શોધખોળ કરો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી HDFC બેન્કે મોબાઇલ ATMની સુવિધા શરૂ કરી

આ મોબાઇલ એટીએમ શહેરની અંદર અને આસપાસ 100 સ્થળોને આવરી લેશે. આથી વિશેષ, ગ્રાહકો મોબાઇલ એટીએમનો ઉપયોગ કરીને 15થી વધુ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ કરી શકશે

વડોદરાઃ લૉકડાઉન દરમિયાન ગ્રાહકોને સહાયરૂપ થવા એચડીએફસી બેંકએ શુક્રવારે વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશન (વીએમસી)ના સહયોગમાં શહેરમાં મોબાઇલ ઑટોમેટેડ ટેલર મશીનની સેવા શરૂ કરી છે. વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર શ્રી નલિન ઉપાધ્યાય, વડોદરાના જોઇન્ટ કમિશનર શ્રી કેસરીસિંહ ભાટી, આઇપીએસ તથા વડોદરા શહેરના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ. કે. પટેલએ એચડીએફસી બેંકના ક્લસ્ટર હેડ શ્રી કુણાલ કાક, શ્રી જયરામ ભટ અને શ્રી નૃપેન્દ્રસિંહ સાથે ભેગા મળીને આ મોબાઇલ એટીએમને રવાના કરાવ્યાં હતાં. આ મોબાઇલ એટીએમની સેવાને પગલે લોકોએ રોકડ ઉપાડવા માટે પોતાના વિસ્તારની બહાર નીકળવાની જરૂર નહીં રહે. વડોદરા શહેર પહેલાં બેંક આ પ્રકારની મોબાઇલ એટીએમની સેવા મુંબઈ, નવી દિલ્હી, અલ્હાબાદ, કોઇમ્બતુર, ચંડીગઢ, ચેન્નઈ, પૂણે, હૈદરાબાદ, અમદાવાદ, જયપુર, ઇંદોર અને ભુવનેશ્વરમાં પણ શરૂ કરી ચૂકી છે.  આ મોબાઇલ એટીએમ શહેરની અંદર અને આસપાસ 100 સ્થળોને આવરી લેશે. આથી વિશેષ, ગ્રાહકો મોબાઇલ એટીએમનો ઉપયોગ કરીને 15થી વધુ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ કરી શકશે.વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશન અને શહેરમાં અન્ય સ્થાનિક મ્યુનિસિપલ સત્તાની સલાહ લઇને આ એટીએમને તૈનાત કરવાના સ્થળોને ઓળખી કાઢવામાં આવ્યાં હતાં. એક નિશ્ચિત સમયગાળા માટે પ્રત્યેક સ્થળે સંચાલન કરનારા આ મોબાઇલ એટીએમ સવારે 10 વાગ્યાથી સાંજે 4.30 વાગ્યાની વચ્ચે 3-5 સ્ટોપને આવરી લેશે.સ્ટાફ અને ગ્રાહકોની સલામતી સુનિશ્ચિત કરવા એટીએમ માટે કતાર લગાવતી વખતે સામાજિક અંતર જાળવવાના સંદર્ભમાં તમામ જરૂરી સાવચેતીઓ લેવામાં આવી રહી છે અને સ્વચ્છતા જાળવવામાં આવી રહી છે. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર શ્રી એન. બી. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, ‘વીએમસીનું એચડીએફસી બેંક સાથેનું જોડાણ એ વડોદરાવાસીઓને તેમના ઘરની નજીક તમામ મહત્ત્વની અને જરૂરી સેવાઓ પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતાની દિશામાં વધુ એક ડગલું છે. આ મોબાઇલ એટીએમ પોતાની આસપડોશની સલામતીથી દૂર જવાનું સાહસ ખેડ્યાં વગર મૂળભૂત નાણાકીય સેવાઓ મેળવવા માંગતા લોકોને ખૂબ જ સહાયરૂપ થઈ પડશે. આ રોગચાળા સામે અથાક પરિશ્રમ કરી રહેલા સ્વાસ્થ્ય કાર્યકરો, પોલીસ કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓને પણ આ સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થશે. હું એચડીએફસી બેંક દ્વારા હાથ ધરવામાં આવેલ આ પહેલને આવકારું છું, કારણ કે, તેનાથી વધુ સારા જાહેર સ્વાસ્થ્ય અને સલામતી સુનિશ્ચિત કરવાની દિશામાં વધુ અસરકારક અમલીકરણ શક્ય બનશે.’ એચડીએફસી બેંકના વડોદરાના સર્કલ હેડ શ્રી જિગર એચ. શાહે જણાવ્યું હતું કે, આ મુશ્કેલીના સમયમાં સૌ કોઇને #Stay Home અને #Stay Safe રહેવામાં મદદરૂપ થવા અમે અમારી ભૂમિકા ભજવવા માંગીએ છીએ. અમારી મોબાઇલ એટીએમ સુવિધા અમારા ગ્રાહકો અને જનતાને સરળતાથી નાણાં ઉપાડવા તથા અન્ય સુવિધાઓનો ઉપયોગ કરવામાં મદદરૂપ થશે, કારણ કે, કોવિડ-19ના પ્રસારને નાથવા અમે ચટ્ટાન બનીને ઊભા છીએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Crime : કારમાંથી મળેલી લાશ મામલે સૌથી મોટો ખુલાસો, વીમો પકવવા કરી હત્યાAravalli News: શામળાજીને તાલુકો જાહેર કરવા માટે ઉઠી માગી માંગ....જાણો કોણે કરી આ માંગ?BZ Group Scam : રિમાન્ડ પૂર્ણ થતાં આજે Bhupendrasinh Zala ને કોર્ટમાં રજૂ કરાશે, જુઓ અહેવાલPrnatij Bus Fire: કતપુર ટોલ પ્લાઝા પાસે ખાનગી બસમાં લાગી આગ, 36 જેટલા મુસાફરો હતા સવાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ થશે વિભાજન, જાણો કયાં નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
Embed widget