Share Market Holidays: 2026 માં શેરબજાર કેટલા દિવસ રહેશે બંધ? NSEની સંપૂર્ણ યાદી જાહેર
Share Market Holidays 2026: 2025નો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે, અને ગણતરીના દિવસો બાદ 2026નું વર્ષ શરૂ થશે. NSE એ રજાઓ જાહેર કરી છે, જાણીએ 2026માં શનિવાર અને રવિવાર સિવાયના કયા દિવસોમાં શેરમાર્કેટ રહેશે બંધ

Share Market Holidays 2026: 2025નો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. ત્યારબાદ 2026નું વર્ષ શરૂ થશે. 2026માં ભારતીય શેરબજાર શનિવાર અને રવિવારની રજાઓ ઉપરાંત કુલ 15 દિવસ માટે બંધ રહેશે.
આ રજાઓમાં ઘરેલુ શેરબજારમાં સામાન્ય ટ્રેડિંગ નથી થતું. ,એનએસઇએ રજાની એક યાદી જાહેર કરી છે. જેજેમાં જણાવાયું છે કે શનિવાર અને રવિવાર સિવાય આ દિવસોમાં સામાન્ય ટ્રેડિંગ સ્થગિત રહેશે. ચાલો જાણીએ કે કયા દિવસોમાં શેરબજાર બંધ રહેશે.
NSE રજાઓની યાદી
NSE કેલેન્ડર મુજબ, વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી અને માર્ચ વચ્ચે શેરબજાર અનેક વખત બંધ રહેશે. 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ, ૩ માર્ચે હોળી, 26 માર્ચે શ્રી રામ નવમી અને 31 માર્ચે શ્રી મહાવીર જયંતિ માટે ટ્રેડિંગ સ્થગિત રહેશે. ત્યારબાદ ૩ એપ્રિલે ગુડ ફ્રાઈડે પર શેરબજાર બંધ રહેશે.
ત્યારબાદ 14 એપ્રિલે ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતિ, 1 મેના રોજ મહારાષ્ટ્ર દિવસ અને 28 મેના રોજ બકરી ઈદના દિવસે બજાર બંધ રહેશે. 26 જૂને મોહરમના દિવસે પણ શેરબજારમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં.
14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી, 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધી જયંતિ, 20 ઓક્ટોબરે દશેરા અને 10 નવેમ્બરે દિવાળી બલિપ્રતિપદા માટે બજાર બંધ રહેશે. 24 નવેમ્બરે પ્રકાશ પર્વ (નાના ગુરુ નાનક દેવજી) અને 25 ડિસેમ્બરે નાતાલના દિવસે પણ NSE પર ટ્રેડિંગ બંધ રહેશે. આ રજાઓ ઉપરાંત, દર અઠવાડિયે શનિવાર અને રવિવારે શેરબજારમાં સામાન્ય ટ્રેડિંગ થતું નથી.
દિવાળી દરમિયાન આ દિવસે મુહૂર્ત ટ્રેડિંગનું આયોજન
NSE એ એક નિવેદનમાં જાહેરાત કરી છે કે, મુહૂર્ત ટ્રેડિંગ 8 નવેમ્બર, 2026, રવિવાર, દિવાળીના દિવસે થશે. જોકે, ટ્રેડિંગ સત્રનો સમય હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. વિગતો પછીથી આપવામાં આવશે.





















