શોધખોળ કરો
Coronavirus: Hero ગ્રુપે PM-CARES FUNDમાં 100 કરોડ રૂપિયા આપવાની કરી જાહેરાત
કોરોના વાયરસ સામેની લડાઈમાં સામાન્ય માણસથી લઈને ઉદ્યોગપતિઓ આર્થિક મદદ કરી રહ્યા છે. ત્યારે હીરો ગ્રુપ દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડમાં 100 કરોડ રુપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ સામેની લડાઈમાં સામાન્ય માણસથી લઈને ઉદ્યોગપતિઓ આર્થિક મદદ કરી રહ્યા છે. ત્યારે હીરો ગ્રુપ દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડમાં 100 કરોડ રુપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. હિરો ગ્રુપે એક નિવેદનમાં જણાવ્યું, 50 કરોડની રકમ PM-CARES FUNDમાં ફાળવવામાં આવશે અને બાકીના 50 કરોડ અન્ય રાહત પ્રયાસોમાં ખર્ચ કરવામાં આવશે.
ડૉ પવન મુંજાલ મુજબ, હાલ આપણો દેશ અને સમગ્ર દુનિયા કોવિડ-19ના પડકારનો સામનો કરી રહ્યું છે. આ પ્રકારના સમયમાં અત્યંત જરૂરૂ છે કે આપણે બધા એક સાથે આવીએ અને સમાજના હાશિયા પર રહેલા લોકોની સાથે-સાથે એમની પણ મદદ કરીએ જેઓ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા રતન તાતા ગ્રુપ દ્વારા 1500 કરોડ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી પણ 500 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં વધી રહેલા કોરોના સંકટ સામે લડાઈ લડાઈ તમામ નાના મોટા ઉદ્યોગપતિઓ આર્થિક મદદ કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સુરત
ક્રિકેટ
દુનિયા
Advertisement