Income Tax Alert : બે ફેબ્રુઆરી અગાઉ પુરુ કરી લો ટેક્સ સંબંધિત કામ, બંધ થઇ રહ્યું છે ઇ-ફાઇલિંગ પોર્ટલ
Income Tax Alert :આવકવેરા વિભાગ તરફથી આ સંદર્ભમાં મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે
Income Tax Alert : જો તમારે ઈ-પોર્ટલ દ્વારા ઈન્કમ ટેક્સને લગતું કોઈ કામ કરવાનું હોય તો તેને જલદીથી પતાવી લો નહી તો પાછળથી તમને પસ્તાવો થઇ શકે છે. આ પાછળનું કારણ એ છે કે ઈ-ફાઈલિંગ પોર્ટલની સેવા ત્રણ દિવસ માટે બંધ રહેવા જઈ રહી છે. આવકવેરા વિભાગ દ્વારા આ સંદર્ભમાં મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. વિભાગના જણાવ્યા અનુસાર, મેન્ટેનન્સના કારણોસર પોર્ટલ બંધ રહેશે.
Kind Attention Taxpayers,
— Income Tax India (@IncomeTaxIndia) January 31, 2024
Please note that taxpayer services on the e-filing portal will be restricted from 2 pm on Saturday (03.02.24) to 6 am on Monday (05.02.24) due to scheduled maintenance activity.
Please plan your activities accordingly. pic.twitter.com/Pk6VfSGjp4
આ તારીખો દરમિયાન સેવા બંધ રહેશે
બુધવારે માહિતી આપતા આવકવેરા વિભાગે કહ્યું કે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર કરદાતાઓ માટેની સેવાઓ 3 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે ઉપલબ્ધ રહેશે નહીં. ડિપાર્ટમેન્ટે કહ્યું કે આ મેન્ટેનન્સના કારણે થશે. આવકવેરા વિભાગે ટ્વિટર પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે સિસ્ટમમાં ટેકનિકલ સુધારણા સાથે મેન્ટેનન્સની કામગીરીના કારણે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ટેક્સપેયર સર્વિસ શનિવારે (3 ફેબ્રુઆરી 2024) બપોરે 2 વાગ્યાથી સોમવારે (5 ફેબ્રુઆરી 2024) સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. વિભાગે કરદાતાઓને તે મુજબ તેમની યોજનાઓ બનાવવા માટે પણ જણાવ્યું હતું.
વિભાગે સૂચનો આપ્યા હતા
વિભાગે કહ્યું હતું કે યુઝર્સે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ સમયગાળા દરમિયાન, આવકવેરા ઈ-ફાઈલિંગ વેબસાઇટ અને તેની સંબંધિત સેવાઓ કામ કરશે નહીં. કોઈપણ અસુવિધા ટાળવા માટે યુઝર્સે મેન્ટેનન્સના સમયગાળાની શરૂઆત પહેલા અને ખત્મ થયા બાગ પોતાની ઈ-ફાઈલિંગ કામગીરીનું આયોજન કરી શકે છે. મેન્ટેનન્સ પ્લેટફોર્મની સ્ટેબિલિટી અને એફિશિઅન્સી સુનિશ્ચિત કરીને ઓવરઓલ યુઝર્સ એક્સપીરિયન્સને વધારવા માટે કરવામાં આવેલો એક ઉપાય છે.
અરજન્ટ મેટર્સ અથવા સવાલોના કિસ્સામાં યુઝર્સ ઇ-ફાઇલિંગ પ્લેટફોર્મ દ્વારા પ્રદાન કરવામાં આવતી સપોર્ટ ચેનલોને ઍક્સેસ કરી શકે છે. વિભાગે વધુમાં જણાવ્યું હતું કે આ મેન્ટેનન્સ એ ઈ-ફાઈલિંગ પ્લેટફોર્મની વિશ્વસનીયતા અને અસરકારકતા જાળવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. યુઝર્સને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ચોક્કસ તારીખોને ધ્યાનમાં રાખે અને તે મુજબ તેમની કામગીરીનું આયોજન કરે.