શોધખોળ કરો

Budget 2022: બજેટમા ફેરફાર માટે યાદ કરાય છે આ પાંચ નાણામંત્રીને, 160 વર્ષ જૂનો છે ઇતિહાસ

ભારતમાં બજેટનો ઈતિહાસ 160 વર્ષથી વધુ જૂનો છે. આ દરમિયાન બજેટમાં ઘણા મોટા ફેરફારો થયા છે

History of Union Budget: નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ થવામાં હવે માત્ર એક દિવસ બાકી છે. સોમવારે આર્થિક સર્વે બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે તેમનું ચોથું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ વખતે બજેટ ખાસ હોવાની આશા છે અને દરેક વર્ગના લોકોની નજર તેના પર ટકેલી છે. ભારતમાં બજેટનો ઈતિહાસ 160 વર્ષથી વધુ જૂનો છે. આ દરમિયાન બજેટમાં ઘણા મોટા ફેરફારો થયા છે. જે દિવસથી બજેટ રજૂ થયું તે દિવસથી સમય બદલાયો છે. ચાલો જાણીએ એવા 5 નાણા મંત્રીઓ વિશે, જેમણે બજેટમાં મોટા ફેરફારો કર્યા છે.

પ્રથમ બજેટ 1860 માં રજૂ થયું, આવકવેરો શરૂ થયો

1857 ની ક્રાંતિ પહેલા ભારત પર ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન હતું, જેને કંપની રાજ કહેવામાં આવે છે. આ પછી બ્રિટિશ ક્રાઉને ભારતની લગામ પોતાના હાથમાં લીધી. તે સમયે ભારત આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું, જેના કારણે બ્રિટિશ સરકારે નવી યોજનાઓ તૈયાર કરી હતી.  ધ ઈકોનોમિસ્ટ નામનું અખબાર શરૂ કરનાર અર્થશાસ્ત્રી જેમ્સ વિલ્સનને ભારતના અર્થતંત્રનો હિસાબ અને આવક-ખર્ચનો હિસાબ નક્કી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. વિલ્સને 1860માં ભારતનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. ભારતમાં ઈન્કમ ટેક્સની શરૂઆત અહીંથી થઈ હતી.

પ્રથમ વખત હિન્દીમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

RK Shanmukham Chetty ભારતની આઝાદી પછી પ્રથમ નાણાં પ્રધાન બન્યા. તેમણે 26 નવેમ્બર 1947ના રોજ સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. તેઓ આ પદ પર માત્ર 1 વર્ષ રહ્યા હતા. સ્વતંત્ર ભારતના બજેટમાં પ્રથમ મોટો ફેરફાર ત્રીજા નાણામંત્રી સીડી દેશમુખના કાર્યકાળ દરમિયાન થયો હતો. દેશમુખના કાર્યકાળ દરમિયાન જ ભારતમાં પંચવર્ષીય યોજનાઓ (5 વર્ષની યોજનાઓ) શરૂ થઈ હતી. જ્યારે તેમણે 1951માં પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું ત્યારે તેના દસ્તાવેજો પહેલીવાર હિન્દીમાં છપાયા હતા. તે પહેલા ભારતનું બજેટ માત્ર અંગ્રેજીમાં જ તૈયાર થતું હતું.

 

બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા ઈન્દિરા ગાંધી

જ્યારે ઈન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે તેઓ લગભગ 1 વર્ષ સુધી નાણા મંત્રાલયનો હવાલો સંભાળતા હતા. તેમણે 16 જુલાઈ 1969 થી 27 જૂન 1970 સુધી નાણા મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો. આ દરમિયાન તેમણે પોતે સંસદમાં 1970નું બજેટ રજૂ કર્યું હતું. આ રીતે ભારતનું બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલાનો રેકોર્ડ ઈન્દિરા ગાંધીના નામે નોંધાયેલો છે. તે પછી પણ લગભગ 5 દાયકા સુધી આ સૌભાગ્ય બીજી કોઈ મહિલાને મળ્યું નથી.

મનમોહન સિંહના આ બજેટે ભારતનું ભાગ્ય બદલી નાખ્યું

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના ઉલ્લેખ વિના બજેટનો ઈતિહાસ અધૂરો રહે છે. 1991નું બજેટ સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે. વડાપ્રધાન નરસિમ્હા રાવના કાર્યકાળ દરમિયાન મનમોહન સિંહને નાણાં પ્રધાન બનાવવામાં આવ્યા હતા અને તેમણે ભારતમાં આર્થિક ઉદારીકરણની શરૂઆત કરી હતી. ભારતના ઈતિહાસમાં આ સૌથી મોટો ફેરફાર છે. આજે જો ભારતની ગણતરી વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં થાય છે તો તેનો મોટાભાગનો શ્રેય 1991ના ઐતિહાસિક બજેટને જાય છે.

