શોધખોળ કરો

Aadhaar card: આધાર કાર્ડમાં નવો મોબાઇલ નંબર કેવી રીતે અપડેટ કરશો ? જાણો આખી પ્રોસેસ Step-by-Step

આધાર કાર્ડમાં આપેલ નંબરને થોડા સ્ટેપમાં સરળતાથી કેવી રીતે બદલવો તે જાણો

ભારતીય નાગરિક હોવાનો એક આવશ્યક પુરાવો એ છે કે તમારી પાસે આધાર કાર્ડ હોવું આવશ્યક છે. દરેક નાના-મોટા કામ માટે આધાર કાર્ડ જરૂરી છે. ભારતીય નાગરિકોને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAI દ્વારા 12 અંકનો યુનિક નંબર આપવામાં આવે છે. તમારી બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક માહિતી આધાર કાર્ડમાં નોંધાયેલી હોય છે. આવી સ્થિતિમાં જો તમારી પાસે આધાર કાર્ડ છે, પરંતુ તેમાં આપેલો તમારો મોબાઈલ નંબર કોઈ કારણસર બંધ થઈ ગયો છે અથવા તમે તમારો નંબર બદલવા માંગો છો, તો એક મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે નંબર કેવી રીતે બદલવો. આધાર કાર્ડમાં આપેલ નંબરને થોડા સ્ટેપમાં સરળતાથી કેવી રીતે બદલવો તે જાણો.

આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કેવી રીતે બદલવો? સ્ટેપ બાય સ્ટેપ જાણો

સ્ટેપ-1 તમારો મોબાઈલ નંબર બદલવા માટે તમારા નજીકના આધાર સેવા કેન્દ્રની મુલાકાત લો

સ્ટેપ- 2 આધાર સેવા કેન્દ્ર પર જઇને મોબાઈલ અપડેટ કરાવવા માટે, તમારે કરેક્શન ફોર્મ લેવુ પડશે અને તે ફોર્મમાં તમારી બધી જરૂરી માહિતી ભરવી પડશે અને તમારો મોબાઈલ નંબર ભરીને ફોર્મ પરત સબમિટ કરવું પડશે. ફોર્મ ભરતી વખતે સાચી માહિતી આપો અને ફરી એકવાર તમારો મોબાઈલ નંબર ચેક કરો.

સ્ટેપ-3 આ ફોર્મ આધાર એક્ઝિક્યુટિવને સબમિટ કરો

સ્ટેપ-4 તમારા બાયોમેટ્રિક્સ આપીને તમારી ઓળખ ચકાસો.

સ્ટેપ-5 મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે. પૈસા ભરીને એકનોલેજમેન્ટ સ્લિપ લો

આ પ્રક્રિયા પછી તમારો મોબાઈલ નંબર આગામી 30 દિવસમાં અપડેટ થઈ જશે. જો તમે તમારો મોબાઈલ નંબર બદલવા માંગો છો અને તમારી પાસે તમારા આધાર કાર્ડ પર આપેલ નંબર છે તેમ છતાં તમે તમારો નંબર બદલવા માંગો છો તો પણ તમે તેને ઓનલાઈન પણ કરી શકો છો.

તમારો મોબાઈલ નંબર ઓનલાઈન કેવી રીતે બદલવો?

સ્ટેપ- 1 ભારતીય પોસ્ટલ સર્વિસની વેબસાઇટ પર જાવ અને તમારી બધી જરૂરી માહિતી દાખલ કરો.

સ્ટેપ- 2 PPB આધાર સર્વિસ પર ક્લિક કરો

સ્ટેપ-3 તમે જે પણ ફેરફારો કરવા માંગો છો તેના પર ક્લિક કરીને જરૂરી માહિતી ભરો. તમારો નવો મોબાઈલ નંબર પણ દાખલ કરો.

સ્ટેપ 4 તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે

સ્ટેપ- 5  OTP દાખલ કરો

સ્ટેપ-6 તમારી સર્વિસ રિક્વેસ્ટને કન્ફર્મ કરો. ત્યારબાદ તમને એક રેફરન્સ નંબર આપવામાં આવશે

સ્ટેપ- 7 તમારી નજીકની પોસ્ટ ઓફિસનો સ્ટાફ તમારા આધારની ચકાસણી કરવા માટે તમારા ઘરે આવશે અને તમારું બાયોમેટ્રિક્સ ચેક કર્યા પછી તમારી પાસેથી 50 રૂપિયા વસૂલશે.

આ સંપૂર્ણ પ્રક્રિયા પછી તમારો મોબાઇલ નંબર આગામી 30 દિવસમાં અપડેટ કરવામાં આવશે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ
ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Dangerous Game:40 વિદ્યાર્થીઓ હાથ પર મારી બ્લેડ, 10 રૂપિયાની મળી ઓફર | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ
ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને  મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને મોબાઇલ પાર્ટ્સ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યૂટી, જાણો શું છે કારણ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
રાશન કાર્ડનું E-KYC કરવામાં કેટલા રૂપિયા થાય છે, એજન્ટ તમને તો નથી છેતરી રહ્યા ને ?
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Embed widget