શોધખોળ કરો
HDFC બેન્કને બીજા ત્રિમાસિક ગાળામાં 6345 કરોડ રૂપિયાનો નફો
છેલ્લા નાણાકીય વર્ષમાં સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીને 5,005.73 કરોડ રૂપિયાનો શુદ્ધ નફો થયો હતો.

નવી દિલ્હીઃ પ્રાઇવેટ બેન્ક એચડીએફસીનો ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં શુદ્ધ લાભ વાર્ષિક ધોરણે 26.8 ટકા વધીને 6345 કરોડ રૂપિયા રહ્યો છે. આ દરમિયાન કંપનીએ 2652.40 કરોડ રૂપિયા ટેક્સ ભર્યો છે. છેલ્લા નાણાકીય વર્ષમાં સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીને 5,005.73 કરોડ રૂપિયાનો શુદ્ધ નફો થયો હતો.
બીજા ત્રિમાસિક ગાળામાં એચડીએફસી બેન્કનો નેટ ઇન્ટ્રેસ્ટ ઇન્કમ 14.89 ટકાથી વધીને 13,515 કરોડ રૂપિયા રહ્યો જે છેલ્લા નાણાકીય વર્ષમાં સમાન ત્રિમાસિક ગાળામાં 11,763.4 કરોડ રૂપિયા રહ્યો હતો. કંપનીએ જૂલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં નેટ ઇન્ટ્રેસ્ટ માર્જિન 4.2 ટકા રહ્યો છે. કંપનીની નોન ઇન્ટ્રેસ્ટ રેવેન્યૂ 39.2 ટકાથી વધીને 5588.70 કરોડ રૂપિયા રહી જે ગયા નાણાકીય વર્ષમાં સમાન ત્રિમાસિક ગાળામાં 4,015.60 કરોડ રૂપિયા રહી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
