને પલ્સર N150 માં દેખાયું હતું. આ ડિજિટલ ક્લસ્ટરમાં સ્પીડોમીટર, રિયલ ફ્યૂલ કંજપ્શન અને એવરેજ ફ્યૂલ ઈકોનોમી જેવી ઘણી મહત્વપૂર્ણ બાબતો શો કરે છે. આ સાથે, બ્લૂટૂથ કનેક્ટિવિટીનું ફીચર પણ આપવામાં આવ્યું છે, જેને બજાજ રાઇડ કનેક્ટ એપ્લિકેશન સાથે કનેક્ટ કરી શકાય છે. આ બાઇકમાં મોબાઇલ ફોન ચાર્જ કરવા માટે USB પોર્ટ ફીચર પણ છે.
પલ્સર NS125 ની તાકાત
બજાજ પલ્સર 125.45 સીસી, એર-કૂલ્ડ એન્જિનથી સજ્જ છે. બાઇક પરનું આ એન્જિન 8,500 rpm પર 12 bhp પાવર જનરેટ કરે છે અને 7,000 rpm પર 11 Nm ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકના એન્જિન સાથે 5-સ્પીડ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. આ મોટરસાઇકલ બજારમાં ચાર રંગ વિકલ્પો સાથે ઉપલબ્ધ છે.નવી પલ્સર N125ને ખાસ કરીને એગ્રેસીવ પલ્સર સ્ટાઇલ ડિઝાઈન કરવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે આ બાઇકની પોતાની ઓળખ છે, જે તેને અન્ય મોડલથી અલગ બનાવે છે. આ બાઇકની LED હેડલાઇટ બ્રાન્ડ-ન્યૂ યુનિટ છે અને N125માં આગળના ભાગમાં પ્લાસ્ટિક ક્લેડીંગ છે.
નવી પલ્સર કિંમત
આ બજાજ પલ્સર NS 125 નું નવું ત્રીજું વેરિઅન્ટ છે. આ પહેલા, બે વેરિઅન્ટ પણ બજારમાં છે. બજાજ પલ્સર NS125 ના બેઝ મોડેલની એક્સ-શોરૂમ કિંમત 99,501 રૂપિયા છે. તેના મિડ વેરિઅન્ટ NS125 LED BT ની એક્સ-શોરૂમ કિંમત 1,04,474 રૂપિયા છે. તેના નવા ટોપ-વેરિઅન્ટ NS125 LED BT ABS ની કિંમત 1.07 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
આ પણ વાંચો...





