વાજપેયી સરકારના આ નાણામંત્રીએ બજેટનો સમય બદલી નાખ્યો

અંગ્રેજોએ ભારતમાં બજેટની શરૂઆત કરી હતી. આ કારણોસર, બજેટ રજૂ કરવાનો સમય લંડનની ઘડિયાળ અનુસાર નક્કી કરવામાં આવ્યો હતો. બ્રિટનની સંસદમાં પણ ભારતનું બજેટ સાંભળવામાં આવતું હતું  જેના કારણે સાંજે તેને રજૂ કરવામાં આવ્યું હતું. જ્યારે લંડનમાં દિવસના 11 વાગ્યા હોય ત્યારે ભારતમાં સાંજના 5 વાગ્યા હોય છે. વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં જ્યારે યશવંત સિંહા નાણામંત્રી બન્યા ત્યારે તેમણે આ પરંપરાને બદલી નાખી હતી. 27 ફેબ્રુઆરી 1999 ના રોજ તેમણે સવારે પ્રથમ વખત ભારતનું બજેટ રજૂ કર્યું ત્યાર પછી સવારે જ બજેટ રજૂ કરવામાં આવે છે.

પ્રથમ મહિલા નાણામંત્રીએ બજેટમાં ઘણા ફેરફારો કર્યા

નિર્મલા સીતારમણ ભારતના પ્રથમ મહિલા નાણામંત્રી છે. ઈન્દિરા ગાંધી પછી તેઓ બીજી મહિલા છે જેમને બજેટ રજૂ કરવાની તક મળી છે. આ વખતે તે પોતાનું ચોથું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. નિર્મલા સીતારમણનો કાર્યકાળ બજેટ સંબંધિત પરંપરાઓને બદલવા માટે યાદ કરવામાં આવશે. સૌથી પહેલા તો 2019માં નાણામંત્રી બનતાની સાથે જ તેમણે બ્રીફકેસમાં બજેટ રજૂ કરવાની પરંપરા બદલી નાખી. તે પછી, જ્યારે તેમણે 2021 માં ત્રીજું બજેટ રજૂ કર્યું, ત્યારે છાપવાની પરંપરા સમાપ્ત થઈ ગઈ. આ વખતે પણ તે ડિજિટલ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. બજેટની તૈયારી પહેલા યોજાતી હલવા સેરેમનીની પરંપરા પણ આ વખતે બદલાઈ ગઈ છે.

ટોપ સ્ટોરી

બેંક ઓફ ઈન્ડિયાની નવી FD સ્કીમ: 500 દિવસમાં મળશે 7.50% સુધી વ્યાજ, જુઓ સંપૂર્ણ વિગત
બેંક ઓફ ઈન્ડિયાની નવી FD સ્કીમ: 500 દિવસમાં મળશે 7.50% સુધી વ્યાજ, જુઓ સંપૂર્ણ વિગત
દિવાળી પહેલા સરકારી કર્મચારીઓની બલ્લે-બલ્લે: 4 રાજ્યોમાં મોંઘવારી ભથ્થું વધ્યું, જાણો ખાતામાં કેટલા આવશે
દિવાળી પહેલા સરકારી કર્મચારીઓની બલ્લે-બલ્લે: 4 રાજ્યોમાં મોંઘવારી ભથ્થું વધ્યું, જાણો ખાતામાં કેટલા આવશે
ધનતેરસ પહેલા સોનામાં મોટો ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
ધનતેરસ પહેલા સોનામાં મોટો ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
SBI ની શાનદાર FD સ્કીમ: એક વખત કરો રોકાણ અને દર મહિને મેળવો ફિક્સ્ડ ઈનકમ 
SBI ની શાનદાર FD સ્કીમ: એક વખત કરો રોકાણ અને દર મહિને મેળવો ફિક્સ્ડ ઈનકમ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
CM Bhupendra Patel: એક ભૂલ પડશે ભારે? શિક્ષકો માટે મુખ્યમંત્રીની કડક ચેતવણી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાનના કેશમ દ્ધીપ પર અમેરિકાનો હુમલો, મિડટર્મ ઈલેક્શન વચ્ચે મિસાઈલો છોડી
ઈરાનના કેશમ દ્ધીપ પર અમેરિકાનો હુમલો, મિડટર્મ ઈલેક્શન વચ્ચે મિસાઈલો છોડી
વાવાઝોડું 'મુરાસુ' મચાવશે તબાહી: નેલ્લોર-ઓંગોલ વચ્ચે ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
વાવાઝોડું 'મુરાસુ' મચાવશે તબાહી: નેલ્લોર-ઓંગોલ વચ્ચે ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેર: રિંકુ સિંહ અને હર્ષિત રાણા ટીમમાં, જાણો સંપૂર્ણ સ્ક્વોડ
એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેર: રિંકુ સિંહ અને હર્ષિત રાણા ટીમમાં, જાણો સંપૂર્ણ સ્ક્વોડ
Rishabh Pant: ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, ઋષભ પંત ટેસ્ટમાંથી બહાર, જાણો ક્યારે મળશે બીજી તક
Rishabh Pant: ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, ઋષભ પંત ટેસ્ટમાંથી બહાર, જાણો ક્યારે મળશે બીજી તક
IND vs NZ ODI Schedule: મેચના સમયમાં મોટો ફેરફાર! જાણો ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે મુકાબલો
IND vs NZ ODI Schedule: મેચના સમયમાં મોટો ફેરફાર! જાણો ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે મુકાબલો
સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી
સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી
Embed widget