Halwa Ceremony: નાણામંત્રીની હાજરીમાં આજે ઉજવાશે હલવા સેરેમની, જાણો શા માટે કરવામાં આવે છે આયોજન?
નાણામંત્રીનું બજેટ ભાષણ પૂરું થયા બાદ બજેટ દસ્તાવેજ 'યુનિયન બજેટ મોબાઈલ એપ' પર ઉપલબ્ધ થશે. આ એપ એન્ડ્રોઈડ અને એપલ ઓએસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
Halwa Ceremony Union Budget 2023: નાણા પ્રધાન નિર્મલા સીતારમણની હાજરીમાં, પરંપરાગત હલવા સેરેમની ગુરુવાર, 26 જાન્યુઆરીએ યોજાશે. પરંપરાગત રીતે, આ સમારોહ બજેટ દસ્તાવેજને અંતિમ સ્વરૂપ આપતા પહેલા યોજવામાં આવે છે. નાણા મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે કે હલવા સમારોહ 2023-24ના કેન્દ્રીય બજેટની તૈયારી પ્રક્રિયાનો અંતિમ તબક્કો છે. નોર્થ બ્લોકમાં બજેટ પ્રિન્ટિંગ માટે પ્રેસમાં આયોજિત સમારોહમાં નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણ હાજર રહેશે.
નાણાકીય વર્ષ 2024નું બજેટ પણ ડિજિટલ હશે
આ વખતે પ્રજાસત્તાક દિવસ પર હલવા સેરેમની યોજાશે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 2 નાણાકીય વર્ષની જેમ 2023-24નું બજેટ પણ ડિજિટલ સ્વરૂપમાં આપવામાં આવશે. અગાઉ આ સમારોહથી બજેટની પ્રિન્ટીંગની કામગીરી શરૂ થતી હતી. જોકે, કોવિડ-19 મહામારીને કારણે 2021-22નું બજેટ ડિજિટલ સ્વરૂપમાં હતું. આઝાદી પછી આ પહેલો પ્રસંગ હતો જ્યારે બજેટને કાગળના દસ્તાવેજનું સ્વરૂપ આપવામાં આવ્યું ન હતું અને તેને છાપવામાં આવ્યું ન હતું. નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ 2023-24નું બજેટ રજૂ કરશે.
યુનિયન બજેટ મોબાઇલ એપ્લિકેશન
નાણામંત્રીનું બજેટ ભાષણ પૂરું થયા બાદ બજેટ દસ્તાવેજ 'યુનિયન બજેટ મોબાઈલ એપ' પર ઉપલબ્ધ થશે. આ એપ એન્ડ્રોઈડ અને એપલ ઓએસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. મંત્રાલયે ટ્વિટર પર લખ્યું છે કે કેન્દ્રીય નાણામંત્રી સાથે સમારોહમાં કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી, મંત્રાલયના સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે.
The Halwa ceremony, marking the final stage of the Budget preparation process for Union Budget 2023-24, will be held tomorrow in the presence of Union Finance & Corporate Affairs Minister Smt. @nsitharaman, in the Budget Press situated inside North Block. (1/4) pic.twitter.com/PZJuyk6R5x
— Ministry of Finance (@FinMinIndia) January 25, 2023
શા માટે હલવા સેરેમની છે?
જણાવી દઈએ કે ભારતમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા મોઢું મીઠુ કરવાની પરંપરા છે. તેવી જ રીતે બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી હલવા સેરેમની કરે છે. વર્ષોથી આ પરંપરાનું પાલન કરવામાં આવે છે. બજેટ પહેલા હલવા સેરેમનીનું આયોજન કરીને મોં મીઠા કરાવવામાં આવે છે. ગયા વર્ષે કોવિડને કારણે હલવો સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું ન હતું પરંતુ આ વર્ષે હલવો સેરેમની 26 જાન્યુઆરી એટલે કે ગુરુવારે યોજાશે.
અધિકારીઓ નાણા મંત્રાલયમાં રહેશે
26 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી બજેટ સાથે જોડાયેલા તમામ અધિકારીઓ નાણા મંત્રાલયની અંદર રહેશે. બજેટના અત્યંત ગોપનીય દસ્તાવેજોની તૈયારી દરમિયાન, તેમાં સામેલ અધિકારીઓ અને કર્મચારીઓને લગભગ 10 દિવસ માટે આખી દુનિયાથી કાપી નાખવામાં આવે છે. આ પગલું બજેટની ગુપ્તતા જાળવવા માટે છે અને તેને સાર્વજનિક કર્યા પછી જ આ અધિકારીઓ અને કર્મચારીઓને તેમના પરિવાર કે અન્ય સંબંધીઓને મળવાની મંજૂરી આપવામાં આવે છે. બજેટ છાપવા માટે નોર્થ બ્લોકની અંદર પ્રેસ પણ આવેલું છે.