LPG Gas Cylinder : ચપટી વગાડતા જ જાણો સિલિન્ડરમાં કેટલો ગેસ બચ્યો છે
LPG સિલિન્ડરનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે પરંતુ સિલિન્ડરમાં કેટલો ગેસ બચ્યો છે તે જાણવું એટલુ જ મુશ્કેલ. કારણ કે, સિલિન્ડર નક્કર લોખંડનો બનેલો હોય છે જેથી તેમાં કેટલો ગેસ બાકી છે તે કેવી રીતે જાણવું?
LPG Gas Cylinder Trick: એલપીજી ગેસે અનેક લોકોને ધુમાડાથી મુક્તિ આપી રસોડાનું કામ ઘણું સરળ બનાવી દીધું છે. બદલાતા સમયમાં આજના સમયમાં લગભગ દરેક જણ એલપીજીનો ઉપયોગ કરતો થઈ ગયો છે. ઘણી વખત એવું બને છે કે ગેસની જરૂર હોય ત્યારે જ અચાનક ખબર પડે છે કે ગેસનો સલિન્ડર તો પૂરો થઈ ગયો છે. આ સ્થિતિમાં ભારે મુશ્કેલી સર્જાય છે.
આમ તો LPG સિલિન્ડરનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે પરંતુ સિલિન્ડરમાં કેટલો ગેસ બચ્યો છે તે જાણવું એટલુ જ મુશ્કેલ. કારણ કે, સિલિન્ડર નક્કર લોખંડનો બનેલો હોય છે જેથી તેમાં કેટલો ગેસ બાકી છે તે કેવી રીતે જાણવું? પરંતુ આ જાણવા અમે તમને એક એવી ટ્રિક જણાવીશું જેની મદદથી તમે ચપટી વગાડતા એ જાણી શકશો કે સિલિન્ડરમાં કેટલો ગેસ છે. આવો જાણીએ આ સરળ અને ખૂબ જ ઉપયોગી ટ્રીક.
લોકો અપનાવે છે આ ટ્રીક
કેટલાક લોકો સિલિન્ડરને તેના વજન પ્રમાણે ઉપાડીને સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે તેનો અંદાજ લગાવે છે. જ્યારે કેટલાક એવા લોકો પણ છે જે ગેસની આગનો રંગ વાદળીથી પીળો થઈ જાય ત્યારે માની લે છે કે, સિલિન્ડરમાંનો ગેસ સમાપ્ત થવાના આરે છે. પરંતુ આ બધું માત્ર એક તુક્કો જ છે. આ રીત સાચી હોવાની શક્યતા બહુ જ ઓછી છે. સ્ટોવના બર્નરમાં કોઈ સમસ્યાને કારણે જ્યોતનો રંગ પણ બદલાઈ શકે છે. આજે અમે તમને જે રીત બતાવવા જઈ રહ્યાં છીએ તે માત્ર સરળ નહીં પણ તમને સચોટ પરિણામ પણ આપશે.
આ છે આસાન ટ્રીક?
સાંભળવામાં થોડું અજીબ લાગશે પરંતુ માત્ર એક ભીના કપડાની મદદથી તમે જાણી શકો છો કે તમારા સિલિન્ડરમાં કેટલો ગેસ બચ્યો છે. આ માટે સૌથી પહેલા એક કપડાને પાણીમાં ભીનું કરો. હવે ગેસ સિલિન્ડર સાથે ભીનું કપડું લપેટીલો. લગભગ 1 મિનિટ બાદ આ કપડાને દૂર કરો. હવે સિલિન્ડર પર થઈ રહેલા ફેરફારોને ધ્યાનથી જુઓ. થોડી જ વારમાં તમે જોશો કે સિલિન્ડરનો કેટલોક ભાગ સુકાઈ ગયો હશે જ્યારે અમુક ભાગ હજુ પણ ભીનો હશે. આવું એટલા માટે થાય છે કારણ કે, સિલિન્ડરનો ખાલી ભાગ ગરમ થઈ જાય છે અને પાણી ઝડપથી શોષાઈ જાય છે. જ્યારે સિલિન્ડરના જે ભાગમાં ગેસ ભરેલો હોય છે તે ભાગ પ્રમાણમાં ઠંડો રહે છે. માટે તે જગ્યાનું પાણી શોષવામાં થોડો સમય લાગે છે. આમ ગેસ સિલિન્ડરમાં કેટલો ગેસ છે તે ચપટી વગાડતા જ જાણી શકાય છે.