શોધખોળ કરો
Advertisement
JIO યુઝર્સ પાસેથી કોલ કરવા પર વસૂલશે ચાર્જ, છતાં ગ્રાહકો પર અસર નહીં પડે, જાણો કેમ
જિઓ દ્વારા જે નવો ચાર્જ લાગુ કરવામાં આવ્યો છે તેની ગ્રાહકો પર અસર નહીં પડે.
નવી દિલ્હીઃ ત્રણ વર્ષ પૂર્વે ભારતીય ટેલિકોમ જગતમાં ભારે દબદબાભેર એન્ટ્રી કરનાર મુકેશ અંબાણીના નેજા હેઠળની કંપની જિઓ ઈન્ફોકોમના વપરાશકારો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. જિઓ હવે તેના ગ્રાહકો પાસેથી ટર્મિનેશન ચાર્જ વસૂલશે. એટલેકે હવે જિઓ નંબરથી અન્ય નંબર પર કોલ કરવા પર કંપની તમારી પાસેથી ચાર્જ વસૂલશે. જિઓએ IUC પ્રકરણને મુદ્દે અંગે ટર્મિનેશન ચાર્જ વસૂલવાની જાહેરાત કરી છે. જોકે, જિઓ દ્વારા પોતાના ગ્રાહકોને ભરોસો આપવામાં આવ્યો છે કે આ શુલ્ક ત્યાં સુધી જ લાગુ રહેશે જ્યાં સુધી આઈ.યૂ.સી. (IUC) ચાર્જ ઘટીને ઝીરો ન થઈ જાય.
નોંધનીય છે કે જિઓ દ્વારા જે નવો ચાર્જ લાગુ કરવામાં આવ્યો છે તેની ગ્રાહકો પર અસર નહીં પડે. કારણ કે રિલાયન્સે જે ટૉપઅપ (ICU TopUp) પ્લાન જાહેર કર્યો છે તેમાં ગ્રાહકોને ફ્રી ડેટા આપવામાં આવશે. આ ટૉપઅપ પ્લાન મુજબ ગ્રાહકો રૂપિયા 10,20,50 અને 100ના ટૉપઅપ પ્લાન દ્વારા રિચાર્જ કરાવી શકશે જેના બદલે તેમને ફ્રી ડેટા અને અન્ય મોબાઇલ નેટવર્ક પરનો ટૉકટાઇમ મળશે. આ ટૉપઅપ પર ગ્રાહકોને 10 રૂપિયે 1 જી.બી. , 20 રૂપિયે 2 જી.બી. અને 50 રૂપિયા પર 5 જી.બી. તેમજ 100 રૂપિયા પર 10 જી.બી. ફ્રી ડેટા મળશે.
આઈ.યૂ.સી. પ્રતિ મિનિટ 6 પૈસાના હિસાબે ઇન્ટરકનેક્ટ ચાર્જ વસૂલે છે. આ ચાર્જ ટેલીકોમ નિયમનકારક સંસ્થા ટ્રાઈએ (TRAI) દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે એક નેટવર્કથી અન્ય નેટવર્ક પર કૉલ કરવામાં આવે ત્યારે આ ચાર્જ લાગે છે જેને મોબાઇલ ઑફનેટ કૉલ તરીકે પણ ઓળખાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion