![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અહીં શરૂ થયું 'એનર્જી કાફે', મળશે ઈલેક્ટ્રિક વ્હીકલ બેટરી એક્સચેન્જની સુવિધા
બેટરી સ્વેપ સોલ્યુશન ઈ-વ્હીકલ (EV) અપનાવવા માટે મોટું પ્રોત્સાહન આપશે.
![અહીં શરૂ થયું 'એનર્જી કાફે', મળશે ઈલેક્ટ્રિક વ્હીકલ બેટરી એક્સચેન્જની સુવિધા igl started new energy cafe to exchange discharged battery અહીં શરૂ થયું 'એનર્જી કાફે', મળશે ઈલેક્ટ્રિક વ્હીકલ બેટરી એક્સચેન્જની સુવિધા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/18/4fe2d76e28015dce6f4d299fedcb839c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IGL News: દેશની સૌથી મોટી રિટેલ CNG કંપની ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) એ બેટરી સ્વેપ સ્ટેશન માટે પુણે સ્થિત ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કાઇનેટિક ગ્રીન સાથે જોડાણ કર્યું છે. આ સ્ટેશન પર ટુ વ્હીલર અને થ્રી વ્હીલરની 'ડિસ્ચાર્જ્ડ' બેટરીને સંપૂર્ણપણે 'ચાર્જ્ડ' બેટરીથી બદલવામાં આવશે.
IGL એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ટાઈ-અપના ભાગ રૂપે, IGL (Indraprastha Gas Limited) અને Kinetic બેટરી સ્વેપ સ્ટેશનો સ્થાપિત કરશે. તેની શરૂઆત દિલ્હીથી થઈ છે. ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અને થ્રી વ્હીલર આ સ્ટેશનો પર બેટરી એક્સચેન્જ કરી શકશે.”
નજીકના બેટરી સ્વેપ સ્ટેશનને શોધવા માટે વપરાશકર્તાઓ તેમના ફોન પર સરળતાથી 'એનર્જી કેફે મોબાઇલ એપ્લિકેશન' ડાઉનલોડ કરી શકે છે. તેઓ ઉપલબ્ધ બેટરીમાંથી બુકિંગ કરાવી શકે છે અને ડિજિટલ પેમેન્ટ મોડ દ્વારા ચૂકવણી કરી શકે છે. તેમણે જેટલી ચાર્જ કરેલી બેટરીનો ઉપયોગ કર્યો છે તેટલો ચૂકવવો પડશે.
કંપનીના જણાવ્યા અનુસાર, બેટરી સ્વેપ વ્યવસ્થા હેઠળ, ઈલેક્ટ્રિક વાહનો ગ્રાહકોને લિથિયમ-આયન બેટરી વિના વેચી શકાય છે. ડ્રાઇવરો ઉપયોગના આધારે બેટરી માટે ચૂકવણી કરી શકે છે.
IGL એ દાવો કર્યો હતો કે આનાથી ઇલેક્ટ્રિક વાહનની કિંમત લગભગ અડધી થઈ શકે છે. આ સાથે, તેમની કિંમત માત્ર પેટ્રોલ-ડીઝલ વાહનોની બરાબર નથી, પરંતુ તે તેનાથી ઓછી પણ હોઈ શકે છે. IGLના મેનેજિંગ ડિરેક્ટર એકે જાનાએ જણાવ્યું હતું કે બેટરી સ્વેપ સોલ્યુશન ઈ-વ્હીકલ (EV) અપનાવવા માટે મોટું પ્રોત્સાહન આપશે.
એસ ફિરોદિયા મોટવાણી, સ્થાપક અને સીઇઓ, કાઇનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડએ જણાવ્યું હતું કે, “અમને વિશ્વાસ છે કે આ સોલ્યુશન ભારતમાં EV સેક્ટરમાં ક્રાંતિ લાવશે, આજે, અમે પ્રથમ બે સ્ટેશનો લોન્ચ કર્યા છે અને 2022માં 50 સ્ટેશનો સ્થાપવાની યોજના છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)