આ બે બેન્કોએ ઘટાડ્યા વ્યાજ દરો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
ICICI Bank And HDFC Bank Cut FD Rates: બંને બેન્કોએ સામાન્ય લોકોની સરખામણીમાં વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતા વ્યાજ દરમાં થોડો વધારો કર્યો છે

ICICI Bank And HDFC Bank Cut FD Rates: બે ખાનગી ક્ષેત્રની બેન્કો HDFC અને ICICI એ 3 કરોડ રૂપિયાથી વધુની પસંદગીની મુદત માટે ફિક્સ્ડ ડિપોઝિટમાં 20 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. સુધારેલા દરો ICICI બેન્ક દ્ધારા 27 મેના રોજ લાગુ કરવામાં આવશે જ્યારે HDFC દ્ધારા આ નવા દર 23 મેથી લાગુ કરવામાં આવ્યા છે.
ICICI ફિક્સ્ડ ડિપોઝિટ પર સુધારેલા દરો
- એક વર્ષથી લઇને 15 મહિના માટે વ્યાજ દર 6.70 ટકાથી ઘટાડીને 6.50 ટકા કરવામાં આવ્યો છે.
- 15 મહિનાથી 18 મહિના માટે વ્યાજ દર 6.80 ટકાથી ઘટાડીને 6.60 ટકા કરવામાં આવ્યો છે.
- 18 મહિનાથી 2 વર્ષ સુધીના સમયગાળા માટે વ્યાજ દર 6.85 ટકાથી ઘટાડીને 7.05 ટકા કરવામાં આવ્યો છે.
-2 વર્ષ 1 દિવસથી 5 વર્ષ માટે વ્યાજ દર 6.90 ટકાથી ઘટાડીને 6.75 ટકા કરવામાં આવ્યો છે.
-5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ માટે વ્યાજ દર જે પહેલા 6.80 ટકા હતો, તે હવે ઘટાડીને 6.70 ટકા કરવામાં આવ્યો છે.
HDFC ફિક્સ્ડ ડિપોઝિટ પર સુધારેલા દરો
એપ્રિલમાં HDFC બેન્ક દ્ધારા 50 બેસિસ પોઈન્ટના ઘટાડા બાદ નિશ્ચિત વ્યાજ દરોમાં નીચે મુજબ ઘટાડો કરવામાં આવ્યો છે.
-1 વર્ષથી 15 મહિના સુધીના સમયગાળા માટે વ્યાજ દર 6.60 ટકાથી ઘટાડીને 6.50 ટકા કરવામાં આવ્યો છે.
-18 મહિનાથી 21 મહિના માટે વ્યાજ દર 7.05 ટકાથી ઘટાડીને 6.85 ટકા કરવામાં આવ્યો છે.
આ નવા સુધારા પછી HDFC બેન્કમાં સામાન્ય લોકો માટે વ્યાજ દર હવે 3.00 ટકાથી વધીને 6.85 ટકા થઈ ગયા છે, જ્યારે વરિષ્ઠ નાગરિકોને 3.50 ટકાથી 7.35 ટકા સુધી વ્યાજ આપવામાં આવશે. વરિષ્ઠ નાગરિકો માટે 15થી 21 મહિનાના સમયગાળા માટે મહત્તમ વ્યાજ દર 7.35 ટકા રહેશે.
બંને બેન્કોએ સામાન્ય લોકોની સરખામણીમાં વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતા વ્યાજ દરમાં થોડો વધારો કર્યો છે. આ સાથે સમય પહેલાં ફિક્સ્ડ ડિપોઝિટ તોડીને પૈસા ઉપાડવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
સામાન્ય નાગરિકોને હવે FD પર 6.85% સુધી વ્યાજ મળશે
એફડીના વ્યાજ દરમાં ઘટાડા બાદ હવે સામાન્ય નાગરિકોને એફડી પર 3% થી 6.85% સુધીનું વ્યાજ મળશે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને 3.5 % થી 7.35 % સુધીનું વ્યાજ આપવામાં આવશે. આ તાજેતરના ફેરફાર પહેલા HDFC બેંક સામાન્ય નાગરિકોને FD પર 3% થી 7.10% અને વરિષ્ઠ નાગરિકોને 3.5% થી 7.55% સુધીના વ્યાજ દર ઓફર કરતી હતી. HDFC બેંકે તમામ મુદતની FD પર વ્યાજ દર ઘટાડ્યા નથી. આ ઘટાડો ફક્ત ચોક્કસ સમયગાળાની FD માટે જ કરવામાં આવ્યો છે.





















